હિંદુઓના નવા વર્ષમાં બનવા જઇ રહી છે મોટી ઘટનાઓઃ સંવત 2080ના ગ્રહો શું કહે છે?
હિંદુ નવવર્ષ વિક્રમી સંવત 2080 બુધવારે 22 માર્ચના રોજથી શરૂ થવા જઇ રહ્યુ છે. આવા સંજોગોમાં વર્ષના રાજા બુધ હશે અને તેના મંત્રી શુક્ર હશે. આ વર્ષે સેનાપતિનો કાર્યભાર ગુરુ સંભાળશે અને સંવત્સરના વાહન ગીધ અને શિયાળ હશે. જ્યોતિષીય ગણતરી અને શાસ્ત્રોની વાત માનીએ તો પિંગલ નામનું આ હિંદુ નવુ વર્ષ વિચિત્ર ઘટનાઓ અને પરિસ્થિતિને જન્મ આપશે. વિક્રમી સંવત 2080ને લઇને પંચાંગની ગણતરી શું કહે છે તે જાણો.
સંવતના રાજા બુધ હોવાના કારણે આ સંવતમાં એટલે કે 22 માર્ચ 2023થી 8 એપ્રિલ 2024 દરમિયાન વેપારી વર્ગોને પોતાના બિઝનેસમાં ઉન્નતિ અને લાભ કમાવવાના અવસર પ્રાપ્ત થશે. આ દરમિયાન શિલ્પકાર, લેખક અને મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પણ લાભનો મોકો મળતો રહેશે. આ માટે વર્ષ સામાન્ય રીતે લાભકારી રહેશે. આરોગ્ય પ્રત્યે લોકોમાં જાગૃતિ વધશે અને હેલ્થ ઇન્શ્યોરન્સના ક્ષેત્રનું માર્કેટ વધશે.
સંવતનો મંત્રી આ વખતે શુક્ર હોવાથી સ્ત્રિઓના પ્રભાવમાં વધારો થશે. આંતરરાષ્ટ્રીય સ્તર પર મહિલાઓનો પ્રભાવ વધશે. ફેશન, ફિલ્મ ઉદ્યોગ, મનોરંજનના ક્ષેત્રમાં આ વર્ષે ભારત નહીં દુનિયાભરમાં આકર્ષણ વધશે. આ ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોનો પ્રભાવ અને કમાણી આ વર્ષે વધશે.
સંવતનું વાહન ગીધ અને શિયાળ હોવાથી સંવતમાં ક્યાંક દુષ્કાળ તો ક્યાંક અતિવૃષ્ટિ થશે. જનધનની હાનિ થશે. લોકોમાં બેચેનીનો માહોલ જોવા મળશે. જનતાની વચ્ચે અરસપરસ ટકરાવ થશે અને સંઘર્ષનો માહોલ બનશે. સમાજ અને રાજકારણમાં તણાવ વધશે. દેશના ઘણા રાજ્યોમાં ખાસ કરીને દક્ષિણોત્તરી રાજ્યોમાં સત્તામાં ઉથલપાથલ જોવા મળશે. સત્તા પરિવર્તન પણ થઇ શકે છે. અનાજ અને ખાદ્યવસ્તુઓની કિંમતો વધશે.
સંવતની કુંડળી કહે છે કે આ વર્ષે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, તુર્કી, યમન, ઇરાન આ મુસ્લિમ દેશોમાં વિસ્ફોટક ઘટનાઓ થઇ શકે છે. આ રાષ્ટ્રોમાં સત્તા વિરોધી જનઆંદોલન પણ થઇ શકે છે. ક્રુડ ઓઇલની કિંમતોમાં વધારો થસે. પેટ્રોલ ડીઝલની કિંમતોમાં વધારો થઇ શકે છે.
રશિયા યુક્રેન યુદ્ધ એક વર્ષથી ચાલી રહ્યુ છે. આ વર્ષે બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી એક નવા રાષ્ટ્રનો ઉદય પણ થઇ શકે છે. તેના કારણે વૈશ્વિક રાજકારણ પર અસર પડશે. રશિયા ચીનની વધતી નિકટતા વચ્ચે અમેરિકા એક નવુ રાજકીય સમીકરણ બનાવશે. આ સંવત્સરમાં રાષ્ટ્રો અને જનસંગઠનોની વચ્ચે સંઘર્ષ થતા રહેશે. આ વર્ષે દેશ દુનિયામાં એક અલગ શીત યુદ્ધનું વાતાવરણ જોવા મળશે. આ સંવતમાં ગ્રહોની સ્થિતિ એ સંકેત પણ આપી રહી છે કે પરમાણુ યુદ્ધનો ખતરો દુનિયા પર મંડરાતો રહેશે અને હથિયારો પર દુનિયાના કેટલાય મોટા દેશોનું બજેટ વધશે.
આ પણ વાંચોઃ ‘2024માં દેશમાંથી ભાજપનો સફાયો કરવાનો છે…’ લાલુ યાદવે પૂર્ણિયાની રેલીમાં આપ્યો મોટો સંદેશ