કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજકોટના આ કોર્પોરેટરોને પ્રજાના પ્રશ્નોને બદલે મોબાઇલમાં વધુ રસ!

Text To Speech

રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં કોર્પારેટરો મોબાઈલમાં વ્યસ્ત તો કેટલાક કોર્પોરેટર આરામ ફરમાવતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો હાલ સામે આવ્યો છે. જેમાં કેટલાક કોર્પોરેટરો મિંટિંગ દરમિયાન ફોનમાં  મશગુલ જોવા મળ્યા હતા.

મિટીંગમા નગરસેવકો મોબાઇલમાં મશગુલ

રાજકોટ મનપા ખાતે આજે મળેલ જનરલ બોર્ડમાં રાજકોટના પ્રશ્નોની ચર્ચા થતી હતી આ દરમિયાન ભાજપના જ કેટલાક કોર્પોરેટરોને જાણે પ્રજાના પ્રશ્નોમાં કોઈ રસ જ ન હોય તેમ મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. જેનો વીડિયો સામે આવ્યો છે. જેમા જોઈ શકાય છે. કે જનરલ બોર્ડમાં મહત્વના પ્રશ્નોની ચર્ચા થતી હતી આ દરમિયાન કેટલાક કોર્પારેટરો મોબાઈલમાં વ્યસ્ત હતા તો કેટલાક આરામ ફરમાવતા હતા.

આ પણ વાંચો : જેલમાં બંધ મનીષ સિસોદિયાએ લખ્યો પત્ર, કહ્યું -જો ગરીબના બાળકો ભણશે તો ચોથી પાસ રાજા…..

કોર્પોરેટરોનો વીડિયો થયો વાયરલ

રાજકોટ મહાનગરપાલિકા કચેરીમાં આજે મળેલી જનરલ બોર્ડની મિટિંગમાં કોર્પોટેરોને જાણે પ્રજાના પ્રશ્નોમાં કોઈ રસ જ ન હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. મીડિંગમાં એક તરફ મહત્વના પ્રશ્નોની ચર્ચા થતી હતી બીજી તરફ કોર્પોરેટરો મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. આ કોર્પોરેટરો કોઈ ઇમર્જન્સી કોલ કે મેસેજ નહીં, પરંતુ ફેસબુક અને વ્હોટ્સએપમાં વ્યસ્ત જોવા મળ્યા હતા.જે જોઈને સ્પષ્ટ થાય છે કે આ કોર્પોરેટરોને પ્રજાના પ્રશ્નોમાં કોઈ રસ જ નથી. પ્રજાના જ મતોથી ચૂંટાયેલા મહાપાલિકાના ભાજપી નગરસેવકો જ્યારે પ્રજાના પ્રશ્નોની વાત આવે એટલે તેમને તે સાંભળવામા જાણે રસ જ ના હોય તે પ્રકારના દર્શ્યો સામે આવી રહ્યા છે. જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : વર્ગ-3 ની ભરતી પરીક્ષાઓને લઈ મોટા સમાચાર | ખેડૂતો માટેની 26 યોજનાઓ બંધ | PM મોદ નવા સંસદ ભવનનું કરશે ઉદ્ઘાટન

Back to top button