તસવીરોમાં જોવા મળતા આ બાળકો આજે બોલિવુડ પર કરે છે રાજ ! જાણો વાયરલ થયેલી આ તસવીર કોની છે ?


સોશિયલ મીડિયામાં હાલ એક તસવીર વાયરલ થઈ છે, જેમાં ત્રણ શરીફ છોકરાઓ તેમની બહેન સાથે ઉભેલા દેખાય છે, આ ત્રણ ભાઈઓ એ જ છે, જેઓ બોલિવુડમાં આજે રાજ કરે છે અને તેમના માત્ર દેશમાં જ નહિ પરંતુ દુનિયામાં આજે તેમનાં લાખો ચાહકો છે. હજારોની માત્રમાં ફેન ફોલોઈંગ ધરાવતા આ ભાઈઓ વિશે અમે તમને જણાવીશું .
આ પણ વાંચો : હવે SRK નો પુત્ર પણ કરશે બોલિવુડમાં એન્ટ્રી, પોસ્ટ શેર કરી આપી જાણકારી
તસવીરોમાં જોવા મળતા આ ભાઈઓ કોઈ બીજુ નહિં પરંતુ બોલિવુડના દબંગ ભાઈઓ છે, વાત કરી રહ્યા છીએ, ભાઈજાન અને તેના ભાઈની. ફોટોમાં એકદમ ક્યુટ અને સ્માર્ટ જોવા મળી રહેલો છોકરો સલમાન ખાન છે અને તેની બાજુમાં તેના બંને ભાઈ અરબાઝ ખાન અને સોહેલ ખાન જોવા મળી રહ્યાં છે.

આ તસવીર સલમાન ખાનના ભાઈ અને બોલિવુડના અભિનેતા,નિર્દેશક અને નિર્માતા અરબાઝ ખાને શેર કરી છે. જેમાં સફેદ શર્ટમાં પહેલા ઉભેલો સલમાન ખાન જોવા મળે છે. આ તસવીર પર ઘણાં ચાહકો પ્રેમ વરસાવી રહ્યાં છે અને કોમેન્ટસ્ પણ કરી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે સલમાન, અરબાઝ અને સોહિલ ત્રણેય એ બોલિવુડના અભિનેતા અને લેખક સલીમ ખાનના બાળકો છે અને આજે આ પરિવાર લાખો ચાહકોના દિલ પર રાજ કરી રહ્યો છે. સલમાન ખાને બીબી હો તો એસી નામની ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ અને ત્યારબાદ તેની બીજી ફિલ્મ મેૈંને પ્યાર કિયા સુપરહીટ રહી હતી અને ત્યારપછી એક પછી એક સુપરહીટ ફિલ્મો તેણે આપી છે અને બોલિવુડમાં પોતાનું પ્રભુત્વ સ્થાપ્યું છે.