આ ઘરેલૂ ઉપાયો શિયાળામાં આપશે ગ્લોઈંગ સ્કીન, રાતે કરી લો ટ્રાય


હાલમાં સીઝન સતત બદલાઈ રહી છે અને આ સમયે સ્કીન કેર ખૂબ જ જરૂરી છે. એવામાં લોકો સ્કીનની દેખરેખ કરી શકતા નથી. આ સાથે રાતે સૂતા પહેલા સ્કીનની યોગ્ય દેખરેખથી સ્કીન સારી રીતે રીપેર થાય છે અને ગ્લોઈંગ લૂક પણ આપે છે. એવામાં સ્કીનને સારી બનાવી રાખવા માટે કેટલીક ચીજોથી મસાજ કરી શકો છો. તે ફેસને ગ્લોઈંગ બનાવશે. તો જાણો તમે કઈ ઘરેલૂ વસ્તુઓને ટ્રાય કરી શકો છો. તો જરુર કરો શિયાળામાં સૂતા પહેલા આ ચીજથી ચહેરાની મસાજ.
નારિયેળ તેલ : નારિયેળ તેલ સ્કીનને માટે લાભદાયી રહે છે. નારિયેળનું તેલ સ્કીનને મોઈશ્ચરાઈઝ કરવા માટે સ્કીનને ગ્લોઈંગ બનાવવા માટે મદદ કરે છે. આ ચહેરા પર સમાજ કરવા માટે યોગ્ય છે. હાથ પર થોડું તેલ લો અને તેનાથી ચહેરા પર 5 મિનિટ મસાજ કરો, રોજ આમ કરવાથી સ્કીનના ડાઘ ધબ્બા ઘટશે અને ખાસ લૂક મળશે.
અલોવેરા : આ સ્કીનને માટે લાભદાયી રહેશે. ચહેરા પર તેને લગાવવાથી પિંપલ્સની સમસ્યા, ડાર્ક સર્કલ્સ અને કરચલીઓ દૂર થશે. અલોવેરાના હળવા હાથના મસાજથી સ્કીન પર અલગ જ ચમક આવશે.
મધ : મધ સ્કીન માટે ફાયદારૂપ હોય છે. આ ચહેરા પરની ગંદગીને હટાવીને ચહેરાને ગ્લોઈંગ બનાવવામાં મદદ કરે છે. તેને લગાવવા માટે એક વાટકીમાં મધ લો અને તેનું પાતળું લેયર ચહેરા પર લગાવો અને 30 મિનિટ બાદ સાદા પાણીથી ફેસ વોશ કરો. આમ કરવાથી સ્કીન ગ્લોઈંગ બનશે. નારિયેળ તેલ સ્કીનને મોઈશ્ચરાઈઝ કરશે, અલોવેરા પિંપલ, ડાર્ક સર્કલ અને કરચલીઓ કરશે દૂર : મધ સ્કીનની ગંદગી હટાવીને તેને ગ્લો આપશે