ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતની આ કંપનીઓ તેમની ઓફિસ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં સ્થળાંતરિત કરશે!

Text To Speech
  • ગિફ્ટ સિટીમાં વીજ કંપનીઓના સ્થળાંતરની યોજના જાહેર
  • જેટકોએ 45000 સ્કે.મી. જગ્યા લીઝમાં લેવા ટેન્ડર બહાર પાડયું
  • વીજ કંપનીમાં ફરજ બજાવતા એન્જિનિયરો – કર્મીઓમાં મિશ્ર પ્રત્યાઘાત પડયા

ગુજરાતની GUVNL અને તેની પેટા કંપનીઓ તેમની ઓફિસ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં સ્થળાંતરિત કરશે. વડામથકને વડોદરાથી ગાંધીનગરમાં સ્થળાંતરિત કરવા તજવીજ છે. જેટકોએ 45000 સ્કે.મી. જગ્યા લીઝમાં લેવા ટેન્ડર બહાર પાડયું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડી વધી, માઉન્ટ આબુ જતા પ્રવાસીઓ માટે ખાસ સમાચાર

ગિફ્ટ સિટીમાં 45000 સ્ક્વેર ફૂટ જગ્યા પાંચ વર્ષ માટે લિઝ પર લેવાનું ટેન્ડર બહાર પાડી દેવાયું

ગિફ્ટ સિટીમાં વીજ કંપનીઓના સ્થળાંતરની યોજના જાહેર છે. વડોદરામાં સ્થપાયેલા ગુજરાત વિદ્યુત બોર્ડ હાલમાં ગુજરાત ઊર્જા વિકાસ નિગમ અને તેને સંલગ્ન કંપનીઓને હવે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં સ્થળાંતરીત કરવાની યોજના છે. જીયુવીએનએલની પેટા કંપની ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન (જેટકો) દ્વારા ગિફ્ટ સિટીમાં 45000 સ્ક્વેર ફૂટ જગ્યા પાંચ વર્ષ માટે લિઝ પર લેવાનું ટેન્ડર બહાર પાડી દેવાયું છે.

ગિફ્ટ સિટીમાં વીજ કંપનીઓના સ્થળાંતરની યોજના જાહેર

ગુજરાત સરકારની વીજ કંપનીઓ ગિફ્ટ સિટીમાં સ્થળાંતરીત કરવા માટેની યોજનાના ભાગરૂપે જેટકો દ્વારા બહાર પાડવામાં આવેલા રિકવેસ્ટ ફોર પ્રપોઝલ -ટેન્ડર ની મુદત 4 જાન્યુઆરી 2024 રાખવામાં આવી છે. ગિફ્ટ સિટીમાં વીજ કંપનીઓના સ્થળાંતરની યોજના જાહેર થતાં વીજ કંપનીમાં ફરજ બજાવતા એન્જિનિયરો – કર્મીઓમાં મિશ્ર પ્રત્યાઘાત પડયા છે. વીજ કંપનીઓની કોર્પોરેટ ઓફિસના અધિકારી આગામી વર્ષોમાં વડોદરાના બદલે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાંથી ફરજ બજાવશે તેમ પણ બહાર આવ્યું છે. જેટકો દ્વારા મંગાવાયેલા બિડ પાંચ વર્ષના લીઝ માટે છે, ત્યાર બાદ તેને વધુ 3 વર્ષ લંબાવવાની જોગવાઇ છે. વીજ કંપનીના ડાયરેકટરો અને ચીફ એન્જિનિયરો, કંપની સેક્રેટરીઓ વગેરેને રાજ્યના ઊર્જા વિભાગ અને અન્ય સરકારી વિભાગોના સચિવો સાથે બેઠક માટે સપ્તાહમાં ક્યારેક ચાર દિવસ ગાંધીનગર જવું પડે છે.

Back to top button