ડિસેમ્બર મહિનામાં આવશે આ તહેવારો, શરૂ થશે કમૂરતા, નોંધી લો તારીખો
- ડિસેમ્બર મહિનામાં અનેક વ્રત અને તહેવારોનો સંયોગ થઈ રહ્યો છે. આ મહિનો અંગ્રેજી મહિના પ્રમાણે છેલ્લો મહિનો છે. આ મહિનામાં આવતા તહેવારોની તારીખો પર એક નજર કરો
HD ન્યુઝ ડેસ્કઃ વર્ષ 2024નો છેલ્લો મહિનો ડિસેમ્બર છે. સનાતન ધર્મ પંચાંગ અનુસાર ડિસેમ્બર 2024માં ઘણા મોટા ઉપવાસ અને તહેવારો ઉજવવામાં આવશે, જેમાં ગીતા જયંતિ, મોક્ષદા એકાદશી, અન્નપૂર્ણા જયંતિ, સફલા એકાદશી, વિવાહ પંચમી, સોમવતી અમાસ વગેરેનો સમાવેશ થાય છે. આ મહિનેથી કમુરતા પણ લાગશે. તો ડિસેમ્બરના ઉપવાસ અને તહેવારોની યાદી જોઈએ.
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ
ડિસેમ્બર 2024 વ્રત-તહેવારોનું કેલેન્ડર
- 5 ડિસેમ્બર, ગુરૂવાર, વિનાયક ચતુર્થી
આ દિવસે ભગવાન ગણેશની પૂજા અને ઉપવાસ કરવાથી જીવનમાંથી દરેક સમસ્યા દૂર થઈ જાય છે.
- 6 ડિસેમ્બર, શુક્રવાર, વિવાહ પંચમી
આ દિવસે શ્રીરામ અને માતા સીતાની વિવાહ વિધિ કરવાથી વિવાહિત જીવન સફળ બને છે.
- 11 ડિસેમ્બર, બુધવાર, મોક્ષદા એકાદશી અને ગીતા જયંતિ
આ દિવસે ઉપવાસ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને ગીતાના પાઠ કરવાથી જીવન ખુશીઓથી ભરાઈ જાય છે.
- 13 ડિસેમ્બર, શુક્રવાર પ્રદોષ વ્રત (શુક્લ) અને અનંગ ત્રયોદશી
આ દિવસે ભોલેનાથ અને કામદેવ-રતિની પૂજા કરવાથી સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
- 14 ડિસેમ્બર 2024, શનિવારે દત્તાત્રેય જયંતિ
આ દિવસે ભગવાન દત્તાત્રેયની આરાધના કરવી શુભ માનવામાં આવે છે.
- 15 ડિસેમ્બર, રવિવાર, ધનુ સંક્રાંતિ, માર્ગશીર્ષ પૂર્ણિમા વ્રત અને અન્નપૂર્ણા જયંતિ
આ દિવસે ધન સંક્રાંતિની સાથે કમુરતા લાગી જશે. વાવેતર કરવામાં આવશે. ઉપરાંત, આ દિવસે વર્ષની છેલ્લી પૂર્ણિમા હશે. આ ઉપરાંત માતા અન્નપૂર્ણાના પ્રાગટય દિવસે અન્નપૂર્ણા જયંતિની ઉજવણી કરવામાં આવશે.
- 18 ડિસેમ્બર, બુધવાર, અખુરથ સંકષ્ટી ચતુર્થી
આ દિવસે ભગવાન ગણેશની સાથે શિવ પરિવારની પણ પૂજા કરવામાં આવે છે.
- 22 ડિસેમ્બર, કાલાષ્ટમી અને માસિક કૃષ્ણ જન્માષ્ટમી
આ દિવસે કૃષ્ણ ભગવાનની પૂજા કરવાથી સુખ-સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે
- 26 ડિસેમ્બર, ગુરુવાર, સફલા એકાદશી
એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને જીવનના દરેક કાર્યમાં સફળતાના આશીર્વાદ મળે છે.
- 29 ડિસેમ્બર, રવિવાર, માસિક શિવરાત્રી
આ દિવસે શિવરાત્રીનું વ્રત રાખવામાં આવશે. આ દિવસે ભોલેનાથની પૂજા કરવાની પરંપરા છે.
આ પણ વાંચોઃ સીતા માતા અને રામચંદ્રજીની કૃપા મેળવવા વિવાહ પંચમી પર કરો આ કામ