ટ્રાવેલટ્રેન્ડિંગ

સોલો ટ્રાવેલિંગમાં આ પાંચ ભૂલો પડી શકે છે ભારે, નહીં કરી શકો એન્જોય

  • પહેલી વખત સોલો ટ્રાવેલિંગ કરવા જઈ રહ્યા હો તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. સોલો ટ્રાવેલિંગમાં કરાયેલી નાની નાની ભૂલો ભારે પડી શકે છે અને સફરની મજા બગાડી શકે છે

દરેક જગ્યાએ ફરીને નવી વસ્તુઓ જોવાનો ઘણા લોકોને શોખ હોય છે અને ઘણા લોકો પોતાની બેગ ઉઠાવીને એકલા ફરવા પણ નીકળી પડે છે અને ખાટા મીઠા અનુભવોને શેર કરે છે. સોલો ટ્રાવેલિંગનું ચલણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, ઘણા લોકો સોલો ટ્રાવેલિંગ કરવાની ઈચ્છા રાખે છે અને આ શોખના કારણે અનેક વખત કોઈ પણ તૈયારી વગર ફરવા નીકળી પડે છે. પહેલી વખત સોલો ટ્રાવેલિંગ કરવા જઈ રહ્યા હો તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. સોલો ટ્રાવેલિંગમાં કરાયેલી નાની નાની ભૂલો ભારે પડી શકે છે અને સફરની મજા બગાડી શકે છે.

સોલો ટ્રાવેલિંગમાં ન કરશો આ ભૂલો

સોલો ટ્રાવેલિંગમાં આ પાંચ ભૂલો પડી શકે છે ભારે, નહીં કરી શકો એન્જોય hum dekhenge news

પ્લાન વગર જવું

કોઈ પણ યોજના વગર કરાયેલી યાત્રા ખતરનાક હોઈ શકે છે. તમારી યાત્રા અંગે પહેલા રિસર્ચ કરો, રહેવાની વ્યવસ્થા અને દર્શન કરવા જવાનો હો તો તે સ્થળોની યાત્રાની યોજના બનાવો. અનિવાર્ય પરિસ્થિતિનો બેકઅપ પ્લાન પણ રાખો.

સુરક્ષાની અવગણના કરવી

જો તમે એકલા યાત્રા કરી રહ્યા હો તો તમારી સુરક્ષા પ્રત્યે સચેત રહેવું મહત્ત્વનું છે. અજનબી લોકોથી સાવધાન રહો. રાતે એકલા ફરવાથી બચો, તમારા સામાન પર નજર રાખો. ઈમરજન્સી કોન્ટેક્ટને તમારી પાસે રાખો. કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિઓ અંગે તાત્કાલિક અધિકારીઓને જાણ કરો.

બજેટ કરતા વધુ ખર્ચ કરવો

સોલો ટ્રાવેલિંગ મોંઘુ હોઈ શકે છે. ખાસ કરીને જો તમે એકલા ખર્ચ ભોગવી રહ્યા હો. તમારી યાત્રા માટે એક બજેટ બનાવો અને તેને વળગી રહો. સસ્તા સ્ટે, ભોજન અને ટ્રાન્સપોર્ટના વિકલ્પો પર રિસર્ચ કરો.

સ્થાનિક લોકો સાથે વાતચીત ન કરવી

સ્થાનિક લોકો સાથે વાતચીત કરવાથી તમને નવો દ્રષ્ટિકોણ મળી શકે છે, જે તમારી યાત્રાને વધુ યાદગાર બનાવી શકે છે. નવા લોકોને મળવું, તેમની સંસ્કૃતિ અંગે જાણવું અને તેમની સલાહ લેવાથી ન ડરો.

એકલતાથી ડરવું

સોલો ટ્રિપ કરી રહ્યા હો તો એકલતા લાગે તે પણ સ્વાભાવિક છે, તેની સામે લડવા માટે ખુદને વ્યસ્ત રાખવાની રીતો શોધો. જેમકે પુસ્તકો વાંચવા, સંગીત સાંભળવું અથવા નવી જગ્યાઓની શોધ કરવી. તમે અન્ય મુસાફરોને મળી શકો છો અને સ્થાનિક ગતિવિધિઓમાં ભાગ લઈ શકો છો.

આ પણ વાંચોઃ સમર વેકેશનમાં કરો જંગલ સફારીની ટ્રીપ, આ બાબતોનું રાખજો ધ્યાન

Back to top button