ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ગુજરાતનું આ શહેર બનશે ભિખારી મુક્ત: ભિખારીઓને રોજગારી આપવાનું આયોજન

Text To Speech

HD ન્યુઝ ડેસ્ક,19 માર્ચ, 2025: ગુજરાતના શહેરોને ભિખારી મુક્ત કરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. આમ તો વિશ્વના લગભગ દરેક દેશમાં હજારો લોકો એવા મળી આવશે જે બેકાર છે. આવકનું કોઈ સાધન નથી. તેઓ રોજબરોજના જીવન-નિર્વાહ માટે લોકો પાસે ‘સહાય’ (ભીખ) માગે છે. ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરને ભિખારી મુક્ત શહેર બનાવવાની દિશામાં મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે દેશને ભિખારી મુક્ત બનાવવા માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટમાં દેશના દસ શહેરોને પસંદ કરવામાં આવ્યા છે. ગુજરાતમાંથી અમદાવાદ અને ગાંધીનગરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મહાનગરપાલિકાએ શહેરમાં ભિખારીઓનો સર્વે શરૂ કર્યો છે. ખાસ કરીને ટ્રાફિક સિગ્નલો અને ધાર્મિક સ્થળો પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. કોર્પોરેશન ભિખારીઓને શોધીને તેમને રોજગારી આપવાનો પ્રયાસ કરશે. ખાસ કરીને ભીખ માંગતા બાળકો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. સર્વે દરમિયાન ભીખ માંગવા પાછળના કારણો પણ જાણવામાં આવશે. સરકાર ‘સ્માઈલ યોજના’ અંતર્ગત ભિખારીઓનું પુનર્વસન કરશે. તેમના આરોગ્ય અને શિક્ષણની પણ વ્યવસ્થા કરવામાં આવશે. ભિખારીઓને તેમની કુશળતા મુજબ પ્રશિક્ષણ આપી આત્મનિર્ભર બનાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીને દેશનું પ્રથમ ભીખમુક્ત શહેર બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. શહેરને ભીખારીઓથી મુક્ત કરવા શહેરનીં બેગર્સ કોર્પોરેશન સંસ્થા પહેલ કરી રહી છે. . અહીં ‘વિદ્યાદાનમ’ પ્રોગ્રામ હેઠળ ભિખારીઓને શિક્ષણ અને રોજગાર આપવાની પહેલ કરવામાં આવી છે. વર્ષ 2027 સુધીમાં વારાણસીને સંપૂર્ણપણે ભિખારી મુક્ત બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

આ  પણ વાંચો..પીએમ મોદીના વિદેશ પ્રવાસ પાછળ 2022થી અત્યાર સુધીમાં આટલા કરોડનો ખર્ચ!

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button