લિવરને નુકસાન પહોંચાડશે આ પાંચ ખરાબ આદતો, તમે ન કરશો આ ભૂલ
- લિવર બોડીને ડિટોક્સ કરવાનું અને ગ્લૂકોઝ બનાવવાનું કામ કરે છે. તે કાર્બોહાઈડ્રેટને તોડીને ગ્લૂકોઝનું નિર્માણ કરે છે. લિવર ભોજનને પચાવવામાં પણ મદદ કરે છે.
લિવર માનવ શરીરનું મહત્ત્વનું અંગ છે. તે શરીરમાં જમા ગંદકીને બહાર કાઢવાનું કામ કરે છે. લિવર નબળુ હોય ત્યારે વ્યક્તિના શરીરમાં અનેક રોગ ઘર કરી જાય છે. સરળ શબ્દોમાં કહીએ તો લિવર બોડીને ડિટોક્સ કરવાનું અને ગ્લૂકોઝ બનાવવાનું કામ કરે છે. તે કાર્બોહાઈડ્રેટને તોડીને ગ્લૂકોઝનું નિર્માણ કરે છે. લિવર ભોજનને પચાવવામાં પણ મદદ કરે છે. અનહેલ્ધી ડાયેટના કારણે આજકાલ મોટાભાગના લોકો ડાયાબિટીશ, હાઈ બ્લડ પ્રેશર, હ્રદય રોગ અને લિવર સાથે જોડાયેલી બીમારીઓથી પીડાય છે. જાણો એ પાંચ ખરાબ આદતો જે ધીમે ધીમે તમારા લિવરને નુકશાન પહોંચાડી શકે છે.
પાણીની કમી
લિવરને યોગ્ય રીતે કામ કરાવવા માટે પૂરતી માત્રામાં પાણીની જરૂર હોય છે. જરૂરી માત્રામાં પાણી ન પીવો તો લિવરની સમસ્યા થઈ શકે છે. આવા સંજોગોમાં લિવરને હેલ્ધી બનાવવા માટે શરીરને હાઈડ્રેટ રાખવાનું ન ભૂલો. પર્યાપ્ત માત્રામાં પાણી પીને વ્યક્તિ લિવરને ઝેરી પદાર્થોના હુમલાથી બચાવી શકે છે. શરીરને ડિટોક્સિફાઈ કરવા માટે પર્યાપ્ત માત્રામાં પાણી પીવો.
દારૂનું સેવન
દારૂનું વધુ પડતું સેવન નુકસાનદાયક છે. તેમાં રહેલા શુગર અને કેલરીનું વધુ પ્રમાણ શરીરમાં ફેટ જમા થવાનું કારણ બને છે. શરીરમાં જમા વધારાની ફેટ સિરોસિસને પ્રોત્સાહન આપે છે. જેના કારણે લિવર પર ખરાબ અસર પડે છે. આવા સંજોગોમાં દારુનું સેવન કરવાથી બચો.
મેદસ્વીતા
લિવરને હેલ્ધી રાખવા માટે તમારા વધતા વજનને કન્ટ્રોલમાં રાખો. જરૂર કરતા વધુ મેદસ્વી લોકોમાં ફેટી લિવરનો ખતરો રહે છે. આવા સંજોગોમાં તમે વેઈટ લોસ કરીને લિવરની ચરબીને ઘટાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકો છો.
જંક ફૂડ
જંકફૂડનું સેવન શરીર અને લિવર પર નકારાત્મક પ્રભાવ પાડે છે. તે લિવરને ડાયરેક્ટ પ્રભાવિત કરે છે. જંકફૂડ અને અનહેલ્ધી ખોરાક લાંબા સમયે પચે છે. જેના કારણે લિવર ફેટી થવા લાગે છે. આ જ કારણ છે કે ડોક્ટર લિવરને હેલ્ધી રાખવા માટે જંકફૂડથી દૂર રહેવાની સલાહ આપે છે.
સુસ્ત લાઈફસ્ટાઈલ અને તણાવ
સુસ્ત લાઈફસ્ટાઈલ મેદસ્વીતા સાથે અન્ય રોગનું પણ કારણ બને છે. તેની અસર લિવર પર પણ પડે છે. રુટિનમાં નિયમિત વ્યાયામ સામેલ કરીને તમે લીવરની કાર્યક્ષમતામાં સુધારો કરી શકો છો. રોજ અડધો કલાક, યોગ, પ્રાણાયમ, એક્સર્સાઈઝ કરો, મેડિટેશન કરો, તેનાથી સ્ટ્રેસ દૂર રહેશે કેમ કે વધુ પડતો સ્ટ્રેસ પણ લિવરને પ્રભાવિત કરે છે. પરિવાર સાથે સમય વીતાવો.
આ પણ વાંચોઃ જ્યારે વિદેશી મહિલાઓ લગ્નના વરઘોડામાં ભોજપુરી ગીતો પર ઝૂમી ઊઠી