આ ઓટોમેટિક કારે માર્કેટમાં ધૂમ મચાવી છે, કિંમત જાણીને ચોકી ઉઠશો


વર્તમાન યુગ ઓટોમેટિક કારનો છે. 2022ની વાત કરીએ તો કાર માર્કેટમાં લોકો માટે ઘણા ઓટોમેટિક વિકલ્પો છે. આજે આપણે આવી જ કેટલીક ઓટોમેટિક કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે 20 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં માર્કેટમાં ઉપલબ્ધ છે.

મારુતિ સુઝુકીએ બલેનોને વિકસાવવા માટે રૂ. 1,150 કરોડનો ખર્ચ કર્યો છે. આ કાર તેના તદ્દન નવા સ્વરૂપમાં લોન્સ કરી છે. આ કારમાં 1.2 લીટર પેટ્રોલ એન્જિન છે, તથા 5-સ્પીડ AMT ગિયરબોક્સ છે, તથા નવી બલેનો ખુબ જ આકર્ષક લાગે છે. કંપનીએ તેની કિંમત રૂ. 7.69 લાખ રૂપિયા રાખી છે.

તાજેતરમાં લૉન્ચ કરાયેલી Ertigaમાં નોંધપાત્ર સુધારા કર્યા છે. જેમાં જૂના 4-સ્પીડ મોડલની જગ્યાએ નવા 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. નવા ટોર્ક કન્વર્ટરને પેડલ શિફ્ટર્સ પણ મળે છે. તે દેશની સૌથી વધુ 10 વેચાતી કારમાંની એક છે. આ કારની કિંમત રૂ. 10.99 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

કિયા સોનેટ લોન્ચ થયાના થોડા સમયમાં જ માર્કેટમાં ધુમ મચાવી રર્હી છે. આ કારમાં ઓટોમેટિક વિકલ્પો આપવામાં આવ્યા છે. જેમાં ટોર્ક કન્વર્ટર સાથે 1.5-લિટર ડીઝલ અને 7-સ્પીડ ડ્યુઅલ-ક્લચ ઓટોમેટિક સાથે 1.4-ટર્બો પેટ્રોલનો વિકલ્પ આપવામાં આવ્યો છે. જ્યારે ડીઝલમાં ઓટોમેટિક ટોપ-એન્ડમાં જ ઉપલબ્ધ છે. આ ઉપરાંત 8-સ્પીકર બોસ સાઉન્ડ સિસ્ટમ, વેન્ટિલેટેડ સીટો, રેઈન સેન્સિંગ વાઈપર્સ, પેડલ શિફ્ટર્સ અને વાયરલેસ ચાર્જિંગ પણ મળે છે. તેની શોરૂમમાં કિંમત રૂ.14.8 લાખ રૂપિયા છે.

સ્કોડા સ્લેવિયાએ તેના મજબૂત દેખાવથી આકર્ષીત લાગે છે. આ કાર 1.0-લિટર પેટ્રોલનું એન્જિન છે, અને 6-સ્પીડ ઓટોમેટિક સાથે જોડાયેલું છે. આ 115hp ત્રણ-સિલિન્ડર મોટર સાથે પ્રવાસને આનંદદાયક બનાવે છે.

Altroz નો ઓટોમેટિક વિકલ્પ ઘણા સમયથી માર્કેટમાં હાજર છે. હવે ટાટા મોટર્સે આ કારમાં ગ્રાહકોને 6-સ્પીડ ડ્યુઅલ-ક્લચનો વિકલ્પ આપ્યો છે. તેનું સાથે 1.2 લીટર વાળુ પાવર ફુલ એન્જિન ઉપલબ્ધ છે. આ કારની શોરૂમમાં કિંમત રૂ. 8.10 લાખ રૂપિયા છે.