લિવરને ક્લિન કરશે આ દેશી ડ્રિંક્સ, પાચન સુધારશે, લોહી પણ શુદ્ધ કરશે
- કેટલાક ઘરેલું ઉપચાર લિવરને ક્લિન કરવામાં અને તેને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. આ ઉપાયો તમે ઘરે સરળતાથી અજમાવી શકો છો
HD ન્યુઝ ડેસ્કઃ લિવર આપણા શરીરનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ અંગ છે. જો લિવર નબળું થવા લાગે છે, તો શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ દેખાવા લાગે છે. પાચનક્રિયા નબળી પડવાથી લોહીમાં ગંદકી વધવા લાગે છે. આ સિવાય શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડવા લાગે છે. લિવરને હેલ્ધી રાખવા માટે સમય-સમય પર તેની સફાઈ કરવી જરૂરી છે. કેટલાક ઘરેલું ઉપચાર લિવરને ક્લિન કરવામાં અને તેને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. આ ઉપાયો તમે ઘરે સરળતાથી અજમાવી શકો છો. જાણો આવા જ 6 ઘરેલું ઉપાયો અને દેશી ડ્રિંક્સ વિશે.
લીવર માટે 6 દેશી પીણાં
લીંબુ પાણી
લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે લિવરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. હૂંફાળા પાણીમાં લીંબુનો રસ નીચોવીને પીવો. તમે તેમાં મધ પણ ઉમેરી શકો છો.
ગ્રીન ટી
ગ્રીન ટીમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે, જે લિવરને નુકસાન કરતા ફ્રી રેડિકલ સામે લડે છે. તમે દિવસમાં 2-3 કપ ગ્રીન ટી પી શકો છો.
બીટનો રસ
બીટરૂટમાં નાઈટ્રેટ હોય છે જે લિવરને ડિટોક્સીફાઈ કરવામાં મદદ કરે છે. તમે બીટરૂટનો રસ ગાજર અને સફરજન સાથે મિક્સ કરીને પી શકો છો.
આદુ અને મધનું ડ્રિંક
આદુમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે લિવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ગરમ પાણીમાં આદુ અને મધનો ટુકડો મિક્સ કરીને પીવો.
હળદરનું દૂધ
હળદરમાં કર્ક્યુમિન હોય છે જે લિવરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. રાત્રે સૂતા પહેલા હળદર મિક્સ કરીને ગરમ દૂધ પીવો.
તુલસીની ચા
તુલસીમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે લિવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તુલસીના પાનને ઉકાળીને તેની ચા બનાવીને પીવો.
દેશી ડ્રિંક પીવાના ફાયદા
લિવરને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી છે. દેશી પીણાના સેવનથી લિવર મજબૂત બને છે. તેનાથી પાચનતંત્ર સુધરે છે. આ સાથે લિવર લોહીને સારી રીતે સાફ કરવામાં મદદ કરે છે. જે લોકો નબળી રોગપ્રતિકારક શક્તિથી પીડાય છે તેમનું લિવર સ્વસ્થ થયા પછી તેમની રોગપ્રતિકારક શક્તિ વધે છે
આ પણ વાંચોઃ ઓવરઈટિંગ ક્યાંક બીમાર ન કરી દે, તહેવારોની સીઝનમાં રાખો ખાસ ધ્યાન