ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલ

10 લાખથી ઓછી કિંમતમાં મળશે આ ગાડીઓ, એ પણ 6 એરબેગ વાળી સેફ્ટી સાથે

Text To Speech
  • ઘણી વખત વ્યક્તિ કાર ખરીદવા ઈચ્છે છે, પરંતુ બજેટને અનુરૂપ કાર મળતી નથી. તમે 7 લાખથી લઈને 10 લાખ સુધીમાં કાર ખરીદવા ઈચ્છતા હો તો તમને કેટલાક ઓપ્શન્સ મળી જશે. 

જો તમે તમારા માટે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારું બજેટ ઓછું છે તો આ પાંચ ગાડીઓ તમારા માટે બેસ્ટ સાબિત થશે. આ પાંચ ગાડીઓ તમને 10 લાખથી ઓછી કિંમતમાં મળી જશે અને સાથે તમને સેફ્ટી માટે 6 એરબેગ પણ મળી જશે.

Hyundai Exter

જો તમે 10 લાખથી ઓછી કિંમતની કાર શોધી રહ્યા છો, તો Hyundai Exter એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. તે ભારતની સૌથી સસ્તી SUV પૈકીની એક છે. Hyundaiએ આ SUVને સેફ્ટીના મામલે શાનદાર બનાવી છે. તેમાં તમને 6 એરબેગ્સ મળે છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 6.12 લાખ રૂપિયા છે.

10 લાખથી ઓછી કિંમતમાં મળશે આ ગાડીઓ, એ પણ 6 એરબેગ વાળી સેફ્ટી સાથે hum dekhenge news

Hyundai Aura

Hyundaiની આ કાર લોકપ્રિય સેડાન કારમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. આ કારમાં પણ તમને Hyundai Xter જેવી 6 એરબેગ્સનો લાભ મળે છે. ભારતમાં આ કારની એક્સ-શોરૂમ કિંમત 6.48 લાખ રૂપિયા છે.

Tata Nexon

Tata Nexon સલામતીની દૃષ્ટિએ શ્રેષ્ઠ SUV છે. ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં આ કારને 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યા છે. આ SUVમાં તમને 6 એરબેગ્સ મળે છે, તેની એક્સ-શોરૂમ કિંમત 8.15 લાખ રૂપિયા છે.

10 લાખથી ઓછી કિંમતમાં મળશે આ ગાડીઓ, એ પણ 6 એરબેગ વાળી સેફ્ટી સાથે hum dekhenge news

Kia Sonet

Kia Sonetનું ફેસલિફ્ટ મોડલ તમારા બજેટમાં ફિટ થઈ જશે. આ SUVના દરેક વેરિઅન્ટમાં 6 એરબેગ્સ છે. તેની એક્સ-શોરૂમ કિંમત 7.99 લાખ રૂપિયા છે.

Maruti Suzuki Baleno

મારુતિની પ્રીમિયમ હેચબેક બલેનોનું નામ દેશભરમાં સૌથી વધુ વેચાતા વાહનોમાં સામેલ છે. તેમાં પણ તમને 6 એરબેગ્સ મળે છે, કારની એક્સ-શોરૂમ કિંમત 8.43 લાખ રૂપિયા છે.

આ પણ વાંચોઃ લાંબી રાહ બાદ ભારતીય મહિલાને 99 વર્ષની વયે મળી અમેરિકાની નાગરિકતા

Back to top button