આ લોકોએ ભુલથી પણ ન કરવુ મગ દાળનું સેવન
- હાઇ યુરિક એસિડની સમસ્યાથી પીડિત લોકોએ મગ દાળનું સેવન ન કરવું
- લો બ્લડ શુગરના દર્દીઓએ મગ દાળના સેવનમાં કાળજી રાખવી જોઇએ
- હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે મગદાળ ફાયદાકારક છે
દાળમાં રહેલુ પ્રોટીન આરોગ્યને ફાયદા પહોંચાડે છે. આરોગ્ય માટે ફાયદાકારક આવી જ એક દાળનું નામ છે મગદાળ. મગદાળમાં ફાઇબર, પ્રોટીન, વિટામીન, કોપર, ફોલેટ, વિટામીન સી, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયરન અને નિયાસીન તેમજ થાયમિનની ભરપૂર માત્રા હોય છે. તે આરોગ્ય માટે લાભદાયક છે. આરોગ્ય માટે આટલી ફાયદાકારક હોવા છતા કેટલાક લોકોને આ દાળ ખાવાથી નુકશાન થઇ શકે છે. જાણો કયા લોકોએ આ દાળનું સેવન ન કરવુ જોઇએ.
હાઇ યુરિક એસિડ
હાઇ યુરિક એસિડની સમસ્યાથી પીડિત લોકોએ મગ દાળનું સેવન કરવાથી બચવુ જોઇએ. મગ દાળમાં રહેલા પ્રોટીનનુ વધુ પ્રમાણ આ દર્દીઓના શરીરમાં યુરિક એસિડનું લેવલ વધારે છે.
લો બ્લડ શુગર
લો ડાયાબિટીસ વાળા દર્દીઓ માટે મગદાળનું સેવન નુકશાનકારક હોઇ શકે છે. મગ દાળમાં રહેલા કેટલાક તત્વ બ્લડ શુગર લેવલને ઘટાડવાનું કામ કરે છે. આવા સંજોગોમાં જે લોકોનુ બ્લડ શુગર લેવલ પહેલેથી જ લો હોય તેમણે આ દાળનું સેવન કરવાથી દુર રહેવુ જોઇએ.
લો બ્લડ પ્રેશર
હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે મગદાળ ફાયદાકારક હોય છે, પરંતુ તમારુ બીપી લો રહેતુ હોય તો મગદાળનું સેવન કરવાથી બચવુ જોઇએ. તેનાથી નુકશાન થઇ શકે છે.
કિડની સ્ટોન
કિડની સ્ટોનની સમસ્યા થાય તો ડોક્ટર દર્દીને ખાણીપીણી પર વિશેષ ધ્યાન આપવાની સલાહ આપે છે. આવા સંજોગોમાં મગ દાળ સ્ટોનથી પીડાતા લોકોની સમસ્યા વધારી શકે છે. મગ દાળમાં રહેલુ પ્રોટીન અને ઓક્સલેટની વધુ માત્રા કિડની સ્ટોનની સમસ્યાને વધારી શકે છે.
પાચનમાં તકલીફ
મગદાળમાં રહેલુ હાઇ ફાઇબર પાચનમાં સમસ્યા કરી શકે છે. જો દાળ પાકતી વખતે સહેજ પણ કાચી રહી જાય તો પાચન સંબંધિત સમસ્યાઓ વધી શકે છે.
આ પણ વાંચોઃ ખેડૂતો આનંદો ! ખેડૂતો માટે ઈતિહાસના સૌથી મોટા સહાય પેકેજની જાહેરાત