1 ફેબ્રુઆરી એટલે આજથી અનેક નવા નિયમો લાગુ પડી શકે છે, જે સીધી તમારા ખિસ્સા પર અસર કરી શકે છે. મોદી સરકાર 2024 લોકસભા ચુંટણી પહેલા તેમનું પૂર્ણ અને છેલ્લું બજેટ કરશે તેની સાથે અનેક નિયમોમાં પણ ફેરફાર આવશે.
આ પણ વાંચો : બજેટ 2023: સેન્સેક્સ 450 અંક અને નિફ્ટી 0.85 ટકા ઉછાળો, શું બજારની અપેક્ષા પર ખરું ઉતરશે બજેટ?
બેન્ક ઓફ બરોડામાં જો તમારું ખાતું હશે તો ક્રેડિટ કાર્ડ ધારકોને પેમેન્ટ ભરવાનું મોંઘું પડી શકે છે કારણ કે બેન્ક ઓફ બરોડાએ જાહેરાત કરી છે કે 1 ફેબ્રુઆરીથી ક્રેડિટ કાર્ડની મદદથી રેન્ટ પેમેન્ટ પર 1 ટકા ફી વસૂલશે.નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજે નાણાકીય વર્ષ 2023-24 માટે બજેટ રજૂ કરશે ત્યારે સાથે અનેક નવી આશાઓ રાખવામાં આવી રહી છે. બજેટમાં સામાન્ય માણસને રાહત મળનાર નિર્ણયોને લઈને આતુરતાથી રાહ જોવાઈ રહી છે.
ટાટા મોટર્સ ના પેસેન્જર વાહનો હાલ દેશમઆ ધૂમ મચાઈ રહ્યા છે ત્યારે ટાટા મોટર્સે વાહનની કિમંતમાં આજથી વધારો કરવાનું નક્કી કર્યું છે. ટાટા મોટર્સ પોતાના પેસેન્જર વાહનોમાં 1.2 ટકા જેટલો વધારો કરી શકે છે.
આ પણ વાંચો : ગુજરાત: અર્બન બેન્કોએ કેન્દ્રીય નાણાવિભાગમાં કરી આ માગણી
પેકેજિંગ સિસ્ટમમાં પણ મોટાપાયે ફેરફાર મોદી સરકાર દ્વારા થઈ શકે છે ત્યારે 19 પ્રકારની વસ્તુઓ જેમકે બિસ્કિટ, પાણી, સિમેન્ટ બેગ, અનાજના પેકેજ પર પેકિંગની જાણકારી પણ મહત્વની રહશે. સાથે એલપીજી સિલિન્ડરમાં દર મહિને ફેરફાર આવે છે તે આગામી બજેટમાં સુધારો આવે તેવી શક્યતાઓ પણ સેવાઇ રહી છે.