લાઈફસ્ટાઈલ

આ કુદરતી વસ્તુઓ ચહેરા પર ગ્લો લાવશે, જરૂર નહીં પડે મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સની

Text To Speech

આપણામાંથી મોટાભાગના લોકો ઈચ્છે છે કે, તેમનો ચહેરો હંમેશા યુવાન દેખાય અને ચહેરા પર કોઈ ડાઘ, પિમ્પલ્સ અને કરચલીઓ ન હોય. ખાસ કરીને મહિલાઓ આ બાબતોને લઈને ઘણી જાગૃત હોય છે. આજકાલ વ્યસ્ત જીવનશૈલી અને અનહેલ્દી ખોરાકની આદતોને કારણે ચહેરા પર ઘણું નુકસાન થાય છે. આના કારણે ડિટોક્સિફિકેશન શક્ય નથી હોતું અને ઝેર આપણા શરીરમાં જમા થવા લાગે છે. તેનાથી ચહેરાની આંતરિક અને બહારની સુંદરતા બગડી શકે છે. ભારતના પ્રખ્યાત ન્યુટ્રિશન એક્સપર્ટે જણાવ્યું કે, આપણે આપણા રોજિંદા આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જે તમારી ત્વચા માટે ગ્લોઈંગ ટોનિક તરીકે કામ કરી શકે.

આ 3 વસ્તુઓનું સેવન કરવાથી ચહેરા પર ચમક આવશે

1. દૂધ

દૂધને સંપૂર્ણ ખોરાક માનવામાં આવે છે. કારણ કે, તેમાં જરૂરી લગભગ તમામ પોષક તત્વો હોય છે. તે આપણા શરીરને અનેક રીતે ફાયદો કરે છે. તમે દિવસમાં બે વખત એક ગ્લાસ દૂધનું સેવન કરી શકો છો તો તેનાથી ચહેરા પર જબરદસ્ત ગ્લો આવશે. જો કે, તેને ઉકાળ્યા પછી પીવાનો પ્રયાસ કરો જેથી દૂધમાં રહેલા કીટાણુઓ ખતમ થઈ જાય અને તમારા શરીર પર કોઈ ખરાબ અસર ન થાય.

આ પણ વાંચો: મુલતાની માટીથી અઠવાડિયામાં માત્ર બે વખત ધોવો વાળ, થશે આ ગજબના ફાયદા વિશે જાણો..

2. દહીં

લોકો જમ્યા પછી દહીં કે રાયતા ખાવાનું પસંદ કરે છે. તેના સેવનથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે અને પેટને લગતી કોઈ સમસ્યા નથી થતી. પેટ સાફ રાખવાથી આપણા ચહેરા પર સકારાત્મક અસર પડે છે. તેથી, દરરોજ ઓછામાં ઓછા બે વાટકી દહીં ખાઓ. ચહેરા પર દહીં લગાવવાથી પણ ઘણો ફાયદો થાય છે.

3. લીંબુ

લીંબુ એક સાઇટ્રસ ફૂડ છે જે આપણા પેટ અને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે દરરોજ લીંબુ પાણી પીશો તો તમને પાચનની સમસ્યાઓથી છુટકારો મળશે અને સાથે જ ચહેરો પણ ચમકદાર બનશે. લીંબુના રસમાં ગ્લિસરીન મિક્સ કરીને ચહેરા પર લગાવી શકાય છે. તેનાથી ત્વચા કોમળ અને સુંદર બનશે.

Back to top button