રાજસ્થાનમાં ફેમિલી સાથે ફરવા જવું હોય તો આ સ્થળો છે બેસ્ટ
- રાજસ્થાનમાં આવીને તમે તેની સમૃદ્ધ સંસ્કૃતિ, ભવ્ય કિલ્લાઓ અને સુંદર મહેલો જોઈ શકો છો. આ રાજ્ય તેના રોયલ ઈતિહાસ અને પરંપરાગત રીતરિવાજો માટે પણ જાણીતું છે
HD ન્યુઝ ડેસ્કઃ રાજસ્થાન તેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા માટે ખૂબ જ લોકપ્રિય છે. રાજસ્થાનમાં ફરવા જેવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે પરિવાર સાથે ક્વોલિટી સમય વિતાવી શકો છો. અહીંનો ભવ્ય ઈતિહાસ કોઈને પણ પ્રભાવિત કરી શકે છે. રાજસ્થાનમાં આવીને તમે તેની સમૃદ્ધ સંસ્કૃતિ, ભવ્ય કિલ્લાઓ અને સુંદર મહેલો જોઈ શકો છો. આ રાજ્ય તેના રોયલ ઈતિહાસ અને પરંપરાગત રીતરિવાજો માટે પણ જાણીતું છે. ચાલો રાજસ્થાનના કેટલાક લોકપ્રિય સ્થળો પર એક નજર કરીએ.
રાજસ્થાનમાં જોવાલાયક સ્થળો
જયપુર (પિંક સિટી)
જયપુર રાજસ્થાનની રાજધાની છે અને તેને પિંક સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંની ઈમારતો ગુલાબી રંગની છે, જે તેને એક અનોખો દેખાવ આપે છે. જયપુરમાં જોવાલાયક ઘણા સ્થળો છે
હવા મહેલ: હવા મહેલ જયપુરનું આઈકોનિક સ્મારક છે. આ મહેલ અંદર હવા જવા દેવા માટે બનાવવામાં આવ્યો હતો.
આમેર કિલ્લો: આમેર કિલ્લો એ જયપુર નજીક આવેલો એક ભવ્ય કિલ્લો છે.
જંતર મંતર: જંતર મંતર એ ખગોળશાસ્ત્રીય વેધશાળા છે જેનું નિર્માણ જયસિંહ II દ્વારા કરવામાં આવ્યું હતું.
ઉદયપુર (તળાવોનું શહેર)
ઉદયપુરને તળાવોનું શહેર કહેવામાં આવે છે. આ શહેર તેના સુંદર તળાવો અને મહેલો માટે પ્રખ્યાત છે. અહીં મુલાકાત લેવા માટેના કેટલાક ખાસ સ્થળો છે:
લેક પેલેસઃ લેક પેલેસ ઉદયપુરની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે. તે પિચોલા તળાવની મધ્યમાં આવેલો મહેલ છે.
સિટી પેલેસઃ સિટી પેલેસ ઉદયપુરનો એક ભવ્ય મહેલ છે. આ મહેલ અનેક મહેલો અને બગીચાઓનો સમૂહ છે.
જગદીશ મંદિરઃ જગદીશ મંદિર ઉદયપુરનું એક પ્રાચીન મંદિર છે.
જોધપુર (બ્લુ સિટી)
જોધપુરને બ્લુ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંની મોટાભાગની ઇમારતો વાદળી રંગની છે. જોધપુરમાં જોવાલાયક કેટલાક મુખ્ય સ્થળો છે
મેહરાનગઢ કિલ્લો: મેહરાનગઢ કિલ્લો જોધપુરનો સૌથી મોટો અને સારી રીતે સાચવવામાં આવેલો કિલ્લો છે.
ઉમેદ ભવન પેલેસ: ઉમેદ ભવન પેલેસ વિશ્વના સૌથી મોટા ખાનગી રહેઠાણોમાંનું એક છે.
મંડોર ગાર્ડન: મંડોર ગાર્ડન એ જોધપુર નજીક આવેલું એક પ્રાચીન શહેર છે.
જેસલમેર (ગોલ્ડન સિટી)
જેસલમેરને ગોલ્ડન સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંની ઈમારતો પીળા સેંડસ્ટોનથી બનેલી છે, જે સૂર્યપ્રકાશમાં સોનેરી લાગે છે. જેસલમેરમાં જોવાલાયક કેટલાક મુખ્ય સ્થળો છે
જેસલમેરનો કિલ્લો: જેસલમેરનો કિલ્લો રણની મધ્યમાં આવેલો એક ભવ્ય કિલ્લો છે.
સામ સામંદ તળાવઃ સામ સમંદ તળાવ જેસલમેરનું સુંદર તળાવ છે.
હવેલીઓઃ જેસલમેરમાં ઘણી સુંદર હવેલીઓ છે. જે જોવાલાયક છે. તે જોઈને તમને અદ્ભૂત ઈતિહાસની અનુભુતિ થશે.
પુષ્કર
પુષ્કર અજમેર નજીક આવેલું એક પવિત્ર શહેર છે. અહીં એક મોટું તળાવ અને ઘણા મંદિરો છે. પુષ્કરમાં કારતક પૂર્ણિમામાં મોટો મેળો ભરાય છે.
આ સિવાય પણ રાજસ્થાનમાં જોવાલાયક અન્ય ઘણા સ્થળો છે. જેમ કે બિકાનેર, કોટા અને ચિત્તોડગઢ. અહીં આવ્યા પછી તમને પાછા ફરવાનું મન નહિ થાય.
આ પણ વાંચોઃ 30ની ઉંમર પહેલા કરી લો ભારતની આ સુંદર જગ્યાઓની ટ્રિપ