ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

લિવરને કુદરતી રીતે ડિટોક્સ કરી દેશે આ ફૂડ્સ, ડાયટમાં ખાસ લો

  • અનહેલ્ધી ફૂડ અને આલ્કોહોલના સેવનથી લિવર ખરાબ થાય છે. લિવર ખરાબ થતા શરીરમાં નાના નાના લક્ષણો દેખાવા લાગે છે. લિવરને સ્વસ્થ રાખવા ડાયટમાં કેટલીક વસ્તુઓ ખાસ સામેલ કરવી જોઈએ.

અમદાવાદઃ શરીરમાં જમવાનું પચાવવામાં લિવરનું ખાસ યોગદાન હોય છે, પરંતુ ઘણી વખત આપણે હાઈ ફેટ મેદો અને પ્રોસેસ્ડ ફૂડ ખાઈએ છીએ, જે લિવરના ફંકશન પર ખરાબ અસર કરે છે. આ કારણે લિવર યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દે છે. લિવર ખરાબ થાય ત્યારે તાવ, ઉલટી, ગભરામણ, જમવાનું યોગ્ય રીતે ન પચવુ જેવા લક્ષણો દેખાવા લાગે છે. તમારા શરીરમાં અનેક પરેશાનીઓ ઉભી થવાનું કારણ પણ લિવર ખરાબ થયુ હોય તે હોઈ શકે છે. તમે એવા કેટલાક ફૂડ ખોરાકમાં સામેલ કરો, જે લિવરની ગંદકીને કુદરતી રીતે બહાર કાઢશે.

લિવરને કુદરતી રીતે ડિટોક્સ કરી દેશે આ ફૂડ્સ, ડાયટમાં ખાસ લો hum dekhenge news

 

લસણ

લસણમાં એન્ટીઓક્સિડન્ટની માત્રા વધુ હોય છે. તેમાનું એક છે એલિસિન. તે લિવરને ઓક્સિડેટીવ ડેમેજથી બચાવવામાં મદદ કરે છે. હની એલિસિન એન્ટિઓક્સિડન્ટ લિવરને બચાવનાર એન્ઝાઈમને વધુમાં વધુ પ્રોડ્યુસ કરવામાં મદદ કરે છે. તે લિવરને ડિટોક્સ કરીને તેની હેલ્થ સુધારે છે.

લિવરને કુદરતી રીતે ડિટોક્સ કરી દેશે આ ફૂડ્સ, ડાયટમાં ખાસ લો hum dekhenge news

ગ્રીન ટી

ગ્રીન ટીને મોટાભાગના લોકો મેદસ્વીતા, બેલી ફેટ ઘટાડવા માટે પીવે છે કેમકે ગ્રીન ટી મેટાબોલિઝમ સિસ્ટમને યોગ્ય કરે છે. તે લિવરની હેલ્થ માટે ફાયદાકારક છે. દરરોજ બે કપ ગ્રીન ટીનું સેવન લિવરની હેલ્થને પણ યોગ્ય રાખે છે. જે લોકોને નોન આલ્કોહોલિક ફેટી લિવરની સમસ્યા છે તેણે રોજ ગ્રીન ટી પીવી જોઈએ, પરંતુ ગ્રીન ટીના માત્રા બે કપથી વધુ ન હોવી જોઈએ.

લિવરને કુદરતી રીતે ડિટોક્સ કરી દેશે આ ફૂડ્સ, ડાયટમાં ખાસ લો hum dekhenge news

હળદર

હળદરને તો ગુણોનો ખજાનો કહેવાય છે. તેને રોજ કોઈને કોઈ વિકલ્પના રૂપમાં ખાવી જોઈએ. હળદરમાં રહેલુ કરક્યૂમિન એક બાયોએક્ટિવ કમ્પાઉન્ડ છે, જે લિવરને ખરાબ થવાથી બચાવે છે. હળદર ઇન્સુલિન સેન્સિટીવિટી અને લિપિડ મેટાબોલિઝમને વધારે છે. તેનાથી શરીરને હેલ્ધી રહેવામાં મદદ મળે છે.

લિવરને કુદરતી રીતે ડિટોક્સ કરી દેશે આ ફૂડ્સ, ડાયટમાં ખાસ લો hum dekhenge news

બીટ

જો તમને લિવર ખરાબ થવાના સંકેત શરીરમાં દેખાઈ રહ્યા હોય તો તેને ડિટોક્સ કરવા માટે રોજ બીટને આહારમાં સામેલ કરી દો. તે ખાવાથી ટોક્સિન્સ શરીરમાંથી બહાર નીકળશે. બીટ લિવરને ડેમેજ થતા પણ રોકશે.

લિવરને કુદરતી રીતે ડિટોક્સ કરી દેશે આ ફૂડ્સ, ડાયટમાં ખાસ લો hum dekhenge news

બ્રોકલી

લિવરને ડિટોક્સ કરવું હોય તો ડાયટમાં બ્રોકલીને જરૂર સામેલ કરો. બ્રોકલીને બિલકુલ કાચી ખાવાના બદલે તેને સહેજ પકવો. તેનાથી લિવર ડિટોક્સ થવાની સાથે ફેટી લિવર અને ટ્યૂમર જેવી સમસ્યાઓથી પણ બચી શકાશે.

આ પણ વાંચોઃ ક્યારે છે દેવઉઠી એકાદશી? હિંદુ ધર્મમાં શું છે મહત્ત્વ?

Back to top button