હોટેલના રૂમમાંથી આ વસ્તુઓ તમે આરામથી ઘરે લઈ જઈ શકો છો, વાંચી લો આખી યાદી…
કોઈપણ હોટેલમાં તમે રોકાયા છો. અને ત્યાંની કોઈ વસ્તુ તમને ખૂબ ગમી ગઈ છે. તમારે તેને સાથે લઈ જવાની ઈચ્છા પણ છે. તો શું તમે એમ કરી શકો છો? ઘણા લોકોને આ સવાલ મૂંઝવતો હોય છે. તો આજે જાણી લો કે હોટેલના રૂમમાંથી કઈ વસ્તુઓ તમે સાથે લઈ જઈ શકો અને કઈ નહીં. કેટલીક વસ્તુઓ એવી છે કે જે તમે સાથે લઈ જઈ શકો છો. જ્યારે કેટલીક વસ્તુ લઈ જવા પર હોટેલનો સ્ટાફ તમને અટકાવશે.
હોટેલના રૂમમાંથી શું સાથે લઈ જઈ શકશો?
સાબુ
આપણે કોઈપણ જગ્યાએ જઈએ તો સામાનમાં સાબુ અથવા તો લિક્વીડ સોપ સાથે રાખીએ છીએ. આપણને લાગતું હોય છે કે, શું ખબર હોટલમાં અથવા બહાર કયાય મળે ના મળે, પરંતુ મોટાભાગની હોટલના રૂમમાં દરેક જરૂરીયાતનો સામાન મળી જાય છે. જેમાં સાબુનો પણ સમાવેશ થાય છે. ઘણા હોટલવાળા પોતાના ગેસ્ટને ન્હાવાનો સાબુ પણ આપે છે. જો તમે તેને પોતાની સાથે લઇ જવા માંગો છો તો મુક્તપણે તેને ઉઠાવીને પોતાની બેગમાં રાખી શકો છો.
શેમ્પુ અથવા કન્ડીશનર
બાથરૂમમાં રાખવામાં આવતા ટ્રાવેલ-સાઈઝ શેમ્પુ અને કન્ડીશનર પણ હોટલના રૂમમાંથી લઇ જઇ શકો છો. ક્યારેક-ક્યારેક ઘણી હોટલ્સ બ્રાન્ડ્સ પણ પ્રમોશન માટે તેને પોતાના રૂમમાં રાખી દે છે, જેનાથી તેને તેનો પ્રચાર કરવામાં પણ મદદ મળે છે અને લોકો પણ તેનો ફ્રીમાં ઉપયોગ કરે છે. જો તમે બાથરૂમમાં રાખવામાં આવેલા નાની સાઈઝના શેમ્પુ અથવા કન્ડીશનરને જોઇને તેને સાથ લઈ જવા માંગતા હોવ તો તે લઈ જઈ શકો છો.
હોટલના રૂમમાંથી શું લઇ જઇ શકશો નહીં?
ચાદરો અને ટુવાલ
હોટલના રૂમની વ્હાઈટ ચાદર અને વ્હાઈટ ટુવાલને જોઈને તમારું પણ મન તેને સાથે લેવાની ઈચ્છા રાખતુ હશે. પરંતુ આ કઈક એવો સામાન છે, જેને તમે પોતાની સાથે લઇ જઇ શકતા નથી. જો તમે તેને પૈસામાં પણ સાથે લઇ જવા માંગશો તો પણ સ્ટાફ પણ તમને ના પાડશે. સારું છે કે તમે તેની મજા હોટલમાં રહીને જ લો.
ઈલેક્ટ્રોનિક ઉપકરણો
હોટલમાં તમે વિજળીમાંથી ચાલતા સામાનનો ખૂબ ઉપયોગ કર્યો હશે. જેમકે ચાની કિટલી, કૉફી મશીન, ઈસ્ત્રી, વાળ માટે સ્ટેટનિંગ મશીન, એવી ઘણી વસ્તુઓ છે, જેને તમે પોતાની સાથે લઇ જઇ શકતા નથી. જો લઇ જવા માંગો છો તો પણ હોટલ બિલમાં તમારે તેના પૈસા પણ ચૂકવવા પડશે. કોઈ-કોઈ હોટલમાં તમે પૂછ્યા વગર સામાન લઇને જાઓ છો તો ત્યાંનો સ્ટાફ તમારા પર દંડ પણ નાખી શકે છે.
આમ હવે જ્યારે પણ તમે હોટેલમાં સ્ટે કરો અને કોઈ વસ્તુ તમને ગમી જાય તો તેને લઈ જતા પહેલા ખાસ વિચારજો.