ટ્રેન્ડિંગધર્મ

આ સરળ વાસ્તુ ટિપ્સ તમને અપાવશે દેવામાંથી મુક્તિ

Text To Speech
  • નકારાત્મક ઉર્જાને કારણે જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે
  • વાસ્તુ દોષ હોય તો વ્યક્તિ હંમેશા માનસિક રીતે પરેશાન રહે છે
  • વાસ્તુ દોષના કારણે ઘણી વખત વ્યક્તિ દેવામાં પણ ડૂબી જાય છે

વાસ્તુશાસ્ત્રમાં ઉર્જાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર સકારાત્મક અને નકારાત્મક ઉર્જા પર આધારિત છે. સકારાત્મક ઉર્જા ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે જ્યારે નકારાત્મક ઉર્જાને કારણે જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો વ્યક્તિ હંમેશા માનસિક રીતે પરેશાન રહે છે. વાસ્તુ દોષના કારણે ઘણી વખત વ્યક્તિ દેવામાં પણ ડૂબી જાય છે.

આર્થિક રીતે પણ તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેણે દેવુ પણ કરવુ પડે છે. જો કે, વાસ્તુશાસ્ત્રમાં એવા ઘણા ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે જે આ સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. દેવામાંથી મુક્તિ મેળવવા માટે તમે વાસ્તુશાસ્ત્રના કેટલાક ઉપાયો અપનાવી શકો છો.

દેવાની સમસ્યામાંથી છુટકારો મેળવવાના ઉપાય

  • જો ઘરનું વાસ્તુ ખરાબ હોય તો ઘરમાં આર્થિક સમસ્યા રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરનું શૌચાલય દક્ષિણ-પશ્ચિમ ભાગમાં બનાવવામાં આવે તો ઘરના સભ્યો હંમેશા દેવાના બોજથી દબાયેલા રહે છે. તેથી ભૂલથી પણ ઘરની આ દિશામાં શૌચાલય ન બનાવવું જોઈએ.
  • દેવાની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે ઘરમાં કાચ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ કાચ ઘર કે દુકાનની ઉત્તર-પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. કાચના રંગનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. તે લાલ, સિંદૂર અથવા મરૂન રંગનો ન હોવો જોઈએ.
  • દેવાથી જલદી મુક્તિ મેળવવા માટે વાસ્તુનો આ ઉપાય ખૂબ જ અસરકારક છે. તમારી સંપત્તિ ઘર અથવા દુકાનની ઉત્તર દિશામાં રાખો. આમ કરવાથી વ્યક્તિને દેવાથી મુક્તિ તો મળે જ છે સાથે સાથે આર્થિક લાભ પણ થાય છે.
  • વાસ્તુશાસ્ત્ર અનુસાર આર્થિક સમસ્યાઓ દૂર કરવા માટે તમારે ઘરમાં નાના-નાના ફેરફાર કરતા રહેવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર મુખ્ય દરવાજા પાસે બીજો નાનો દરવાજો સ્થાપિત કરવાથી ઘરમાં ધન-સંપત્તિ આવે છે.
  • વાસ્તુશાસ્ત્ર અનુસાર દેવુ હંમેશા મંગળવારે જ ચૂકવવુ જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર, આમ કરવાથી માથેથી દેવાનો બોજ જલ્દી ઉતરી જાય છે.

આ પણ વાંચોઃ તુલસી પાસે ભુલથી પણ ન રાખશો આ વસ્તુઓઃ થાય છે અમંગળ

Back to top button