આ વસ્તુઓમાં હોય છે ડેરી પ્રોડક્ટ્સ કરતા પણ વધુ કેલ્શિયમઃ Try It
કેલ્શિયમ આપણા શરીર માટે ખુબ જ જરૂરી માનવામાં આવે છે. તે હાડકા મજબુત બનાવવાની સાથે સાથે દાંતને પણ મજબુત બનાવે છે. તે હાર્ટ રિધમ અને મસલ્સ માટે પણ ઉપયોગી છે. શરીરમાં કેલ્શિયમની કમીના કારણે હાઇપોકેલ્સીમિયા નામની બીમારીનો સામનો કરવો પડે છે. આ બિમારીના લક્ષણો છે કન્ફ્યુઝન, માંસપેશીઓમાં ખેંચાણ, હાથ-પગ અને ચહેરો સુન્ન થઇ જાય છે. હાડકા નબળા પડે છે.
ડેરી પ્રોડક્ટ્સ જેમ કે દુધ, દહીં અને પનીરને કેલ્શિયમનો સારો સોર્સ માનવામાં આવે છે. આ ઉપરાંત ઇંડા, ચિકન, મટન અને માછલીનું સેવન કરવાતી શરીરમાં કેલ્શિમની કમીને પુરી કરી શકાય છે. શરીરમાં કેલ્શિયમની કમીથી હાડકાં નબળા પડવા લાગે છે. આ સમસ્યા વધતી ઉંમરના લોકોમાં વધુ જોવા મળે છે. ડેરી પ્રોડક્ટ્સને કેલ્શિયમનો એક સારો સોર્સ માનવામાં આવે છે. ઘણા લોકોને ડેરી પ્રોડક્ટ્સ પસંદ હોતી નથી અથવા તો તેનાથી એલર્જી થાય છે. તો ડેરી પ્રોડક્ટ્સના બદલે કેટલીક એવી વસ્તુઓનો તમે ઉપયોગ કરી શકો છો જેમાં ડેરી પ્રોડક્ટ્સની તુલનામાં વધુ કેલ્શિયમ મળી આવે છે.
સોયા મિલ્ક
જે લોકોને દુધ કે ડેરી પ્રોડક્ટ્સની એલર્જી હોય છે અથવા જે લોકો વીગન છે તેઓ સોયા કે બદામના દુધનું સેવન કરી શકે છે. તેમાં પણ ભરપુર માત્રામાં કેલ્શિયમ મળી આવે છે.
લીલા પાંદડાવાળા શાકભાજી
પાલક, કેળ, મેથી જેવી પાંદડાવાળી શાકભાજીમાં કેલ્શિયમની માત્રા વધુ મળી આવે છે. આ બધા શાકભાજી કેલ્શિયમને સારી રીતે શોષી લે છે. પાંદડાવાળી શાકભાજીમાં વિટામીન એ, વિટામીન કે, વિટામીન ઇ, વિટામીન સી, બીટા કેરાટીન, ફોલેટ, વિટામીન બી 1, બી 2, બી3, બી5, બી6 પ્રચુર માત્રામાં સામેલ હોય છે.
બીન્સ અને દાળ
જો તમારે ડેરી પ્રોડક્ટ્સ અને નોનવેજ ઉપરાંત કેલ્શિયમનો કોઇ સારો સ્ત્રોત જોઇતો હોય તો બીન્સ અને દાળ તમારા માટે બેસ્ટ છે. બીન્સ અને દાળમાં કેલ્શિયમ હોવાની સાથે સાથે પ્રોટીન અને ફાઇબરની પણ ઉચ્ચ માત્રા સામેલ છે.
ટોફુ
ટોફુમાં પણ કેલ્શિયમ ભરપુર માત્રામાં મળી આવે છે. 100 ગ્રામ ટોફુમાં 176 મિલીગ્રામ કેલ્શિયમ હાજર હોય છે. ટોફુને સોયાબીનમાંથી બનાવવામાં આવે છે. જે કારણે તેને વીગન લોકો પણ ખાઇ શકે છે. કેલ્શિયમ ઉપરાંત ટોફુ ફાઇબર, વિટામીન્સ અને મિનરલ્સ તેમજ પ્રોટીનનો પણ સારો સ્ત્રોત માનવામાં આવે છે.
નટ્સ
નટ્સને આરોગ્ય માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં કેલ્શિયમ ભરપુર માત્રામાં મળી આવે છે. બદામ અને બ્રાઝિલ નટ્સમાં કેલ્શિયમની માત્રા વધુ મળી આવે છે. આ ઉપરાંત તેમાં ફાઇબર અને હેલ્ધી ફેટ્સ તેમજ પ્રોટીન પણ હોય છે.
આ પણ વાંચોઃ બેડરૂમ અને કિચન સામસામે કેમ ન હોવા જોઇએ? જાણો શું થઇ શકે નુકશાન