રથયાત્રા બાદ યોજાશે આ વિધિઓ, જાણો પળે-પળની ખબરો
- 18 જૂનના રોજ ભગવાન જગન્નાથજી નેત્રોત્સવ વિધિ
- 20 જૂનને અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા
જગન્નાથ રથયાત્રા વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ અમદાવાદ મંદિર ખાતે યોજાય છે, જ્યાં ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન જગન્નાથ , તેમના ભાઈ બલભદ્ર અને બહેન દેવી સુભદ્રા સાથે છે. આદિ ગુરુ શંકરાચાર્યની સૂચના મુજબ, હિંદુએ તેના જીવનકાળમાં ચાર ધામ યાત્રા કરવી જ જોઈએ . જગન્નાથ ધામ મંદિર આ ચાર તીર્થસ્થાનોમાં પૂર્વ તરફ સ્થાપિત ધામ છે. નેત્રવિધિ તેમજ અનેક વિધિમાં ભક્તોમાં આટલી શ્રદ્ધા જોવા મળે છે કે લોકો મન મૂકી હાજરી આપે છે. ભગવાનના ભક્તો ભગવાનની ભક્તિમાં મીરાના પ્રેમ સમક્ષ પ્રેમમાં દીવાના થઇ જાય છે.
જગન્નાથ 15 દિવસ માટે તેમના મામાના ઘેર ગયા હતા જ્યાં ભગવાન બીમાર પડતા વેદજીને બોલાવવામાં આવ્યા હતા. 18 જૂનના રોજ ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે સરસપુર મામાના ઘરેથી નિજ મંદિરે પરત ફર્યા છે. 15 દિવસ બાદ મામાના ઘરેથી ભગવાન મંદિરે પરત ફરતા જમાલપુર નિજ મંદિરે નેત્રોત્સવ વિધિ કરવામાં આવી.
20 જૂનને અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા યોજવા જઈ રહી છે. જેને લઈને તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે.સવારે ભગવાનની ભવ્ય રથયાત્રા જગન્નાથ મંદિરથી નીકળશે અને અમદાવાદના અલગ અલગ રૂટ પરથી ભગવાન જગન્નાથજી પોતાના ભક્તોને દર્શન આપશે અને પછી પરત જગન્નાથ મંદિર વરશે.
નેત્રોત્સવ વિધિનું મહત્વ શું છે?
નાથ 15 દિવસ માટે મામાના ઘરે રોકાવા જાય છે. ત્યાં ભગાવાનની ખૂબ જ આગતા સ્વાગતા કરવામાં આવે છે. મોસાળમાં ભાણેજને અનેક લાડ લડાવામાં આવે છે. જગતના નાથને મિષ્ઠાન્ન અને જાંબુ ખવડાવવામાં આવે છે આથી તેમને આંખો આવી જાય છે એવું કહેવામાં આવે છે. જેથી ભગવાન જ્યારે નિજ મંદિર ફરે છે ત્યારે નેત્રોત્સવ વિધી કરવામાં આવે છે. આ વિધિ બાદ તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આથી ભગવાનને આંખોને ઠંડક મળે તેવા દ્રવ્યોથી નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે. અષાઢી બીજના દિવસે સવારે 4 વાગ્યે ભગવાની આંખેથી આ પાટા ખોલવામાં આવશે. ત્યાર પછી મંગળાઆરતી થશે.
ભક્તોનો પ્રભુ પ્રત્યે અસંખ્ય પ્રેમ
નેત્રોત્સવ વિધિ બાદ જગન્નાથજીના મંદિરે ધ્વજારોહણની વિધિ કરવામાં આવી હતી. આ દરમિયાન જમાલપુર નિજ મંદિર ખાતે અમદાવાદ મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ સહિતના નેતાઓ અને હજારોની સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. ભગવાનના કપાટ ખૂલતાંની સાથે જ “જય રણછોડ, માખણચોરના નાદ” સાથે મંદિર ગુંજી ઉઠ્યું હતું.
મંદિરે ગોઠવી દેવાયો ચુસ્ત બંદોબસ્ત
પોલીસ વિભાગ દ્વારા જગન્નાથજીની રથયાત્રા માટે તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી હતી. અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની સુરક્ષાને લઈ પોલીસ દ્વારા ગઈકાલે ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતું. 146મી રથયાત્રાને લઈ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં રિહર્સલ કરાયું હતું. જેમાં 22 કિમી સુધીના રૂટ પર અમદાવાદ પોલીસના 15 હજાર જવાનો જોડાયા હતા. રિહર્સલ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ દિવસે ઉજવાશે આ તહેવારો
સ્નાન યાત્રાના 4 જૂન, ગજાનન બેશના 4 જૂન, નેત્ર ઉત્સવ 18 જૂનના, હેરા પંચમી 24 જૂનના છે, નેટ્રો ફેસ્ટિવલ 19 જૂન 202૩ના ઊજવવામાં આવી છે, રથયાત્રા 20 જૂન 2023 જગન્નાથ મંદિરથી નીકળશે, હેરા પંચમી 24 જૂન 2023 થશે, સંધ્યા દર્શન 27 જૂન 2023, બહુદા યાત્રા 28 જૂન 2023, સુના બેશા 29 જૂન 2023,અધાર પના 30 જૂન 2023 અને નીલાદ્રી બીજ 1 જુલાઈ 2023ના થશે.
આ પણ વાંચો:સની દેઓલનો પુત્ર કરણ અને દ્રિષા આચાર્ય લગ્નના બંધનમાં બંધાયા, પહેલી તસવીર આવી સામે