ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

ગરમીમાં હીટ સ્ટ્રોકથી બચાવશે આ પાંચ જડીબુટ્ટીઓ, શરીરની એનર્જી પણ કરશે બૂસ્ટ

  • હીટ સ્ટ્રોકથી બચવા લોકો વિવિધ ઉપાયો કરે છે, પરંતુ તમારી હેલ્ધી ડાયેટની આદતો તમને આ સમસ્યાથી બચાવી શકે છે. તેથી, ઉનાળામાં, કેટલીક વસ્તુઓનું અવશ્ય સેવન કરો.

સખત ગરમીના કારણે આજકાલ લોકો પરેશાન થઈ રહ્યા છે. બપોરના તડકામાં બહાર નીકળવું એટલે લોઢાના ચણા ચાવવા સમાન અનુભવ છે. છતાં જે લોકોને કામકાજ અર્થે બહાર નીકળવું જ પડતું હોય તેની પાસે બીજો કોઈ રસ્તો નથી. સખત ગરમીના કારણે પરસેવો પણ થાય છે અને સ્કિન સાથે જોડાયેલી બીમારીઓ પણ પીછો છોડતી નથી. સાથે સાથે ગરમીના કારણે થાક પણ વધુ લાગે છે અને હીટ સ્ટ્રોકનો ખતરો પણ સખત રહે છે. હીટ સ્ટ્રોકથી બચવા કેટલાક ઉપાયો જરૂરી થઈ પડે છે.

હીટ સ્ટ્રોકનો ખતરો ત્યારે વધુ રહે છે જ્યારે લાંબા સમય સુધી ગરમીના સંપર્કમાં રહેવાથી શરીરનું તાપમાન 104 ફેરેનહીટ કે તેથી વધુ થઈ જાય છે. આવી સ્થિતિમાં તાવ, પરસેવો ન થવો, ઊલટી જેવી તકલીફો થાય છે અને ગંભીર બાબતોમાં શરીરના અંગોને પણ નુકશાન થાય છે, તેથી હીટ સ્ટ્રોકથી બચવું ખૂબ જરૂરી છે. હીટ સ્ટ્રોકથી બચવા લોકો વિવિધ ઉપાયો કરે છે, પરંતુ તમારી હેલ્ધી ડાયેટની આદતો તમને આ સમસ્યાથી બચાવી શકે છે. તેથી, ઉનાળામાં, કેટલીક વસ્તુઓનું અવશ્ય સેવન કરો. કેટલીક એવી વસ્તુઓ છે જે દવાની જેમ કામ કરે છે અને હીટ સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે? આ વસ્તુઓ કઈ છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરશો?

ગરમીમાં હીટ સ્ટ્રોકથી બચાવશે આ પાંચ જડીબુટ્ટીઓ, શરીરની એનર્જીને પણ કરશે બૂસ્ટ hum dekhenge news

ફુદીનાના પાન

ફુદીનાના પાન ઉનાળામાં એક મોટી ઔષધીની જેમ કામ કરે છે. ફુદીનાના પાંદડામાં રહેલા ગુણો હીટ સ્ટ્રોકના જોખમને ઘટાડવામાં અસરકારક છે. આ સિવાય આ પાંદડામાં વિટામિન સી અને મેન્થોલ પણ જોવા મળે છે, જે શરીરની એનર્જીને બૂસ્ટ કરે છે. તમે કોઈ પીણા કે ચટણીના રૂપમાં ફુદીનાના પાનનું સેવન કરી શકો છો.

ગરમીમાં હીટ સ્ટ્રોકથી બચાવશે આ પાંચ જડીબુટ્ટીઓ, શરીરની એનર્જીને પણ કરશે બૂસ્ટ hum dekhenge news

આમલી

ગરમીના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી હીટ સ્ટ્રોકનું જોખમ વધે છે. તેનાથી બચવા માટે આમલીનો ઉપયોગ તમારા માટે ઉપયોગી થઈ શકે છે. આમલીમાં કેટલાક એવા ગુણ જોવા મળે છે જે તમારા શરીરનું તાપમાન ઘટાડવાની ક્ષમતા ધરાવે છે. આ માટે આમલીનો માવો કાઢીને કપાળ પર લગાવો. તમે આમલીની ચટણી, જ્યુસ વગેરેનું સેવન પણ કરી શકો છો.

ગરમીમાં હીટ સ્ટ્રોકથી બચાવશે આ પાંચ જડીબુટ્ટીઓ, શરીરની એનર્જીને પણ કરશે બૂસ્ટ hum dekhenge news

ડુંગળીની પેસ્ટ

ઉનાળામાં હીટ સ્ટ્રોકથી બચવા માટે ડુંગળીની પેસ્ટ અસરકારક છે. વાસ્તવમાં, આ પેસ્ટમાં કૂલિંગ એજન્ટ હોય છે. આ ઉપરાંત તેમાં એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટી એલર્જેન ગુણધર્મો પણ જોવા મળે છે, જે આપણા કોષોને હીટસ્ટ્રોકથી બચાવવાનું કામ કરે છે. જો તમે ઈચ્છો તો આ પેસ્ટને કાનની પાછળ અને છાતી પર લગાવી શકો છો. આમ કરવાથી શરીરનું તાપમાન ઓછું કરવામાં મદદ મળશે.

aelovera2

એલોવેરા જેલ કે જ્યૂસ

નિષ્ણાતોના મતે એલોવેરા જેલ ઉનાળામાં હીટ સ્ટ્રોકના જોખમને ઘટાડવા માટે અસરકારક માનવામાં આવે છે. આ પેસ્ટ સન સ્ટ્રોકથી ક્ષતિગ્રસ્ત કોષોને ઠીક કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે. આ માટે એલોવેરા પલ્પને સ્મૂધી અને જ્યૂસના રૂપમાં ખાઈ શકાય છે. જો તમે ઇચ્છો તો, તેને પ્રભાવિત જગ્યા પર લગાવી પણ શકો છો.

fenugreek water1

મેથીનું પાણી

મેથીનું પાણી હીટ સ્ટ્રોકના જોખમોને ઘટાડવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે શરીરના તાપમાનને નિયંત્રિત કરી શકે છે. આ માટે મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો. પછી આ પાણી પીવો. આ સિવાય તમે કપાળ પર મેથીની પેસ્ટ લગાવી શકો છો. આમ કરવાથી તમને ઘણી રાહત મળી શકે છે.

આ પણ વાંચોઃ DDનો લોગો ભગવો થતાં વિપક્ષો થયા ભારે નારાજ, સરકાર પર કર્યા પ્રહાર

Back to top button