ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલ

ઘરના આંગણામાં લાગેલા આ છોડ આપે છે ઝેરીલા સાપને આમંત્રણ, આજે જ કરો ચેક

  • ઘરના આંગણામાં લગાવેલા છોડ પણ હાનિકારક હોઈ શકે છે. ઘરની સુંદરતા વધારવા માટે તમે પણ ક્યાંક આવા ખતરનાક ગણાતા છોડ લગાવ્યા હોય તો ચેતી જજો

ઘરની લૉન કે બાલકનીમાં સુંદર છોડ લગાવવા લગભગ દરેકને પસંદ હોય છે. ઘર ગમે તેટલું સુંદર કેમ ન હોય, પરંતુ જ્યાં સુધી તેને નેચરની સુંદરતાથી ન સજાવવામાં આવે ત્યાં સુધી તેની સુંદરતા અધુરી લાગે છે. ઘરની બાલ્કનીમાં સુંદર ફૂલો અને છોડ લગાવવાથી ઘરનું વાતાવરણ પણ સારું રહે છે, પરંતુ કેટલાક છોડ એવા હોય છે જે ઘરની બાલ્કની કે લોનમાં લગાવવાથી બચવું જોઈએ કેમકે તે ફાયદાના બદલે નુકશાન કરી શકે છે. જો તમારા ઘરના આંગણામાં પણ એવા છોડ હોય તો સાવધાન થઈ જજો કેમકે આ છોડ સાપ અને કીડાને એટ્રેક્ટ કરે છે. જાણો કયા છે તે છોડ?

ઘરના આંગણામાં લાગેલા આ છોડ આપે છે ઝેરીલા સાપને આમંત્રણ, આજે જ કરો ચેક Hum dekhenge news

 

જાસ્મિનનો છોડ સાપને આકર્ષે છે

જાસ્મિનનો છોડ ગાઢ હોય છે. તેના ફૂલોની ખુશ્બુ પણ તેજ હોય છે. તે સાપને પોતાની તરફ આકર્ષે છે. તેના ઝાડની છાયા પણ ખૂબ હોય છે. ગાઢ હોવાના કારણે સાપને અંદર છુપાવાની જગ્યા મળી જાય છે અને તે પોતાનો શિકાર સરળતાથી શોધી લે છે. જો તમે બાલ્કનીમાં જાસ્મિનનો છોડ રાખ્યો હોય તો તેને તાત્કાલિક હટાવી દો.

ઘરના આંગણામાં લાગેલા આ છોડ આપે છે ઝેરીલા સાપને આમંત્રણ, આજે જ કરો ચેક Hum dekhenge news

લેમન ટ્રીની આસપાસ રહે છે સાપ અને કીડા

ઘરની બાલ્કની અને લૉનમાં લાગેલું લેમન ટ્રી નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. લેમન ટ્રીની આસપાસ અનેક કીડા મંકોડા અને ઉંદરો વસે છે. આ સાથે અનેક પક્ષીઓ પણ લેમન ટ્રીના બી ખાવાનું પસંદ કરે છે. પોતાના શિકારની શોધમાં સાપ પણ આ છોડની આસપાસ ફરે છે.

ઘરના આંગણામાં લાગેલા આ છોડ આપે છે ઝેરીલા સાપને આમંત્રણ, આજે જ કરો ચેક Hum dekhenge news

સાઈપ્રસનો છોડ પણ ખતરનાક

આ એક ડેકોરેશન માટેનો છોડ છે, જે ઘણી વખત ઘરોની બાલ્કની અને લૉનમાં જોવા મળે છે. આ છોડની આસપાસ સાપ તેનું ઘર બનાવે છે. આ કારણ છે કે બાલ્કની અને લૉનમાં સાઈપ્રસનો છોડ ન રાખવો જોઈએ. આ છોડની આસપાસ માત્ર સાપ જ નહીં, પરંતુ અન્ય ઝેરીલા કીડા મંકોડા પણ તેનો વસવાટ બનાવે છે.

ઘરના આંગણામાં લાગેલા આ છોડ આપે છે ઝેરીલા સાપને આમંત્રણ, આજે જ કરો ચેક Hum dekhenge news

દાડમનું ઝાડ એટલે ખતરાની ઘંટી

દાડમનું ઝાડ સાપનું ઘર માનવામાં આવે છે. દાડમના ઝાડની નજીકમાં સાપ જોવા મળે છે, તેથી તેને ઘરની આસપાસ પણ ન રાખવું જોઈએ. સાપ ઉપરાંત તેની આસપાસ અન્ય જીવજંતુઓ પણ રહે છે. તે ઘરના આંગણમાં લગાવવા લાયક છોડ નથી.

આંગણામાં હોય લીલું ઘાસ તો રાખો ધ્યાન

ઘરના આંગણમાં લોકો લીલું ઘાસ લગાવવાનું પસંદ કરે છે. તેમાં કોઈ પરેશાની તો નથી, પરંતુ કેટલીક સાવધાનીઓ રાખવાની જરૂર છે. લાંબુ લીલું ઘાસ હોય ત્યાં અનેક પ્રકારની જીવાતો જોવા મળે છે. ઘણી વખત સાપ તેના કારણે ઘરમાં પણ ઘૂસી જાય છે. સાપને તેમનું ખાવાનું મળી જાય છે અને સાથે છુપાવાનું ઠેકાણું પણ. તેથી જો ઘરના આંગણમાં લીલું ઘાસ હોય તો થોડા થોડા સમયે તે કાપતા રહો અને કીટનાશકનો છંટકાવ પણ કરતા રહો.

આ પણ વાંચોઃ શિમલા, મનાલી અને કસોલમાં એન્જોય કરો મોનસુન, પાછા આવવાનું મન નહીં થાય

Back to top button