કેળા, ટામેટા અને પાલક સહિત આ ફુડ્સ High Blood Pressureને કરશે કન્ટ્રોલ
- વધુ પોટેશિયમ વાળુ ફુડ ખાવાથી હાઇબ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરી શકાશે
- હેલ્ધી ડાયેટ લો અને નિયમિત કસરત કરતા રહો એ ખુબ જરૂરી
High Blood Pressureને મેનેજ કરવાનું કામ ખુબ જ મુશ્કેલ છે. હાઇ બ્લડ પ્રશર કે હાઇપર ટેન્શનના કારણે છાતીમાં દુખાવો, ચક્કર આવવા કે માથાનો દુખાવો જેવી ઘણી તકલીફો થાય છે. ક્યારેક High Blood Pressureની ગંભીર તકલીફ થાય તો હ્રદયરોગનો હુમલો પણ આવી શકે છે. હાઇ બ્લડ પ્રેશર કે હાઇપર ટેન્શન આજની લાઇફસ્ટાઇલનો એક ભાગ બની ગયા છે. હાઇબ્લડજ પ્રેશરના મેન્જમેન્ટમાં ડાયેટની મોટી ભુમિકા છે. હેલ્થ નિષ્ણાતો કહે છે કે પોટેશિયમ-હાઇ ફુડ આઇટમ્સ ખાવાથી બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરવામાં મદદ મળશે.
હેલ્ધી ડાયેટ
હાઇબ્લડ પ્રેશરના રોગીઓ પાસે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ મીઠાનું સેવન ઓછું કરે. બહારના પ્રોસેસ્ડ ફુડ અને જંકફુડ ન ખાય. સવાર-સાંજ હેલ્ધી ડાયેટ જ લે. સવારના નાસ્તાની શરૂઆત પણ હેલ્ધી બ્રેકફાસ્ટથી જ કરે.
વજન ઘટાડવુ
શરીરનું વજન ઘટાડવાથી ચમાકુ બ્લડ પ્રેશર ઘટી શકે છે. રોજ રેઝિસ્ટન્ટ ડાયેટની જાળમાં ન પડો, તેના બદલે સારી આદતો પાડો. જમવાની એવી આદતો પાડો જે તમે લાઇફટાઇમ ફોલો કરી શકો.
કસરત કરતા રહો
તમે વોકિંગ, જોગિંગ, યોગા , એરોબિક્સ કે અન્ય કોઇ પણ પ્રકારની કસરત કરી શકો છો. તમે જેમ જેમ કસરત કે કોઇપણ પ્રકારની શારિરીક ગતિવિધિ વધારવાનું શરૂ કરશો અને તરત જ તમારા બ્લડપ્રેશરમાં મહત્ત્વપુર્ણ બદલાવ દેખાશે.
પોટેશિયમયુક્ત ખોરાકનું સેવન વધારો
ડ્રાયફ્રુટ્સ તેમાં પણ ખાસ કરીને દ્રાક્ષ અને અખરોટ, પાલક, બ્રોકોલી, બીન્સ, લેન્ટિલની ભાજી, અવોકાડો, કોકોનટ વોટર, ટોમેટો, સોયા મિલ્ક એન્ડ આલમન્ડ મિલ્ક, ઓરેન્જ અને ઓરેન્જ જ્યુસ, કાજુ, યોગર્ટ જેવી વસ્તુઓ પોટેશિયમ રિચ ફુડ છે.
આ પણ વાંચોઃ IITના સ્ટુડન્ટ્સે સેલરીના તમામ રેકોર્ડ તોડ્યા, જુઓ આટલા કરોડનું પેકેજ થયું ઓફર