ગંગાજળના આ ઉપાયો તમારા જીવનની અનેક સમસ્યાઓને દુર કરશે


સનાતન ધર્મમાં ગંગા નદીને માતાનો દરજ્જો પ્રાપ્ત થયો છે. ભારતની પવિત્ર નદીઓમાં મા ગંગા પણ સામેલ છે. માન્યતા અનુસાર ગંગા નદીમાં સ્નાન કરવાથી તમામ પાપ ધોવાઇ જાય છે. એવું કહેવાય છે કે ગંગા જળના સ્પર્શ માત્રથી વ્યક્તિને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ગંગા જળ એટલુ શક્તિશાળી છે કે તેનાથી પાપ નષ્ટ થતા હોવાનું કહેવાયુ છે. સનાતન ધર્મમાં ગંગા જળનું અત્યંત મહત્ત્વ છે. માન્યતા છે કે જે જગ્યાએ ગંગાજળ હોય છે, તે સ્થાન અને તેની આસપાસના ક્ષેત્રમાં સકારાત્મકતાનો વાસ હોય છએ. ગંગા જળના ઘણા એવા ઉપાય છે જે કરવાથી તમારા જીવનની મુશ્કેલીઓ દુર થાય છે.
ગંગા જળનો છંટકાવ
જો કોઇ વ્યક્તિના ઘરમાં કલેશભર્યો માહોલ રહેતો હોય તો પુજા બાદ ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઇએ. તેનાથી ઘરની નકારાત્મકતા દુર થશે અને સકારાત્મકતાનો માહોલ આવશે.
ગ્રહ દોષ દુર થશે
જે વ્યક્તિ ગ્રહ દોષથી પીડાતી હોય તેણે દર સોમવારે ભગવાન શિવની પુજા બાદ ગંગા જળનો અભિષેક કરવો જોઇએ. તેનાથી ગ્રહ દોષમાંથી મુક્તિ મળશે. શનિવારના દિવસે એક કળશમાં પાણી ભરી તેમાં થોડુ ગંગાજળ મિક્સ કરો. હવે તેને પીપળે ચઢાવો. તેનાથી ગ્રહ દોષથી ઉત્પન્ન પરેશાનીઓથી મુક્તિ મળશે.
ખરાબ નજરથી બચાવશે
ઘરમાં નાના બાળકોને કોઇની નજર લાગી ગઇ હોય તો બાળક પર ગંગા જળનો છંટકાવ કરો. આ ઉપાયથી નજર દોષ દુર થશે. આ ઉપરાંત સુતા પહેલા તમારી પથારી પર ગંગાજળનો છંટકાવ કરો. તેનાથી સારી ઉંઘ આવશે. ઉંઘ તુટશે નહીં અને ખરાબ સપના નહીં આવે.