ટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગનેશનલબિઝનેસ
વંદે ભારત ટ્રેનોની આ સુવિધાઓ વિમાન મુસાફરીને ટક્કર આપશે
- વંદે ભારત ટ્રેનમાં સુવિધાઓ વધારવામાં આવી રહી છે, આ સુવિધાઓ પાયલોટ પ્રોજેક્ટ તરીકે 5 રુટ પર શરુ કરવામાં આવશે
નવી દિલ્હી, 27 નવેમ્બર: ભારતીય રેલવે વંદે ભારત ટ્રેનોમાં મુસાફરો માટે અનેક સુવિધા પુરી પાડી રહી છે, તેમ છતાં સમય પહેલાં જ મુસાફરોના અનુભવને હજી વધારે સારો બનાવવા માટે પેસેન્જર સર્વિસ એગ્રીમેન્ટ (YSA) રજૂ કરી રહી છે. આ અંતર્ગત વંદે ભારતમાં મુસાફરોને 6 નવી સુવિધાઓ આપવામાં આવશે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે 5 રૂટ પર આ સુવિધાઓ શરૂ કરવામાં આવશે. આ માર્ગોના નામ નીચે મુજબ છે.
- ચેન્નઈ-મૈસુર રૂટ, 2. ચેન્નઈ-તિરુનેલવેલી, 3. ચેન્નઈ-કોઈમ્બતુર, 4. તિરુવનંતપુરમ-કસારાગોડ, 5. ચેન્નઈ-વિજયવાડા.
વંદે ભારત ટ્રેનમાં મુસાફરોને નીચે મુજબ 6 નવી સુવિધાઓ આપવામાં આવશે.
- મુસાફરોને ખાણી-પીણી માટે એક વિશિષ્ટ મેનુ આપવામાં આવશે. આમાં તેમની પાસે પસંદગી માટે વધુ વિકલ્પો મળી રહેશે.
- મુસાફરીને સરળ બનાવવા માટે, મુસાફરોને વધુ એક્સેસરીઝ અને આવશ્યક ચીજવસ્તુઓ આપવામાં આવશે.
- મુસાફરોને ઘરેથી પીક અને ડ્રોપ કરવા માટે કેબ સેવા સહાય પૂરી પાડવામાં આવશે. આ સેવા વંદે ભારતને પ્રીમિયમ શ્રેણીમાં નિશ્ચિતપણે સ્થાપિત કરશે.
- વિકલાંગ અને જરૂરિયાતમંદ મુસાફરો માટે સ્ટેશન પર વ્હીલચેર ની વ્યવસ્થા કરી આપવામાં આવશે.
- ટ્રેનમાં ઈન્ફોટેનમેન્ટની વ્યવસ્થા કરવામાં આવશે. એટલે કે ટ્રેનમાં તમે મૂવી કે તમારી પસંદગીનો કોઈપણ કાર્યક્રમ જોઈ શકશો.
- દરેક કોચમાં એક કુશળ હાઉસકીપિંગ સ્ટાફ રાખવામાં આવશે. આ સ્ટાફને પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ અથવા અન્ય કોઈપણ સરકારી સંસ્થા જે માન્યતા પ્રાપ્ત કરેલી હશે તેમના દ્વારા તાલીમ આપેલ હશે.
આ પણ વાંચો: સેન્ટ્રલ રેલવેની તિજોરી છલકાઈ, એક પણ ટિકિટ વેચ્યા વગર રૂ. 54 કરોડની કમાણી કરી