નસોમાં કોલેસ્ટ્રોલ જામવાનું કારણ છે આ ભુલોઃ જાણો અને ન થવા દો
- શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે, ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ
- બેડ કોલેસ્ટ્રોલ ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે
- કોલેસ્ટ્રોલનું સ્તર વધવાના લીધે હાર્ટ એટેક કે સ્ટ્રોકનો ખતરો વધી જાય છે
આજકાલની વ્યસ્ત જીવનશૈલીમાં ખોટી ખાણીપીણીના કારણે અનેક લોકોએ કોલેસ્ટ્રોલની સમસ્યા સામે ઝઝુમવુ પડે છે કોલેસ્ટ્રોલ આપણા શરીરમાં રહેલો વેક્સ જેવો પદાર્થ છે. આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ મળી આવે છે. જેને ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલના નામે ઓળખવામાં આવે છે. ગુડ કોલેસ્ટ્રોલ આપણા શરીરના લોહીમાં જામતા ફેટને ઘટાડવામાં મદદ કરે છે અને આપણી ધમનીઓને સાફ રાખે છે, જેથી લોહીનો પ્રવાહ સરળ અને યોગ્ય રીતે વહી શકે. બેડ કોલેસ્ટ્રોલ ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે.
બેડ કોલેસ્ટ્રોલનું લેવલ જ્યારે શરીરમાં વધવા લાગે છે, ત્યારે તે ધમનીઓમાં જામવાનું શરૂ થઇ જાય છે. આ કારણે હાર્ટ સુધી જતા લોહીના પ્રવાહમાં રુકાવટ આવવા લાગે છે અને હાર્ટ એટેક, સ્ટ્રોકનો ખતરો અનેક ગણો વધી જાય છે. બેડ કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવા માટે હંમેશા લોકો અનેક પ્રકારની કોશિશો કરે છે, પરંતુ તે ઘટી શકતુ નથી. તેની પાછળ અનેક કારણ છુપાયેલા હોય છે. જેના વિશે જાણવુ તમારા માટે અત્યંત જરૂરી છે. જાણીએ તેના કારણો વિશે.
ડાયેટ્રી ફેટને ઘટાડવી
શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવાનો અર્થ છે કે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવુ અને ગુડ કોલેસ્ટ્રોલને વધારવુ. ઘણી વખત હાઇ કોલેસ્ટ્રોલના દર્દીઓ પોતાના ડાયેટથી ડાયેટ્રી ફાઇબરને ઘટાડી દે છે. આ કારણે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલની માત્રા વધવા લાગે છે. કોલેસ્ટ્રોલ લેવલને સામાન્ય રાખવા માટે જરૂરી છે કે તમે ટ્રાન્સ ફેટ વાળી વસ્તુઓનુ સેવન ઓછામાં ઓછુ કરો અથવા તો ન કરો. અખરોટ, બદામમાં રહેલી ફેટનું નિયમિત સેવન કરો. તે શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે.
દવાઓ ન ખાવી
કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવા માટે દવાઓની પણ મહત્ત્વની ભૂમિકા હોય છે. દવાઓ તમારી હેલ્થ માટે ખૂબ જરૂરી છે. તેથી તમે કોલેસ્ટ્રોલની દવાઓનું નિયમિત રીતે સેવન કરો. દવાઓ યોગ્ય સમયે ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર સામાન્ય રહેશે.
ડાયટ પ્લાન
શરીરમાં કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે તમારે એક યોગ્ય ડાયટ પ્લાન બનાવવો પડશે. રોજ તેને ફોલો કરવો પડશે. તમારા ડાયટ પ્લાનમાં હેલ્ધી ફેટ, શાકભાજી, સાબુત અનાજ અને નટ્સ સામેલ કરો. કોલેસ્ટ્રોલ લેવલને મેનેજ કરવા માટે તમારે તમારો ડાયટ પ્લાન વારંવાર બદલવાનો નથી.
સ્મોકિંગ અને દારુ ન છોડવા
જો તમે હાઇ કોલેસ્ટ્રોલના દર્દી છો તો દારુનુ સેવન ન કરો. જો તમે રોજ સ્મોકિંગ કરી રહ્યા હશો તો તમારુ કોલેસ્ટ્રોલ લેવલ ઘટવાના બદલે વધી જશે. જો તમને લાગતુ હોય કે માત્ર દવા ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ કન્ટ્રોલમાં રહેશે તો તે ખોટુ છે. કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે તમારે દારૂ અને સિગારેટથી દુર રહેવુ પડશે.
આ પણ વાંચોઃ સ્નાન કર્યા પછી તમે આ કામ કરતા હોય તો ચેતી જજો, થઈ શકે છે નુકશાન