ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

વારંવાર થતી શરદીથી પરેશાન છો, તો શિયાળામાં આ વસ્તુઓ તમારા શરીરને રાખશે ગરમ

Text To Speech

શિયાળાની ઋતુની શરુઆત થઈ ચૂકી છે અને વાતાવરણમાં ધીમે ધીમે ઠંડક પ્રસરી રહી છે, ત્યારે શિયાળામાં આપણને શરદી સતત રહેતી હોય છે, તેથી આપણા શરીરને ગરમ રાખવુ એ જરુરી બની જાય છે, અને શિયાળામાં શરીરને આ ગરમી મેળવવા માટે અમુક વસ્તુઓ આપણા રસોડામાંથી જ મળી રહેતી હોય છે, તો આજે અમે તમને જણાવીશું કે કઈ એવી વસ્તુઓ છે જેનો ઉપયોગ તમે તમારા શરીરને ગરમ રાખવા માટે કરી શકો છો. આપણાં રસોડામાં રહેલા અમુક મસાલાઓ એટલા ગરમ હોય છે કે જેનુ સેવન કરવાથી શરીરને આંતરિક ગરમી મળતી રહે છે. જે આ મુજબ છે.

આ પણ વાંચો : શું તમે પણ શિયાળામાં શરીરનો દુખાવો થાય છે ? તો અપનાવો આ ટિપ્સ

Winter Tips - Hum Dekhenge News
Winter Tips 

આદુ – આદુ એ આપણા શરીરને ગરમ રાખવામા ખૂબ મદદ કરે છે, આ સિવાય તે ખાંસી અને શરદી જેવા રોગો મટાડવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. આદુ એક એવો મસાલો છે જે દરેક ઘરમાં સરળતાથી મળી જાય છે. તમે તેને કાચું પણ ચાવી શકો છો કે પછી તેનો રસ પણ પી શકો છો. આદુ કડવું અને તીખું હોય છે માટે તેનો ટેસ્ટ બદલવા માટે તેમાં મીઠું મિક્સ કરીને ખાઈ શકાય છે. તેનાથી સૂકી ખાંસી તરત મટી જાય છે.

હળદર – હળદર એ એન્ટીબેક્ટીરિયલ મસાલો છે અને તે ગુણોથી ભરપૂર હોય છે. હળદરનું સેવન કરવાથી ગરમી મળે છે અને શરીરને ઘણો ફાયદો થાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે હળદર ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. હળદરમાં સારી માત્રામાં કર્ક્યુમિન હોય છે. જેના કારણે હળદરને ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ડાયાબિટીસમાં હળદરનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ ઘટાડવામાં મદદ મળે છે.

તજ – તજનું સેવન શિયાળામાં ઘણું ફાયદાકારક હોય છે. તજ એ તમારા મેટાબોલિઝમને જાળવવામાં મદદ કરે છે. તજથી શરીરમાં ગરમી પેદા થાય છે અને તેનાથી ઈમ્યુનિટી વધે છે. હળદરની સાથે તજ પણ બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.

ઉકાળો – ઠંડીમાં ઉકાળો એ શરીરને ગરમ રાખવામાં મુખ્ય ભાગ ભજવે છે. શિયાળામાં શરીરના સંરક્ષણ પ્રણાલી માટે ઉકાળાનું સેવન કરવું ફાયદાકારક નીવડે છે.

આમ, આપણાં ઘરમાં જ મળી રહેતા આ પદાર્થોથી શિયાળામાં આપણે શરીરની ગરમી મેળવી શકીયે છીએ.

Back to top button