ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

ફેબ્રુઆરીમાં થતી પેટની તકલીફો માટે આ આદતો છે જવાબદાર

Text To Speech
  • ફેબ્રુઆરીમાં તમે ઉનાળા જેટલું પાણી પી શકતા નથી. આપણી પાણી પીવાની માત્રા હજુ ઓછી જ હોય છે. ઘણી વખત તો કલાકો સુધી પાણી પીવાનું ભૂલાઈ જતું હોય છે

ઠંડીની સીઝનમાં વ્યક્તિનું મેટાબોલિઝમ સારું હોય છે, પરંતુ ફેબ્રુઆરી મહિનો ઠંડી અને ગરમીનો ભેગો મહિનો કહી શકાય. આ કારણે તમે સમજી નથી શકતા કે શું કરવું જોઈએ? આ કારણે બ્લોટિંગ અને ગેસની સાથે સાથે અપચા જેવી સમસ્યાઓ પણ વધવા લાગે છે. ફેબ્રુઆરી મહિનામાં પેટની તકલીફો વધવા પાછળ નીચેના કારણો જવાબદાર છે.

ફેબ્રુઆરીમાં થતી પેટની તકલીફો માટે આ આદતો છે જવાબદાર hum dekhenge news

પાણીની કમી

ફેબ્રુઆરીમાં તમે ઉનાળા જેટલું પાણી પી શકતા નથી. આપણી પાણી પીવાની માત્રા હજુ ઓછી જ હોય છે. ઘણી વખત તો કલાકો સુધી પાણી પીવાનું ભૂલાઈ જતું હોય છે. પાણીની કમીના કારણે કબજિયાત જેવી તકલીફો થવા લાગે છે. પેટની તકલીફો વધવાનું આ પહેલું કારણ છે.

કેફીનની વધુ પડતી માત્રા

આપણે રાતે અને સવારે અનુભવાતી ઠંડીના કારણે ચા કે કોફીનું સેવન વધુ કરીએ છીએ તેથી કેફીનનું વધુને વધુ સેવન થાય છે. આ કેફીન ડિહાઈડ્રેશન માટે જવાબદાર છે. તેની અસર પાચનતંત્ર પર પડે છે. આ કારણે કબજિયાતની સમસ્યા થાય છે અને પાચન પણ નબળું પડે છે.

ફેબ્રુઆરીમાં થતી પેટની તકલીફો માટે આ આદતો છે જવાબદાર hum dekhenge news

ફાઈબરની ઓછી માત્રા

હજુ ગરમીની શરૂઆત થઈ હોતી નથી તેથી ગરમીના પાણી અને ફાઈબરથી ભરપૂર ફળો ખાઈ શકાતા નથી, વળી ઠંડી પણ ઓછી થઈ હોઈ આપણે ગરમાગરમ સૂપ પીવાનું પણ ટાળીએ છીએ. આ કારણે ડાઈજેશન બગડે છે. આપણે મીઠા અને ફેટી ફૂડ ખાવાલાગીએ છીએ. શરીરને ફાઈબર મળતું નથી અને તેથી પાચનતંત્ર મંદ પડે છે.

આઉટડોર એક્ટિવિટીમાં ઘટાડો

આ મહિનામાં શરીરમાં હજુ આળસ હોય છે. મન ઠંડી કે ગરમી બેમાંથી એકને પણ સ્વીકારી શકતું નથી અને તેથી આપણે આઉટડોર એક્ટિવીટી માટે જતા નથી. આપણને આ મહિના દરમિયાન થોડી વધુ આળસ આવે છે. બેઠાડું જીવન પેટની તકલીફો તરફ દોરે છે.

આ પણ વાંચોઃ આગ્રામાં ગંદકી વચ્ચે વર-કન્યાએ એકબીજાને હાર પહેરાવ્યા, જાણો કારણ

Back to top button