ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં સૌથી વધુ અમીર છે આ પાંચ ઉમેદવારો, જાણો કોની કેટલી સંપત્તિ છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તક્કાના મતદાનને આડે હવે બે દિવસ જ બાકી રહ્યા છે. ત્યારે આ બીજા તબક્કાની ચૂંટણીમાં કેટલાક એવા ઉમેદવારો છે જેમની પાસે અઢળક સંપત્તિ છે. આ વખની 2022ની વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ અમીર ઉમેદવાર કોણ ? તે જાણવા માટે ગુજરાતના મતદારો પણ થનગની રહ્યા છે. ત્યારે અમે તમને જણાવીશુ કે બીજા તબક્કાની ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓએ ક્યાં ક્યાં ધનવાન ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે.
ભાજપના બે ઉમેદાવારો પાસે છે સૌથી વધુ સંપત્તિ
ભાજપ પક્ષ તમામ મોરચે આગળ છે, પછી ભલે તે સૌથી વધુ ધારાસભ્યો ધરાવતો પક્ષ હોય કે પછી આ પક્ષમાં સૌથી વધુ અમીર ઉમેદવારો હોય… ત્યારે બીજા તબક્કાની ચૂંટણીમાં સૌથી અમીર ઉમેદવારની પસંદગીમાં પણ ભાજપ આગળ છે. સૌથી અમીર પાંચ ઉમેદવારમાં ભાજપના બે ઉમેદવારો જે એસ પટેલ અને બળવંત સિંહ રાજપુત છે. ત્યાર બાદ ત્રીજા ક્રમના અમિર ઉમેદવારમાં આમ આદમી પાર્ટીના અજીત સિંહ ઠાકોર છે. અને ચોથા ક્રમે કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઈ દેસાઈ છે. જ્યારે પાંચમાં ક્રમે અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્ર સિંહ વાઘેલા છે.
સૌથી વધુ અમીર ભાજપના ઉમેદવાર જે એસ પટેલ
બીજા તબક્કાના મતદાનમાં ત્રણ રાજકીય પક્ષના ઉમેદવારોમાં સૌથી વધુ સંપત્તિ માણસામાં ભાજપના ઉમેદવાર જે. એસ. પટેલની છે. તેમની પાસે કુલ રૂ. 6,61,28,81,500 ની સંપત્તી છે. તેઓ માત્ર 10 પાસ જે. એસ. પટેલ વ્યવસાયે ખેડૂત અને બિલ્ડર છે.
બીજા નંબર પર ભાજપના બળવંતસિંહ ચંદનસિંહ રાજપુત
ભાજપના બીજા નંબરના અમીર ઉમેદવાર બળવંતસિંહ ચંદનસિંહ રાજપૂત છે. ભાજપ દ્વારા બીજા નંબરના અમીર ઉમેદવાર બળવંતસિંહ સિદ્ધપુર બેઠકના ઉમેદવાર છે. ચંદનસિંહ રાજપૂત પાસે કુલ રૂ. 3 અબજ 72 કરોડ 65 લાખ 34 હજાર 801 રૂપિયાની સંપત્તિ છે.
ત્રીજા નંબર પર આપના અજીતસિંહ ઠાકોર
ગુજરાત વિધાનસબાની બીજા તબક્કાની ચૂંટણીમાં સૌથી ધનિક ઉમેદવારમાં આમ આદમી પાર્ટીના અજીત સિંહ પુરુષોત્તમ ઠાકોર ત્રીજા ક્રમે છે. તેમની પાસે કુલ રૂ. 3,43,08,07,125ની સંપત્તિ છે.
ચોથા નંબર પર કોંગ્રેસના રઘુભાઈ દેસાઈ
કોંગેસના ઉમેદવાર રઘુભાઈ મોરાજભાઈ દેસાઈ ચોથા નંબરના અમીર ઉમેદવાર છે. કોંગ્રેસી ઉમેદવાર રઘુભાઈ દેસાઈ રાધનપુર વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની પાસે કુલ રૂ. 1,40,60,75,495ની સંપત્તિ છે.
પાંચમાં નંબર પર અપક્ષના ધર્મેન્દ્રસિંહ વાઘેલા
પાંચમા નંબરના સૌથી ધનિક ઉમેદવારોમાં અપક્ષ ઉમેદવાર અપક્ષના ધર્મેન્દ્ર રાનુભાસિંહ વાઘેલા છે. તેઓ વાઘોડિયા વિધાનસભા સીટથી ચૂંટણીના મેદાને ઉતર્યા છે. તેમની પાસે કુલ રૂ. 1,11,98,39,741ની સંપત્તિ છે.