શરીરનું હોર્મોનલ બેલેન્સ બગાડી શકે છે રોજની આ ભુલોઃ સુધારો આ આદતો
- સૌથી વધુ અસર મહિલાઓની પ્રજનન ક્ષમતા પર પડે છે
- હોર્મોન ઇમ્બેલેન્સના કારણે થાઇરોઇડ, મેદસ્વીતાજેવી પરેશાનીઓ ઉદ્ભવે છે
- ફક્ત દવાથી કામ નહીં ચાલે, તમારે લાઇફસ્ટાઇલ પણ બદલવી પડશે
મહિલાઓને હોર્મોન્સન ગરબડના કારણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમાં સૌથી વધુ અસર તેમની પ્રજનન ક્ષમતા પર પડે છે. સાથે સાથે થાઇરોઇડ, મેદસ્વીતા, ફેશિયલ હેર જેવી પરેશાનીઓ ઉદ્ભવે છે. આવા સંજોગોમાં જરૂરી છે કે તમારી લાઇફસ્ટાઇલ અને ફુડમાં થોડુ પરિવર્તન લાવવુ જોઇએ. ઘણી વખત હોર્મોનલ ઇમ્બેલેન્સની સમસ્યાને ઠીક થવામાં સમય લાગે છે. જેનું કારણ છે કે રોજિંદી લાઇફમાં થતી ગરબડ. જાણો કઇ આદતો છે જે હોર્મોનલ લેવલને બેલેન્સ થવા દેતી નથી.
હોર્મોનલ બર્થ કન્ટ્રોલ પિલ્સ
ઘણી બધી મહિલાઓ સિન્થેટિક હોર્મોન બર્થ કન્ટ્રોલ દવાઓનો ઉપયોગ કરે છે. આ કારણે શરીરમાં હોર્મોન્સનો સ્ત્રાવ યોગ્ય રીતે થતો નથી. શરીર પર તેના ઘણા નુકશાન જોવા મળે છે.
દવાઓનો સહારો
ઘણી બઘી મહિલાઓ જેને ડોક્ટર હોર્મોનલ ઇમ્બેલેન્સની સમસ્યા અંગે બતાવે છે તેઓ માત્ર દવાઓ પર ડિપેન્ડ રહે છે. જ્યારે હોર્મોનની ગરબડનો સીધો સંબંધ લાઇફસ્ટાઇલ અને ખાણી પીણીની આદતો સાથે છે. માત્ર દવાઓના સહારે તે નહીં થઇ શકે. યોગ્ય લાઇફસ્ટાઇલ અને ખાણી પીણીમાં પરિવર્તનની સાથે દવાઓ ખાવાથી હોર્મોનલ ઇમ્બેલેન્સનો પ્રોબલેમ ઠીક કરી શકાય છે.
ધીરજ ન રાખવી
દરેકનું શરીર અલગ અલગ હોય છે. દરેકનું શરીર અલગ અલગ પ્રકારે રિસ્પોન્ડ કરે છે. કેટલાક લોકોને હોર્મોનલ ઇમ્બેલેન્સની સમસ્યા જલ્દી ઠીક થઇ જાય છે, તો કેટલાક પેશન્ટની ટ્રીટમેન્ટમાં ટાઇમ લાગે છે. આવા સંજોગોમાં ઉતાવળ ન કરો. ધીરજ રાખો
સ્ટ્રેસ લેવલને મેનેજ કરો
વધુ સ્ટ્રેસ હોર્મોનનું સ્તર બગાડી શકે છે. તેથી તણાવને મેનેજ કરવુ જરૂરી છે. કાર્ટિસોલનું વધુ પ્રોડક્શન પ્રોજેસ્ટ્રોનના લેવલને ઘટાડી દે છે. આ કારણે હોર્મોનલ ઇમ્બેલેન્સની સમસ્યા થઇ શકે છે. તેથી સ્ટ્રેસ લેવલને મેનેજ કરો.
આ પણ વાંચોઃ તમે પણ આડેધડ પેઇનકિલર ખાવ છો? જાણી લો આ નુકસાન