ટ્રાવેલટ્રેન્ડિંગવિશેષ

વરસાદમાં ખતરનાક સાબિત થઈ શકે છે ફરવાની આ જગ્યાઓ, ન જવામાં જ ભલાઈ

Text To Speech
  • કેટલીક જગ્યાઓ એવી છે જે વરસાદમાં ખતરાથી ખાલી નથી. કોઈક જગ્યાએ વીજળીની સમસ્યા છે. તો આવી તકલીફો તમારી ટ્રિપની મજા ખરાબ કરી શકે છે

દેશભરમાં ચોમાસું જામી ચૂક્યું છે. ગરમીથી રાહત પણ મળી ચૂકી છે. જોકે દેશની અનેક જગ્યાઓ પર મૂસળધાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. આમ તો વરસાદની સીઝનને રોમેન્ટિક માનવામાં આવે છે અને આ સીઝનમાં લોકો ફરવાનું પ્લાનિંગ કરે છે. જો તમે ક્યાંય પણ ફરવા જવાનું વિચારી રહ્યા હો તો એવી જગ્યાઓએ જવાથી બચવું જોઈએ જ્યાં જવાથી ખતરો હોય. ઘણી જગ્યાએ પાણી ભરાવાની અને અતિશય વરસાદની સમસ્યાઓ થઈ ગઈ છે. કેટલીક જગ્યાઓ એવી છે જે વરસાદમાં ખતરાથી ખાલી નથી. કોઈક જગ્યાએ વીજળીની સમસ્યા છે. તો આવી તકલીફો તમારી ટ્રિપની મજા ખરાબ કરી શકે છે.

ઉત્તરાખંડ

ઉત્તરાખંડ અત્યંત સુંદર જગ્યા છે, પરંતુ વરસાદની સીઝનમાં ત્યાં ન જવામાં જ ભલાઈ છે. ઉત્તરાખંડ દેશના સૌથી વધુ પૂર પ્રભાવિત ક્ષેત્રોમાં સામેલ છે. વરસાદની સીઝનમાં અહીં ભૂસ્ખલનનો ડર હોય છે. ચોમાસામાં અહીં વાદળ ફાટવાની ઘટનાઓ પણ સામે આવતી રહે છે. તમારે આવી જગ્યાઓ પર જવાથી બચવું જોઈએ.

વરસાદમાં ખતરનાક સાબિત થઈ શકે છે ફરવાની આ જગ્યાઓ, ન જવામાં જ ભલાઈ hum dekhenge news

ચેરાપૂંજી

વરસાદના દિવસોમાં ચેરાપૂંજી જવું બેકાર છે. આ સૌથી વધુ ભેજવાળું શહેર છે. અહીં જવું ખતરનાક સાબિત થઈ શકે છે. આમ તો ચેરાપૂંજીમાં આખું વર્ષ વરસાદ પડે છે, પરંતુ જૂલાઈ મહિનામાં તેની તીવ્રતા વધી જાય છે. તેના કારણે તમારી ટ્રિપ ખરાબ થઈ શકે છે.

ઓડિશા

આ જગ્યા એમ પણ પૂર પ્રભાવિત હોય છે, વળી વરસાદની સીઝનમાં તેનું જોખમ ચારગણું વધી જાય છે. ભારે વરસાદના કારણે ત્યાં લાઈટ પણ કપાઈ જાય છે. ઘણી વખત વીજળી માટે કલાકો રાહ જોવી પડે છે.

 

 વરસાદમાં ખતરનાક સાબિત થઈ શકે છે ફરવાની આ જગ્યાઓ, ન જવામાં જ ભલાઈ hum dekhenge news

દાર્જિલિંગ

દાર્જિલિંગ એક સુંદર જગ્યા છે, પરંતુ ભારે વરસાદના લીધે ત્યાં પરેશાની થઈ શકે છે. અહીં અચાનક ભૂસ્ખલનનો ખતરો હોય છે. વરસાદની સીઝનમાં અહીં જવાનું ટાળવું જોઈએ.

અંબોલી

અંબોલી એક હિલસ્ટેશન છે, જે મહારાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ માટે જાણીતું છે. આ હિલ સ્ટેશન ગાઢ જંગલો, ઝરણાઓ અને ખીણોથી ઘેરાયેલું છે. અહીં જૂલાઈથી ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ વરસાદ થાય છે. આવા સંજોગોમાં અહીં યાત્રા કરવી યોગ્ય નથી.

આ પણ વાંચોઃ વરસાદમાં MPની આ પાંચ જગ્યાઓ પર જરૂર ફરજો, પરફેક્ટ બનશે હોલિડે

Back to top button