બૉલીવુડ અને ટીવીની આ અભિનેત્રિઓ યોગના આસનોમાં એક્સપોર્ટ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર વર્ષે 21મી જૂને ઉજવવામાં આવે છે. આ પ્રસંગે દેશ અને દુનિયામાં લોકો સ્વસ્થ જીવન પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે યોગ કરે છે. બોલિવૂડ અભિનેત્રીઓ પણ આમાં ભાગ લે છે અને આ ખાસ દિવસને વધુ મહત્વપૂર્ણ બનાવે છે. આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે યોગની મદદથી પોતાને ફિટ રાખે છે. આ સિવાય લોકોને યોગ કરવા માટે પ્રેરિત કરવા માટે તે સોશિયલ મીડિયા પર અવારનવાર યોગની ટિપ્સ આપે છે.
મલાઈકા અરોરાની ફિટનેસ વિશે દરેક લોકો વાકેફ છે. અભિનેત્રી અવારનવાર સોશિયલ મીડિયા પર તેના યોગ સેશનની તસવીરો અથવા વીડિયો શેર કરતી રહે છે. મલાઈકા ‘સર્વ યોગ નામ’ નામના યોગ સ્ટુડિયોની પાર્ટ-ઓનર પણ છે. ત્યારે યોગ દિવસ પહેલા અભિનેત્રીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે અનેક યોગ આસનો કરતી જોવા મળે છે.
મલાઈકા અરોરાની જેમ બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પણ પોતાની જાતને ફિટ રાખવા માટે યોગા કરે છે. તે અઠવાડિયામાં પાંચ દિવસ વર્કઆઉટ કરે છે. આ પાંચ દિવસોમાં તે બે દિવસ યોગ માટે, બે દિવસ સ્ટ્રેન્થ ટ્રેનિંગ માટે અને એક દિવસ કાર્ડિયો માટે રિઝર્વ કરે છે. જ્યારે શિલ્પા પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અવાર-નવાર યોગ કરતી તસવીરો અને વીડિયો પણ શેર કરે છે.
બિપાશા બાસુ પણ યોગ દ્વારા પોતાને ફિટ રાખવામાં માહિર છે. યોગ તેમની જીવનશૈલીનો એક ભાગ છે. એટલા માટે 43 વર્ષની હોવા છતાં તેની સુંદરતાનો કોઈ જવાબ નથી. તમને જણાવી દઈએ કે બિપાશા પોતાના ફેન્સને પ્રોત્સાહિત કરવા માટે યોગ કરતી વખતે વીડિયો અને ફોટો પણ શેર કરતી રહે છે.
46 વર્ષની સુષ્મિતા સેન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને સમય સમય પર તે તેના ચાહકો સાથે તેના વર્કઆઉટના વીડિયો શેર કરતી રહે છે. સુષ્મિતા સેન પણ પરફેક્ટ યોગ કરવામાં એક્સપર્ટ છે. તે સૌથી મુશ્કેલ યોગ પોઝ કરીને પણ બધાને ચોંકાવી દે છે.
SAB ટીવીની કોમેડી સીરિયલ ‘FIR’માં ચંદ્રમુખી ચૌટાલાના પાત્રથી ફેમસ થયેલી કવિતા કૌશિક પણ યોગ કરવામાં એક્સપોર્ટ છે. તેની ફિટનેસ અને ગ્લોઈંગ સ્કિન જોઈને કોઈ તેની ઉંમરનો અંદાજો લગાવી શકતું નથી. તમને જણાવી દઈએ કે કવિતા કૌશિકનું ઈન્સ્ટાગ્રામ તેના યોગ સેશન અને પોઝીશનથી ભરેલું છે. અભિનેત્રી ઘણીવાર અઘરા યોગ પોઝ કરતી જોવા મળે છે.
અભિનેત્રી આશકા ગોરાડિયા ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. ઘણા શો અને રિયાલિટી શોથી ખ્યાતિ મેળવનારી આશકા ભલે ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીથી દૂર હોય પરંતુ ફિટનેસ પર ઘણું ધ્યાન આપી રહી છે. આશકા પોતાને ફિટ રાખવા માટે ઘણા સમયથી યોગ કરી રહી છે. તેને પ્રેક્ટિસ વડે હવે સૌથી મુશ્કેલ મુદ્રામાં નિપુણતા મેળવી લીધી છે. તે અવારનવાર તેના યોગ સેશનના વીડિયો શેર કરીને ચાહકોનું દિલ જીતી લે છે.