લાઈફસ્ટાઈલહેલ્થ

સાવ સસ્તા આ ઘરેલૂ ઉપાયો ખરતા વાળને અટકાવશે

Text To Speech

વાળ ખરવા એ વાત આજકાલ નાના બાળકોથી લઈને મોટેરાંઓમાં સામાન્ય બની છે. હોર્મોનનું અસંતુલન, સ્કેલ્પમાં રહેતા ફંગસ, તણાવ, ઓટોઈમ્યૂન રોગ અને શરીરમાં પોષક તત્વોની ખામીના કારણે વાળનું ખરવું એ સામાન્ય બન્યું છે. એટલું નહીં ધૂળ-માટી, પરસેવો અને વધતા પ્રદૂષણના કારણે પણ અનેક મુશ્કેલીઓ જોવા મળે છે. એવામાં જો તમે વધઆરે સમય સુધી આ સમસ્યાને ઈગ્નોર કરો છો તો તમે ટાલિયાપણાનો શિકાર બની શકો છો.

અલોવેરા હેરપેકનો કરો ઉપાય

વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે તમારા વાળમાં એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. વાસ્તવમાં એલોવેરા જેલને વાળમાં લગાવવાથી માથાની ચામડીના ફંગલ ઈન્ફેક્શન ખતમ થઈ જાય છે અને તે વાળ માટે કન્ડિશનિંગ પણ કરે છે. જેના કારણે વાળનો ગ્રોથ સારો થાય છે અને વાળ ખરવાની સમસ્યાથી પણ છુટકારો મળે છે. જો તમે વાળ ખરવાની સમસ્યાને ઓછી કરવા માંગો છો તો અઠવાડિયામાં બેથી ત્રણ વખત તમારા વાળમાં એલોવેરા જેલનો ઉપયોગ કરો. તમે તેને હળવા ભીના વાળ પર લગાવો અને થોડા કલાકો સુધી વાળ અને માથાની ચામડી પર રાખો. પછી તેને સામાન્ય પાણીથી ધોઈ લો.

રોઝમેરી ઓઈલ પણ કરશે તમારી મદદ

રોઝમેરી તેલ વાળના વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે વાળ ખરતા અટકાવવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે રોઝમેરી તેલના થોડા ટીપાં આર્ગન તેલ અથવા જોજોબા તેલ સાથે મિક્સ કરો. હવે તેને તમારા વાળ અને માથાની ચામડી પર લગાવો. થોડા કલાકો પછી તમારા વાળ ધોઈ લો. અઠવાડિયામાં એકવાર આ તેલનો ઉપયોગ કરવાથી વાળ ખરવાની સમસ્યા ઓછી થાય છે.

ડુંગળીના રસનો હેરપેક

વાળ ખરતા અટકાવવામાં ડુંગળીનો રસ ખૂબ જ ફાયદાકારક છે. વાળના મૂળમાં ડુંગળીનો રસ લગાવવાથી સ્વયં પ્રતિરક્ષા સ્થિતિને નિયંત્રિત કરી શકાય છે, જે વાસ્તવમાં વાળ ખરવાનું મુખ્ય કારણ છે. ડુંગળીનો રસ વાળમાં લગાવવા માટે ડુંગળીને પીસીને તેનો રસ કપડા કે ચાળણીથી નીચોવી લો. હવે આ જ્યુસને તમારી સ્કેલ્પ પર લગાવો. અઠવાડિયામાં એકવાર ડુંગળીનો રસ વાળમાં લગાવવાથી વાળ ખરતા તરત જ ઓછા થઈ જાય છે.

Back to top button