કોરોના વાઇરસનું સંક્રમણ વિશ્વમાં વધી રહ્યું છે. જેમાં ભારત સહિત ગુજરાતમાં પણ કોરોનાના કેસો આવી રહ્યાં છે. અને ખાસ કરીને જ્યાં ભીડ ભેગી થાય છે ત્યાં જો કોઇ એક વ્યક્તિ કોરોના સંક્રમિત હોય તો તે કેટલાયને કોરોના સંક્રમણ ફેલાવી શકે છે. તેવા જયા પણ પબ્લિકની સંખ્યા વધુ હોય ત્યાં કોરોના ગાઇડલાઇન પાલન કરવી ફરજીયાત બની જાય છે.
આ પણ વાંચો: 31 ડિસેમ્બરે નશો કરી છાટકા બન્યા તો ગયા સમજો, પોલીસે અપનાવી આધુનિક ટેક્નોલોજી
જાણો કયા નિયમો પાળવા પડશે
અમદાવાદમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં દેશ-વિદેશના લોકો આવી રહ્યાં છે. ત્યારે કોરોના ગાઈડલાઈ જાહેર કરી દેવામાં આવી છે. કોરોના ગાઈડલાઈનનો આજથી કડકપણે અમલ કરવામાં આવશે તેવી પણ જાહેરાત બીએપીએ સંસ્થા દ્વારા કરી દેવાઈ છે. જો તમે શતાબ્દી મહોત્સવમાં મુલાકાત માટે જઈ રહ્યાં છો તો જાણો કયા નિયમો પાળવા પડશે.
આ પણ વાંચો: ભાજપની જીતનો શ્રેય પેજ કમિટી બનાવનાર સી.આર.પાટિલને: અમિત શાહ
મુલાકાતીઓએ આ નિયમોનું પાલન કરવું પડશે
આજથી BAPS સંસ્થા દ્વારા આ ગાઈડલાઈનનું પાલન કરવાનું નક્કી કરાયું છે. જેથી હવે જે મુલાકાતીઓ શતાબ્દી મહોત્સવની મુલાકાતે આવતા હોય તેઓએ નિયમોનું પાલન કરવું પડશે.
– હવે પછી વિદેશથી મહોત્સવમાં આવનારા ભક્તોએ અવશ્ય કોરોના ટેસ્ટ કરાવવો અને ડોક્ટરની સલાહ લેવાની રહેશે
– મહોત્સવમાં ઠેર-ઠેર સ્વચ્છ ટોયલેટ બોક્સ તૈયાર કરાયા છે, જ્યાં સાબુ અને હેન્ડ સેનિટાઈઝરની વ્યવસ્થા રાખવામાં આવી છે.
– મહોત્સવની દર્શન યાત્રાએ આવતા દર્શનાર્થીઓએ પણ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે
– મોટી ઉંમર કે નાજુક સ્વાસ્થ્ય કે ડાયાબીટીસ, બીપી, હ્રદય રોગ, કિડની ડીસીઝ જેવી કો મોર્બીડ લક્ષણ ધરાવતી વ્યક્તિઓએ ભીડમાં આવવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે
– મહોત્સવ મહદ અંશે વિશાળ અને ખુલ્લા વાતાવરણમાં છે જેથી સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ અચુક કરવાનું રહેશે
– મહોત્સવમાં સેવામાં જોડાયેલા તમામ સ્વયંસેવકો હવે માસ્ક પહેરવું ફરજિયાત રહેશે
– એક બીજા સાથે હાથ મિલાવવાનું ટાળી નમસ્કાર કે અભિવાદન કરવાનો આગ્રહ રાખવાની સુચના આપવામાં આવી છે
– શરદી, તાવ, ઉધરસ જેવી તકલીફ ધરાવનાર વ્યક્તિઓએ મહોત્સવમાં નહીં આવવાની સલાહ આપવામાં આવી છે