ટ્રાવેલટ્રેન્ડિંગવિશેષ

મે-જૂનની રજાઓમાં ફરવા માટે ભારતની આ બેસ્ટ જગ્યાઓ, એક વાર જરૂર લો મુલાકાત

  • જે વ્યક્તિને ગરમીની સીઝન પસંદ આવતી નથી, તેઓ આ સીઝનમાં ભારતની આ ચાર જગ્યાઓ પર ફરવા જવાનો પ્લાન કરી શકે છે. આ જગ્યાની 5થી 6 દિવસની ટૂર માટે તમારે 50,000 રૂપિયા ખર્ચ કરવા પડશે. ઉનાળાની રજાઓમાં આ જગ્યા તમને આહલાદક અનુભવ કરાવશે અને ગરમીથી રાહત પણ આપશે

જેમ જેમ મે મહિનો આગળ વધતો જાય છે તેમ તેમ ગરમી તીવ્ર બનવા લાગે છે. સૂર્યપ્રકાશ અને વધતા તાપમાનના કારણે લોકો માટે બહાર નીકળવું પણ મુશ્કેલ બનતું જાય છે છે. કેટલાય લોકો ફરવા માટે ઠંડી જગ્યાઓ શોધી રહ્યા છે. ભારતમાં એવા ઘણા સ્થળો છે જે કાળઝાળ ગરમીથી રાહત આપે છે. અહીં લોકોની ભીડ સૌથી વધુ હોય છે અને પીક સીઝનને કારણે તે મોંઘું પણ છે. જે લોકો ગરમીથી બચવા સાથે ઉનાળાના વેકેશનનો આનંદ માણવા માગે છે, તેના માટે આ જગ્યાઓ બેસ્ટ છે. અહીં આવવાનો ખર્ચ માત્ર 50 હજાર રૂપિયા હશે. આટલા પૈસાથી તમે 5-6 દિવસમાં ઘણું બધુ ફરી શકશો.

મે-જૂનની રજાઓમાં ફરવા માટે ભારતની આ બેસ્ટ જગ્યાઓ, એક વાર જરૂર લો મુલાકાત hum dekhenge news

લેહ લદ્દાખ

જો તમે સુંદર ખીણોની મુલાકાત લેવા માંગો છો, તો લેહ લદ્દાખમાં એપ્રિલથી જૂન સુધી ઉનાળાની ઋતુ હોય છે. લોકોને લદ્દાખ મોંઘુ લાગે છે. તેથી ઘણા લોકો ઉનાળામાં અહીં જવાનું ટાળે છે. મેથી જૂન મહિનામાં અહીં તાપમાન 10 ડિગ્રી રહે છે. એટલે કે ગરમીનું નામોનિશાન હોતું નથી. જો તમે બે વ્યક્તિ 5-6 દિવસ માટે ટ્રીપ પર જાઓ અને 3 સ્ટાર હોટલમાં રોકાશો તો કુલ ખર્ચ 50,000 આસપાસ થશે. તેમાં ટ્રાન્સપોર્ટ અને ફૂડ ખર્ચ પણ સામેલ છે.

મે-જૂનની રજાઓમાં ફરવા માટે ભારતની આ બેસ્ટ જગ્યાઓ, એક વાર જરૂર લો મુલાકાત hum dekhenge news

પેલિંગ, સિક્કિમ

પશ્ચિમ સિક્કિમમાં આવેલું પેલિંગ ઉનાળામાં ફરવા માટેનું સારું સ્થળ છે. આ અનોખું શહેર કંચનજંગા પર્વતની તળેટીમાં આવેલું છે. પેલિંગમાં તમને કંચનજંગા વોટરફોલ અને 137 ફૂટ લાંબો ચેનરેઝિગ સ્ટેમચ્યૂક જેવી ઘણી વસ્તુઓ જોવા મળશે. મે-જૂન પેલિંગની યાત્રા માટે સૌથી સારો સમય છે. આ સમયે અહીં તાપમાન 17 ડિગ્રી હોય છે. અહીં બે લોકો માટે રહેવા, ખાવા પીવાનો અને ટ્રાન્સપોર્ટનો ખર્ચ લગભગ 45,000 રૂપિયાની આસપાસ આવે છે.

મે-જૂનની રજાઓમાં ફરવા માટે ભારતની આ બેસ્ટ જગ્યાઓ, એક વાર જરૂર લો મુલાકાત hum dekhenge news

દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ

દાર્જિલિંગની આબોહવા ઉનાળામાં ઠંડી અને આહલાદક હોય છે. આ સિઝનમાં તમે અહીં આરામથી રજાઓ ગાળી શકો છો. ઉનાળામાં અહીંના પર્યટન સ્થળોની મુલાકાત લેવી સ્વર્ગ સમાન છે. દાર્જિલિંગના સુંદર અને મનમોહક વાતાવરણમાં એવો જાદુ છે કે લોકો આપોઆપ અહીં ખેંચાઈ જાય છે. મે-જૂન મહિનામાં અહીંનું તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહે છે. મતલબ કે ત્યાં ન તો વધારે ગરમી છે, ન તો વધુ ઠંડી. અહીં 3-સ્ટાર હોટલમાં બે લોકો માટે રહેવા, ભોજન અને ટ્રાન્સપોર્ટનો ખર્ચ રૂ. 45,000 સુધીનો આવે છે.

મે-જૂનની રજાઓમાં ફરવા માટે ભારતની આ બેસ્ટ જગ્યાઓ, એક વાર જરૂર લો મુલાકાત hum dekhenge news

કુર્ગ અને ચિક્કમગલુરુ, કર્ણાટક

કર્ણાટકના કુર્ગ અને ચિક્કમગલુરુ ગરમીથી રાહત મેળવવા માટે સારા સ્થળો છે. આહલાદક હવામાન અને અદભૂત નજારાઓને લીધે, કેટલાય પ્રવાસીઓ દર વર્ષે સમર વેકેશનમાં અહીં આવે છે. તમારામાંથી ઘણા લોકોને નહીં ખબર હોય, પરંતુ કુર્ગ તેના કુદરતી નજારા તેમજ કોફી માટે પ્રખ્યાત છે. તેને ભારતનું સ્કોટલેન્ડ કહેવામાં આવે છે. ઉનાળામાં કુર્ગનું હવામાન ખુશનુમા હોય છે. અહીં મે અને જૂનમાં તાપમાન 15 થી 35 ડિગ્રી વચ્ચે રહે છે. જો તમે બે લોકો અહીં ફરવા આવો અને 3 સ્ટાર હોટલમાં રહો છો તો ખાવા પીવા અને ટ્રાન્સપોર્ટનો ખર્ચ લગભગ રૂ. 35,000 જેટલો થશે.

આ પણ વાંચોઃ સમર વેકેશનમાં ગુજરાતની આ પાંચ જગ્યા પર ફરો, મજા થશે બમણી

Back to top button