વેડિંગ ફોટો શુટ માટે ભારતની આ જગ્યાઓ રહેશે બેસ્ટઃ એક નજર કરો
- પ્રી વેડિંગ ફોટો શૂટ હવે એક ક્રેઝ બન્યો છે
- સ્થળ અંગે દરેક કપલના મનમાં મુંઝવણ હોય છે.
- ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરવા માટે આ જગ્યાએ જાવ.
ભારતમાં લગ્નની સીઝન શરૂ થવા જઇ રહી છે. જે લોકોના લગ્ન નજીકમાં છે તેઓ અત્યારથી જ તૈયારીઓમાં લાગી ગયા હશે. દરેક વ્યક્તિ પોતાના લગ્નને યાદગાર બનાવવા ઇચ્છે છે. છેલ્લા ઘણા સમયથી પ્રી વેડિંગ ફોટોશુટનો ક્રેઝ વધી રહ્યો છે. પ્રી વેડિંગ ફોટોશુટનો એક ઉદ્દેશ એ પણ હોય છે કે કપલ એકબીજા સાથે ક્વોલિટી ટાઇમ વિતાવી શકે.
પ્રી વેડિંગ ફોટો શુટ કરાવવા ઇચ્છતા કપલ માટે ક્યાં જવુ તે પણ એક મુંઝવતો સવાલ હોય છે. જો તમે પણ પ્રીવેડિંગ ફોટોશુટને યાદગાર બનાવવા માટે સારી જગ્યા શોધી રહ્યા છો તો તમે એક નજર અહીં કરો. અહીં એવી જગ્યાઓ સજેસ્ટ કરવામાં આવી છે જે તમને સારા ડેસ્ટિનેશનની સાથે સાથે ક્વોલિટી ટાઇમ વિતાવવાનો મોકો પણ આપશે. તમે તમારા પાર્ટનર સાથે યાદગાર તસવીરો ક્લિક કરાવી શકો છો.
Auli
જો તમે દિલ્હી કે ઉત્તરાખંડ સાઇડ રહેતા હો કે એ બાજુ જવા ઇચ્છતા હો તો તમે ઓલીમાં પ્રી વેડિંગ ફોટોશુટ કરાવી શકો. ઓલીમાં તમને પ્રકૃતિનો સુંદર નજારો જોવા મળશે. અહીં હજારો કપલ વેડિંગ ફોટો શુટ કરાવવા માટે આવે છે. અહીં બર્ફીલી પહાડીઓ વચ્ચેનો શુટ તમારા માટે જિંદગીભરની યાદગીરી બની શકે છે.
જયપુર
જો તમે રોયલ સ્ટાઇલમાં પ્રી વેડિંગ ફોટો શુટ કરાવવા ઇચ્છો છો તો પિંક સીટી એટલે કે જયપુર તમારા માટે બિલકુલ પરફેક્ટ છે. રાજસ્થાનના કિલ્લાઓમાં શાહી અંદાજમાં ખેંચાવેલી તસવીરો તમને પણ આકર્ષશે. રાજસ્થાન સ્થિત હવામહેલ, સિટીપેલેસ, આમેર ફોર્ટ પ્રી વેડિંગ શુટ માટે બેસ્ટ છે. અહીં તમે રજવાડા સ્ટાઇલમાં ફોટોશૂટ કરાવી શકો છો.
પંજાબ
કેટલાક લોકો ફોટોશુટ માટે બોલિવુડ સ્ટાઇલ, પરંતુ સિમ્પલ અને ક્યૂટ દેખાવા ઇચ્છે છે. જો તમે પણ તેમ ઇચ્છતા હો તો તમે પંજાબના ખેતરોને પસંદ કરી શકો છો. અહીં તમને ડીડીએલજે વાળી ફિલિંગ આવશે.
ગોવા
વેડિંગ ડેસ્ટિનેશનના રૂપમાં ગોવા શ્રેષ્ઠ છે. તે વેડિંગ માટે પણ પરફેક્ટ છે. તે રીતે પ્રી વેડિંગ ફોટોશુટ માટે પણ મજાનું છે. પ્રી વેડિંગ ફોટોશુટ માટે આઉટસ્કર્ટ એરિયા ખુબ સારા રહેશે. તમે ભીડ ભાડ વાળી જગ્યાઓ વાળા બીચ પર જવાના બદલે ગોવામાં આઉટ સ્કર્ટ બીચ પર પણ જઇ શકો છો. અહીં તમે પાર્ટનર સાથે પરફેક્ટ ક્વોલિટી ટાઇમ વીતાવી શકશો.
કેરાલા
જો તમે નેચર લવર હો અને સુંદર વ્યુઝની વચ્ચે ફોટોશુટ કરાવવા ઇચ્છતા હો તો તમારે અહીં ફોટોશુટ કરાવવો જોઇએ. કેરળ તમારા માટે બેટર ઓપ્શન છે. અહીં લાંબા લાંબા નારિયેળના ઝાડ, સુંદર ઝરણા, ચાના ખેતરો અને બ્લેક વોટોરમાં નાવ ચલાવતા ફોટોશુટ તમારા માટે અલગ અનુભવ સાબિત થશે.
આ પણ વાંચોઃ બેડરૂમમાં ન રાખતા આ વસ્તુઓઃ બનશે કંકાસનું ઘર