ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાત ભાજપ ધારાસભ્ય દળની બેઠક માટે આ દિગ્ગ્જ નેતાઓની નિરીક્ષક તરીકે નિમણૂંક કરાઇ

Text To Speech

ગુજરાત ભાજપ વિધાનમંડળ પક્ષની બેઠક માટે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પા અને કેન્દ્રીય પ્રધાન અર્જુન મુંડાને ગુજરાત ભાજપ વિધાનમંડળ પક્ષની બેઠક માટે નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ડબલ એન્જિન સરકારમાં લાંચિયા સરકારી અધિકારીઓ પર લાલ આંખ, સુરતમાં ACBનો સપાટો

શપથવિધિ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે

ભાજપે બહુમતી સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠકો કબ્જે કરી છે અને ભૂતકાળના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. એવામાં હવે ભાજપ નવી સરકારની શપથ વિધિ આગામી 12 તારીખે યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. નવી સરકારના મંત્રી મંડળના શપથવિધિ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેવાના છે.

leaders were appointed as observers

 

કેન્દ્રીય નેતોઓને પણ આમાંત્રણ આપવામાં આવ્યું

ગુજરાતમાં નવી સરકારના મંત્રી મંડળની શપથવિધિમાં અનેક કેન્દ્રીય નેતોઓને પણ આમાંત્રણ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી પુરસોત્તમ રૂપાલા, સ્મૃતિ ઇરાની, નીતિન ગડકરી, મનસુખ મંડવીયા સહિતના કેન્દ્રિયમંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સિવાય દેશભરના ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીને પણ શપથવિધિ સમાંરભમાં હાજર રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: પરિણામ ભલે 8 ડિસેમ્બરે આવ્યું પણ ‘હમ દેખેંગે ન્યૂઝે’ ત્રણેય ચૂંટણીનું ભવિષ્ય ભાખ્યું હતું

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે આવશે

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, હરિયાણા મુખ્યમંત્રી મનોહરલાલા ખટ્ટર, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીને તેમજ કર્ણાટકના મુખ્યમંત્રી જગદીશ સેંટરને પણ ગુજરાતની નવી સરકારના શપથવિધિ સમાંરભમાં હાજર રહેવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

Back to top button