ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

આ ચાર નાની લાગતી આદતો વધારી શકે છે ડાયાબિટીસઃ તાત્કાલિક કરો બંધ

Text To Speech
  • કેટલીક આદતો તમારુ બ્લડ શુગર વધારી શકે છે
  • રિફાઇન્ડ કાર્બ્સ બ્લડ શુગરને ઝડપથી વધારે છે
  • સવારનો નાસ્તો કોઇ પણ સંજોગોમાં ન છોડો

ડાયાબિટીસ આજના સમયની સૌથી મોટી સમસ્યા છે. આ એક લાઇફસ્ટાઇલ ડીસીઝ છે. આસપાસમાં નજર કરશો તો એકાદ વ્યક્તિ તો મળી જ રહેશે જે બ્લડ શુગર (ડાયાબિટીસ)ની બીમારીથી પીડાતી હોય. વધતી ઉંમર અને ફેમિલી હિસ્ટ્રીના કારણે આ બીમારી વધવાની શક્યતાઓ છે. ખાણીપીણી અને લાઇફસ્ટાઇલની ખોટી આદતો પણ આ બીમારી વધવા માટે જવાબદાર છે. તમારી એવી નાની નાની આદતો બ્લડ શુગરને વધારી શકે છે.

આ વસ્તુઓ કરો અવોઇડ

આ ચાર નાની લાગતી આદતો વધારી શકે છે ડાયાબિટીસઃ તાત્કાલિક કરો બંધ hum dekhenge news

વ્હાઇટ બ્રેડ છોડો

મોટાભાગે ભારતીયો નાસ્તામાં વ્હાઇટ બ્રેડનું સેવન કરે છે. રિફાઇન્ડ કાર્બ્સ બ્લડ શુગરને ઝડપથી વધારે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે તે હાનિકારક હોઇ શકે છે. જો તમને પણ નાસ્તામાં વ્હાઇટ બ્રેડ ખાવાની આદત હોય તો તાત્કાલિક બદલો. બિસ્કીટ, પાસ્તા, મીઠાઇ, કેક, પેસ્ટ્રી, સફેદ ભાત અને એનર્જી ડ્રિંકમાં પણ રિફાઇન્ડ શુગર હોઇ શકે છે.

બ્રેકફાસ્ટ છોડવાની આદત હોઇ શકે છે ખતરનાક

જો તમને ડાયાબિટીસ હોય તો તમારે ખાણીપીણી સાથે તેના સમય પર પણ ધ્યાન આપવુ પડશે. આ બીમારીમાં લોકોને લાંબા સમય સુધી ખાલી પેટ ન રહેવાની સલાહ આપવામાં આવે છે. આ લોકો માટે સવારનો નાસ્તો કરવો ખૂબ જરૂરી હોય છે. જે લોકો સવારે નાસ્તો કરતા નથી તેમને આ બીમારી થવાનો ખતરો વધુ રહે છે. રાતથી સવાર સુધીના 8થી 10 કલાક સુધી સવારે કશુ ન ખાવાની આદત બ્લડ શુગર લેવલ વધારી શકે છે.

આ ચાર નાની લાગતી આદતો વધારી શકે છે ડાયાબિટીસઃ તાત્કાલિક કરો બંધ hum dekhenge news

સતત બેસી રહેવુ છે ખતરનાક

ડાયાબિટીસના દર્દીઓ માટે શારીરિક પ્રવૃત્તિઓ ખૂબ જરૂરી છે. તેથી ઘરમાં કે ઓફિસમાં સતત બેસી રહેવાની આદત તમારા માટે મોટી સમસ્યા ઉભી કરી શકે છે. જે લોકો ફિઝિકલ એક્ટિવીટી કરતા નથી તેમને ટાઇપ 2 ડાયાબિટીસ થવાનો ખતરો 31 ટકા વધી જાય છે.

 

એકલતા પણ હોય છે હાનિકારક

કોરોના મહામારીના લગભગ એક વર્ષ બાદ અમેરિકામાં થયેલા અભ્યાસમાં એ વાત સામે આવી છે કે લાંબા સમય સુધી એકલતા પણ ટાઇપ 2 ડાયાબિટીસનો ખતરો વધારી શકે છે. જે લોકો એકલા રહે છે. અન્ય લોકોને વધુ મળતા નથી. તેમનામાં ટાઇપ ટુ ડાયાબિટીસ વિકસવાનું જોખમ વધુ હોય છે.

આ પણ વાંચોઃ એક આદત જે બાળકોની લાઇફને સરળ બનાવશેઃ દરેક સમસ્યા ઉકેલશે

Back to top button