અમદાવાદમાં આ ચાર TP સ્કીમને મંજૂરી આપવામાં આવી
- રાજ્યની બીજી સૌથી મોટી TPને લીલીઝંડી મળી
- આંબલીના 11 પ્લોટમાં 84 હેકટર એરિયા AMCને મળશે
- કુલ 326 જેટલા પ્લોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળશે
અમદાવાદમાં ચાર TP સ્કીમને મંજૂરી આપવામાં આવી છે. જેમાં AMCને વિકાસ માટે 326 પ્લોટ મળશે. તેમજ રાજ્યની બીજી સૌથી મોટી TP ઓગણજ-ભાડજને લીલીઝંડી મળી ગઇ છે. શહેરમાં ગાર્ડન, EWS મકાનો, સ્કૂલ, પ્લેગ્રાઉન્ડ, સહિત ડેવલપમેન્ટ કરાશે. તથા આંબલીના 11 પ્લોટમાં 84 હેકટર એરિયા AMCને મળશે.
આ પણ વાંચો: બિપોરજોય વાવાઝોડાના ભણકારા વચ્ચે અમદાવાદના ફાયર સ્ટેશનોમાં વિજિલન્સની તપાસ
ટીપી સ્કીમ મંજૂરી આપતા કુલ 326 જેટલા પ્લોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળશે
અમદાવાદમાં AMCની ટાઉન પ્લાનિંગ કમિટીમાં ઓગણજ- ભાડજ, આંબલી, પીપળજ અને શાહવાડી-બહેરામપુરાની ટીપી સ્કીમ મંજૂરી આપતા કુલ 326 જેટલા પ્લોટ વિવિધ હેતુ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનને મળશે. ગુજરાતની સૌથી મોટી બીજા નંબરની TP સ્કીમ ઓગણજ-ભાડજ સહિત કુલ ચાર TP સ્કીમ મંજૂર કરીને રાજ્ય સરકારમાં આખરી મંજૂરી માટે મોકલી આપવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદ: બિપરજોય વાવાઝોડા માટે AMC તંત્ર સજ્જ, જાણો કેવી છે તૈયારી
આંબલીના 11 પ્લોટમાં 84 હેકટર એરિયા AMCને મળશે
TP કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, AMCને 4 ટી.પી. સ્કીમમાં પ્લોટ ગાર્ડન, EWS મકાનો, સ્કૂલ, પ્લેગ્રાઉન્ડ વગેરે માટે 326 પ્લોટ મળશે. ઓગણજ-ભાડજ ટીપી સ્કીમ- 221ને મંજૂરી આપવામાં આવી છે. 800 હેકટર જમીનને મંજૂરી આપવામાં આવતા કુલ 208 જેટલા પ્લોટ વિવિધ હેતુ માટે મળશે. ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવતી શાહવાડી બહેરામપુરા વિસ્તારની ટીપી સ્કીમ 155-ય્ને પણ મંજૂરી આપવામાં આવી છે. જેમાં 288 હેકટર અને 82 પ્લોટ મળશે. પીપળજના 25 પ્લોટમાં 55 હેકટર, શાહવાડી-બહેરામપુરા 82 પ્લોટ 288 હેકટર( ઇન્ડસ્ટ્રીઝ ઝોન), ઓગણજ- ભાડજ 208 પ્લોટમાં 800 હેકટર અને આંબલીના 11 પ્લોટમાં 84 હેકટર એરિયા AMCને મળશે.