ગુજરાતટોપ ન્યૂઝ

આ પરીક્ષાર્થીઓને સેન્ટર પરથી માસ્ક અપાશે, પોતાનું માસ્ક ચાલશે નહીં

Text To Speech

JEEના પરીક્ષાર્થીઓને સેન્ટર પરથી જે માસ્ક અપાશે એ જ પહેરવું પડશે. તેમજ NTA દ્વારા જેઈઈ-મેઈન સંદર્ભે ગાઇડલાઇન જારી કરવામાં આવી છે. તથા પરીક્ષાખંડમાં વિદ્યાર્થીઓને પેન્સિલ-કાગળ જેવુ પણ સાથે લઈ જવા નહી દેવાયા આવે. તથા સેન્ટર પરથી નવા માસ્ક આપવામાં આવશે તે જ પહેરવાના રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: 2024 લોકસભા ચૂંટણી: વિરોધીઓની ડિપોઝીટ ડુલ કરવા સી.આર.પાટીલે આપ્યો કાર્યકરોને ટાસ્ક

પરીક્ષાના સમય કરતાં વહેલા સેન્ટર પર પહોચી જવુ

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા શરૂ થયેલી પ્રથમ તબક્કાની જેઈઈ-મેઈન માટેની ગાઈડ લાઈન પ્રસિદ્ધ કરવામાં આવી છે. NTA દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી ગાઈડ લાઈન મુજબ જેઈઈ-મેઈન માટેની ઉમેદવારોએ પરીક્ષાના સમય કરતાં વહેલા સેન્ટર પર પહોચી જવુ પડશે જો મોડા પડશો તો એન્ટ્રી આપવામાં નહી આવે. આ સિવાય પરીક્ષાર્થીઓએ ઘરેથી જે માસ્ક પહેરીને આવશે તે ઉતરાવી દેવાશે અને સેન્ટર પરથી નવા માસ્ક આપવામાં આવશે તે જ પહેરવાના રહેશે.

આ પણ વાંચો: ગુજરાત: કડકડતી ઠંડીમાં સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો, મોતનો આંકડો જાણી રહેશો દંગ

વિદ્યાર્થીઓને પેન્સિલ-કાગળ જેવુ પણ સાથે લઈ જઇ શકાશે નહી

પરીક્ષાખંડમાં વિદ્યાર્થીઓને પેન્સિલ-કાગળ જેવુ પણ સાથે લઈ જવા નહી દેવાયા. જે વિદ્યાર્થીને ડાયાબીટીસ હશે તેઓને સુગરની ટેબ્લેટ, કેળા, સફરજ, ઓરેન્જ જેવા ફ્રુટ અને પાણીની બોટલ લઈ જવા મળશે. પરંતુ ચોકલેટ, કેન્ડી, સેન્ડવિચ જેવા પેકેટ વાળા ફૂડ લઈ જવા નહીં મળે.

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી બે દિવસ કડકડતી ઠંડી પડશે, જાણો કયા રહેશે કોલ્ડવેવ

મોડી રાત્રે એડવાઈઝરી જાહેર કરવામાં આવી

જેઈઈ-મેઈનને લઈ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા મોડી રાત્રે એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી. એનટીએ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન મુજબ ઉમેદવારોને પેન્સિલ બોક્સ, હેન્ડબેગ, પર્સ, કાગળ, સ્ટેશનરી, ખાવાની વસ્તુ, પાણી, મોબાઈલ ફોન, ઈયર ફોન, માઈક્રોફોન, કેલ્ક્યુલેટર, ઈલેક્ટ્રોનિક સહિત કોઈપણ પ્રકારની ઘડિયાળ જેવા ઉપકરણો સાથે લઈ જવાની શખ્ત મનાઈ ફરમાવવામાં આવી છે. રફકામ માટે આપવામાં આવનાર કાગળ પર ઉમેદવારોએ ફરજિયાત તેમનું નામ અને રોલ નંબર લખવાનો રહેશે.

Back to top button