ટ્રેન્ડિંગયુટિલીટી

ઘરમાં શોર્ટ સર્કિટનું કારણ બની શકે છે આ ભુલોઃ તમે પણ આટલુ ધ્યાન રાખો

Text To Speech
  • ક્યારેક આપણે આપણી બેદરકારીના પરિણામો ભોગવીએ છીએ
  • હાઇ પાવર ડિવાઇસ માટે અલગ પ્લગનો ઉપયોગ કરો
  • તાર ડેમેજ લાગે તો રાહ જોયા વિના તાત્કાલિક બદલી નાંખો

ઘરમાં ઉપયોગમાં લેવાતા સુખ-સુવિધાના સાધનો જેમ કે ફ્રીજ, એસી, માઇક્રોવેવ,લાઇટ, પંખા વગેરે વીજળીથી ચાલે છે. તમારો પ્યારો મિત્ર ગણાતો ફોન પણ ઇલેક્ટ્રીસિટી વગર ડેડ થઇ જાય છે. આવા સંજોગોમાં તમે બધા જ વીજળીથી ઘેરાયેલા છો. તેમાં કોઇ બેમત નથી કે આજના સમયમાં માણસ એક મિનિટ પણ વીજળી વગર રહી શકતો નથી.

ક્યારેક ક્યારેક વીજળીના ફાયદાની સાથે સાથે નુકશાન પણ હોય છે. ઘરમાં ફેલાયેલા વીજળીના તારમાં શોર્ટ સર્કિટ અને તેમાં લાગતી આગ તેનું સૌથી મોટુ ઉદાહરણ છે. ઘણી વખત આપણી બેદરકારીના પરિણામ આપણે ભોગવવા પડે છે. આ માટે થોડી સાવધાનીઓ રાખવી જોઇએ.

 ઘરમાં શોર્ટ સર્કિટનું કારણ બની શકે છે આ ભુલોઃ તમે પણ આટલુ ધ્યાન રાખો hum dekhenge news

શું હોય છે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ?

ઘરમાં વીજળીના ફ્લોના કેટલાય તારને અરસ પરસ જોડવામાં આવ્યા હોય છે, જે મેઇન ઇલેક્ટ્રિક કન્ટ્રોલ બોર્ડથી કરંટને તમામ સ્વિચ બોર્ડ સુધી પહોંચાડે છે. આવા સંજોગોમાં જ્યારે હાઇ પાવર ચાલનાર ડિવાઇસનો ઉપયોગ થાય છે ત્યારે વીજળીનો આ ફ્લો બગડવા લાગે છે. જેના લીધે તારમાં શોર્ટ સર્કિટ થાય છે.

 ઘરમાં શોર્ટ સર્કિટનું કારણ બની શકે છે આ ભુલોઃ તમે પણ આટલુ ધ્યાન રાખો hum dekhenge news

આ કારણોથી લાગે છે વીજળીના તારમાં આગ

  • કીડા કે ઉધાઇના લીધે વીજળીના તાર ડેમેજ થઇ શકે છે.
  • વીજળીના તારના સંપર્કમાં પાણી કે અન્ય કોઇ તરલ પદાર્થો આવે તો આમ થાય છે
  • ખુલ્લા તાર અરસપરસ ચોંટી જાય તો પણ આમ થઇ શકે છે.
  • તાર પર વીજળીનો ભાર વધવાથી પણ આમ થાય છે.

 ઘરમાં શોર્ટ સર્કિટનું કારણ બની શકે છે આ ભુલોઃ તમે પણ આટલુ ધ્યાન રાખો hum dekhenge news

આ ભુલોના લીધે ઘરમાં શોર્ટ સર્કિટ થાય છે

  • સોકેટમાં મલ્ટી પ્લગનો ઉપયોગ કરવો
  • વાયરિંગ માટે જુના તારનો ઉપયોગ કરવો
  • કપાયેલા અને ડેમેજ તારની અવગણના કરવી
  • જ્યાં પાણી આવતુ હોય તેવી જગ્યાએ સ્વિચ બોર્ડ લગાવવુ
  • એસી જેવા હાઇ પાવર ઇલેક્ટ્રિક ડિવાઇઝ માટે નોર્મલ સ્વિચ લગાવવી

શોર્ટ સર્કિટથી બચવા આ કરો ઉપાય

ઘરમાં શોર્ટ સર્કિટ થતા રોકવા માટે જરૂરી છે કે તમે હાઇ પાવરના ડિવાઇસ માટે અલગથી સ્વિચ બોર્ડ લગાવો. આ ઉપરાંત હંમેશા ઘરમાંથી નીકળતી વખતે તમામ સ્વીચને બંધ કરો અને પ્લગને સોકેટમાંથી કાઢીને જ નીકળો. આ ઉપરાંત ઘરમાં વાયરિંગ માટે ક્વોલિટી વાળા તારનો જ ઉપયોગ કરો. જો તે ડેમેજ થાય તો ઝડપથી બદલો.

આ પણ વાંચોઃ Surat : ‘ધ કેરલા સ્ટોરી’ની ટિકિટ બતાવો અને મફતમાં ચા પીવો, ચા વાળાની અનોખી ઓફર

Back to top button