ફૂડહેલ્થ

આ ચાર ફૂડ શરીરને અંદરથી રાખે છે ગરમ, શિયાળામાં જરૂર કરો સેવન

ગરમ તાસીર વાળા આ ફળ અને શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને તેમને શિયાળામાં પોતાની ડાયેટમાં શામેલ કરવા જોઈએ. શિયાળાની ઋતુમાં લોકો હાડ થીજાવતી ઠંડીથી બચવા માટે ગરમ કપડાનો સહારો લે છે. પરંતુ શું તમે જાણો છો કે આ ઠંડીની ઋતુમાં ફક્ત ગરમ કપડાં પહેરવા પુરતા નથી પરંતુ અમુક ગરમ વસ્તુઓનું સેવન કરવું પણ ખૂબ જ જરૂરી છે. હકીકતે શિયાળાની ઋતુમાં બોડીને ગરમ રાખવા માટે ગરમ તાસીર વાળા અલગ અલગ પ્રકારના ડ્રાઈફૂટ અને વસ્તુઓ ખાવી જોઈએ. તેના માટે તમે ગરમ તાસીર વાળા ફળ અને શાકભાજીનું સેવન પણ કરી શકો છો.

ખજૂરનું સેવન : ખજૂરની તાસીર ખૂબ જ ગરમ હોય છે. સાથે જ તેમાં ઘણા બધા પોષક તત્વો પણ હોય છે. જે તમારી બોડીને ગરમી આપે છે સાથે જ હાડકાને પણ મજબૂતી આપે છે અને લોહીની ઉણપને પુરી કરવામાં પણ મદદ કરે છે. તેનું સેવન ઈમ્યુનિટી પણ બુસ્ટ કરે છે.

આદુનું સેવન : આમ તો શિયાળામાં આદુનો ઉપયોગ મોટાભાગના ઘરોમાં ચા અને ઉકાળામાં થાય છે. પરંતુ તેનો ઉપયોગ શાકભાજી, સલાડ, દૂધ જેવી વસ્તુઓમાં પણ કરવાથી શરીરને ગરમી મળે છે. આદુમાં એન્ટી-ઓક્સીડન્ટ અને ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે જે તમારા શરીરને ન ફક્ત ગરમી આપે છે પરંતુ ઘણા બીજા પણ ફાયદા આપે છે.

લસણનું સેવન : લસણની તાસીર ખૂબ જ ગરમ હોય છે. માટે શિયાળામાં બોડીને ગરમ રાખવામાં મદદ કરે છે. તમે લસણની કળીઓને કાપીને ડાયેટમાં શામેલ કરી શકો છો આ શરીરને ગરમ રાખવાની સાથે તમારા બ્લડ સર્ક્યુલેશનને સારુ કરે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.

આખા લાલ મરચાંનું સેવન : આખા લાલ મરચા ખૂબ જ ગરમ હોય છે. માટે શિયાળામાં તમારી બોડીને ગરમ રાખવામાં મદદ કરે છે. કારણ કે તેમાં પોટેશિયમ અને મેગનીઝ જેવા તમામ પોષક તત્વો હોય છે. જે સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદો પહોંચાડે છે. તેની સાથે જ બ્લડ ક્લોટિંગ થવાથી પણ રોકે છે.

શિયાળામાં આ પાંચ ફળોનું કરો સેવન, શરીર રહેશે એ વન

જામફળ: જામફળ આ ફળોમાંનું એક છે. શિયાળાની ઋતુમાં જામફળ પુષ્કળ પ્રમાણમાં મળે છે. તે વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટોનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. તે શરીરને ઘણા પ્રકારના ચેપથી બચાવવામાં પણ મદદ કરે છે.

સંતરા: શિયાળાની ઋતુમાં બજારમાં સંતરા મોટા પાયે છે. તે વિટામિન સી અને કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે. તે શરીરને અનેક પ્રકારના ચેપથી બચાવવામાં મદદ કરે છે. ઉપરાંત રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં પણ મદદ કરે છે.

દાડમ: શિયાળાની ઋતુમાં દાડમનું વધુ પ્રમાણમાં સેવન કરવું જોઈએ. તે શિયાળામાં લોહીને પાતળું કરીને બ્લડપ્રેશરને ઠીક કરવામાં મદદ કરે છે. ઉપરાંત હૃદયને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.

કેળા: ઠંડીની ઋતુમાં કેળાનું પણ ખૂબ સેવન કરવું જોઈએ. તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને પાચનતંત્રને ઠીક રાખવામાં પણ મદદ કરે છે.

Back to top button