T-20 વર્લ્ડ કપમાં આ પાંચ સૌથી ઉંમરલાયક ખેલાડીઓ યુવા ખેલાડીઓને પણ શરમાવશે, જેમાં એક ભારતીય ખેલાડીનો પણ સમાવેશ
T20 વર્લ્ડ કપ શરુ થવામાં માત્ર છ જ દિવસ બાકી છે. જેમ-જેમ દિવસ નજીક આવી રહ્યા છે. તેમ તેમ ફેન્સમાં મેચને લઈને ઉત્સાહ પણ વધી રહ્યો છે. ક્રિકેટના આ મહાકુંભમાં દરેક દેશોએ પોતાની ટીમોની પસંદગી કરી લીધી છે. ત્યારે ઘણી ટીમોએ તો ઓસ્ટ્રેલીયા જઈને તૈયારીઓ પણ શરુ કરી દીધી છે.
ક્રિકેટ હોય કે અન્ય કોઈ રમત, દરેક જગ્યાએ અનુભવ ખેલાડીઓ જોવા મળશે. તેમજ દરેક ટીમ અમુક ખેલાડીઓની ઉમરને નજરઅંદાજ કરીને તેના અનુભવને જોવે છે. તેવી જ રીતે આ વર્ષે T20 વર્લ્ડ કપ 2022માં આવા જ કેટલાક ખેલાડીઓ રમતા જોવા મળશે.
1. દિનેશ કાર્તિક
આ લીસ્ટમાં સોથી પહેલું નામ દિનેશ કાર્તિકનું છે. 37 વર્ષીય દિનેશ કાર્તિકખુબ સારો બલ્લ્બાજ અને વિકેટકીપર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દિનેશ કાર્તિકનું પ્રદશન જોઈએ તો તે તેની ઉંમરથી વિશેષ છે. IPL2022 માં સારો દેખાવ કરીને ટીમ ઇન્ડીયામાં વાપસી કરનાર દિનેશ હાલ ફિનીશર તરીકે ટીમમાં ભૂમિકા ભજવી રહ્યા છે. કાર્તિકે અત્યાર સુધીમાં ટીમ ઇન્ડીયામાં 26 ટેસ્ટ મેચ, 94 વનડે અને 56 T20 ઇન્ટરનેશનલ મેચ રમ્યો છે. T20માં સોથી વધું સ્ટ્રાઈક રેટ 146 દિનેશ કાર્તિકના નામે છે.
2. મોહમ્મદ નબી
અફઘાનિસ્તાનના વર્તમાન કેપ્ટન મોહમ્મદ નબી આ યાદીમાં સૌથી વૃદ્ધ ખેલાડી છે. 37 વર્ષીય નબી તાજેતરમાં રમાયેલા એશિયા કપ 2022માં પણ ટીમની કમાન સંભાળતો જોવા મળ્યો હતો. હવે ફરી એકવાર તેના અનુભવને જોતા તેને ટીમની કેપ્ટનશીપ આપવામાં આવી છે. તેણે પોતાની ટીમ માટે અત્યાર સુધીમાં કુલ 3 ટેસ્ટ, 133 ODI અને 101 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.
આ પણ વાંચો : “હેપ્પી બર્થ ડે બીગ બી”
3.ડેવિડ વોર્નર
ડાબોડી ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નર તેની ઝડપી બેટિંગ માટે જાણીતો છે.36 વર્ષીય વોર્નર, જ્યારે મેદાન પર ઉતરે છે ત્યારે તે તેની ઉંમર ભૂલી જાય છે. વોર્નરે ઓસ્ટ્રેલિયા માટે અત્યાર સુધી કુલ 96 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 46.53ની એવરેજથી 7817 રન બનાવ્યા છે. આ સાથે જ તેણે 138 વનડે રમીને 44.27ની એવરેજથી 5799 રન બનાવ્યા છે. આ સિવાય 94 T20 ઈન્ટરનેશનલ મેચ રમીને તેણે 142.59ના સ્ટ્રાઈક રેટથી 2846 રન બનાવ્યા છે.
4. માર્ટિન ગુપ્ટિલ
ન્યુઝીલેન્ડનો ધમાકેદાર બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલ જ્યારે પણ મેદાનમાં આવે છે ત્યારે અલગ જ રંગમાં દેખાય છે. તેની બેટિંગ શૈલી તેની ઉંમરને યોગ્ય ઠેરવતી નથી. 36 વર્ષીય ગુપ્ટિલ લાંબી સિક્સર મારવામાં માહેર છે. ગુપ્ટિલે ન્યૂઝીલેન્ડ માટે અત્યાર સુધીમાં 47 ટેસ્ટ મેચ, 198 વનડે અને 121 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. ગુપ્ટિલે અત્યાર સુધી T20 ઈન્ટરનેશનલમાં કુલ બે સદી ફટકારી છે. તે જ સમયે, 121 T20I માં, તેણે 172 છગ્ગા ફટકાર્યા છે.