સેન્ચુરી કિંગ વિરાટ કોહલી પાસેથી શીખવા જેવા છે આ પર્સનાલિટીની ટિપ્સ
ભારતનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ક્રિકેટ જગતમાં ખૂબ જ મોટું નામ કર્યું છે. અમદાવાદ ની ટેસ્ટમાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પોતાના ફોર્મમાં પરત ફર્યો છે. ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચમાં તેણે શાનદાર સદી ફટકારી લોકોના દિલ જીત્યા છે. વિરાટ કોહલી ક્રિકેટ સિવાય તેની પર્સનાલિટીને લઈને પણ ખૂબ ચર્ચામાં હોય છે. જ્યારથી વિરાટ કોહલી ક્રિકેટ રમી રહ્યો છે ત્યારથી તેને આગામી સચિન તેંડુલકર કહેવામાં આવે છે. આવો જાણીએ વિરાટ કોહલીની પર્સનાલિટી વિશેની ખાસ વાતો.
આ પણ વાંચો :Video : મહાકાલના દરબારમાં વિરાટ કોહલી, પત્ની અનુષ્કા શર્મા પણ રહી હાજર
ખાસ બોડી લેંગ્વેજ
કોહલી ક્રિકેટના મેદાનમાં પોતાની બોડી લેંગ્વેજ બતાવવાનું ક્યારેય ભૂલતો નથી. તેની બોડી લેંગ્વેજ ઘણી અલગ છે, જે મેદાન પર તેની સ્ટાઈલ વિશે જણાવે છે. તે ઘણીવાર મેદાન પર એક્શનમાં જોવા મળે છે. એક અલગ અંદાજમાં જોવા મળે છે.
આ પણ વાંચો : વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધુ એક રેકોર્ડ બનાવ્યો, સૌથી ઝડપી 25000 રન પૂરા કરનાર ખેલાડી બન્યો
સ્ટેમિના
વિરાટ કોહલીનું વર્કઆઉટ પણ શાનદાર છે. વર્કઆઉટથી સ્ટેમિના વધે છે, જેના કારણે તે ફિલ્ડમાં સિંગલ્સને ડબલ્સમાં સ્ટેમિના દેખાય છે. તેની ફિટનેસ જોઈને અન્ય લોકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. અન્ય ક્રિકેટરો પણ પ્રેરણા લે છે.
આ પણ વાંચો : “Jhoome Jo Pathaan”, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાનો હૂક સ્ટેપ્સનો વીડિયો વાયરલ
શાનદાર હેરસ્ટાઇલ
હેરલાઇન પર લાંબા વાળ રાખવાને ટેપર ફેડ હેરસ્ટાઇલ કહેવામાં આવે છે. વિરાટ કોહલી ઘણી વાર આ હેરસ્ટાઇલ ફોલો કરતો જોવા મળે છે. ટ્રીમ દાઢી સાથે ટેપર ફેડ હેરસ્ટાઇલનો દેખાવ તેના વ્યક્તિત્વને વધુ સ્ટાઇલિશ બનાવે છે. તેની હેરસ્ટાઈલ પણ ઘણા ફેંસ ફિદા છે.
આ પણ વાંચો : વિરાટ કોહલી ફોર્મમાં કેવી રીતે આવશે ? સુનિલ ગાવસ્કરે આપી ખાસ સલાહ
ઉત્તમ એકાગ્રતા
વિરાટ કોહલીની પર્સનાલિટી ખાસ વાત એ છે કે તેનામા એકાગ્રતાની શક્તિ ઉત્તમ છે. એકવાર તે ક્રિઝ પર સ્થિર થઈ જાય પછી તેને ત્યાંથી ખસેડવો ખૂબ મુશ્કેલ છે. તે એકાગ્ર થઈને મેદાનમાં મળે છે.
આ પણ વાંચો : ICC ODI રેન્કિંગઃ વિરાટ કોહલીની ટોપ 5માં એન્ટ્રી, સિરાજ ત્રીજા નંબરે પહોંચ્યો
ડ્રેસિંગ સેન્સ
વિરાટ કોહલી સ્ટાઈલ અને ફેશનના મામલે બોલિવૂડના અન્ય કલાકારોને પાછળ છોડી દે છે. ફોર્મલ ડ્રેસમાં વિરાટ કોહલીની સ્ટાઈલ શાનદાર લાગે છે. તેના ડ્રેસિંગ સેન્સને હજારો ચાહકો ફોલો કરે છે.