ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના આ લોકોને બારેમાસ રાહતદરે સિંગતેલ મળશે

Text To Speech

રાજ્યના 70 લાખ કુટુંબોને બારેમાસ રાહતદરે સિંગતેલ આપવાની બજેટમાં યોજના બનાવી છે. જો કે ભાજપના ઢંઢેરામાં વર્ષમાં 4 વાર આપવાનું વચન આપવામાં આવ્યું હતુ. તેમજ  એકવાર વિતરણમાં રાજ્ય સરકારને 63 કરોડનો ખર્ચ થશે. જેમાં હવે વિચારણા બારે મહિના આપવાની થઈ રહી છે.

સિંગતેલ રાહતના દરે વિતરણ કરવાની યોજના

રાજ્યના બજેટમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વધુ સિંગતેલ રાહતના દરે વિતરણ કરવાની યોજના સામેલ થશે. દર મહિને 1 લિટરના પાઉચ લેખે બારે મહિના આ રીતે સિંગતેલ આપવાની યોજના વિચારણામાં છે. જો કે ભાજપના છેલ્લા ચૂંટણી ઢંઢેરામાં વર્ષમાં 4 વખત પાઉચનું વિતરણ શરૂ કરવાનું વચન અપાયું છે. અત્યારે પીડીએસ હેઠળ જન્માષ્ટમી અને દિવાળી પર્વ એમ બે વાર એક-એક લિટરના સિંગતેલના પાઉચનું રાહતદરે વિતરણ થાય છે જ્યારે ભાજપના ઢંઢેરામાં મકરસંક્રાંતિ અને હોળી એમ બે વધુ તહેવારોમાં આવા પાઉચ આપવાનું પ્રપોઝ કરાયું છે.

આશરે 70 લાખ કાર્ડધારક પરિવારોને રાહતના દરે સિંગતેલ મળશે

રાજ્યના 8 લાખ જેટલા અન્ત્યોદય પરિવારો અને 62 લાખ જેટલા અગ્રતા ધરાવતા કુટુંબો મળીને આશરે 70 લાખ કાર્ડધારક પરિવારોને રાહતના દરે સિંગતેલના પાઉચ અપાય છે. ગત વર્ષે રૂ.100માં પાઉચ અપાયું હતું, જે રાજ્ય સરકારને આશરે રૂ.190માં પડયું હતું. આમ એક વખત પાઉચના વિતરણ પાછળ સરકારને અંદાજે રૂ.63 કરોડનો ખર્ચ થયો હતો, એટલે જો રાજ્ય સરકાર વર્ષમાં 4 વખત સિંગતેલ પાઉચ આપશે, તો સબસિડી પાછળ એને આશરે રૂ. 250 કરોડનો અને વર્ષમાં 12 વખત આપશે તો રૂ.750 કરોડનો ખર્ચ થશે. વિચારણા બારે મહિના એટલા માટે આપવાની થઈ રહી છે, કેમ કે, ઘઉં-ચોખાના વિતરણ પાછળનો એક વખતનો ખર્ચ રાજ્ય સરકારનો બચી રહ્યો છે, રાહતના દરે ઘઉં-ચોખા આપવાનું બંધ કરી અનાજનું બાર મહિના પ્રધાનમંત્રી ગરીબ-કલ્યાણ યોજના હેઠળ મફત વિતરણ થવાનું છે.

Back to top button