આ છે એવી વસ્તુઓ, જે ગમે તેટલી ખાશો તો પણ વજન નહીં વધે
આજકાલ મેદસ્વીતા કે વજન ઝડપથી વધવુ એ ગંભીર સમસ્યા છે. જેના કારણે લોકો હેરાન પરેશાન રહે છે. મેદસ્વી તમારી સુંદરતા માટે પણ જોખમી છે, તો તમને ડાયાબિટીસ, કેન્સર કે બ્લડ પ્રેશર જેવી ગંભીર બિમારીઓ આપે છે.
જો તમે વજન ઘટાડવા ઇચ્છતા હો તો તમારે એક્સર્સાઇઝ સાથે ડાયેટનું પણ ધ્યાન રાખવુ પડશે. તમે ગમે તેટલી એક્સર્સાઇઝ કરી લેશો, પરંતુ જો તમારુ ડાયેટ પ્રોપર નહીં હોય તો વજન ઘટવાનું નથી.
હાઇ કેલરીવાળા ફુડ ઝડપથી વજન વધારવાનું કામ કરે છે. આ કારણ છે કે વજન ઘટાડવા દરમિયાન તમારા ડાયેટમાં ઓછી કેલરીવાળી વસ્તુઓ સામેલ કરવાનું કહેવાય છે. આવો જાણીએ કિ કઇ વસ્તુઓમાં સૌથી ઓછી કેલરી મળી આવે છે.
સ્ટ્રોબેરી
સંશોધનો અનુસાર એન્ટીઓક્સિડન્ટથી ભરપુર 100 ગ્રામ સ્ટ્રોબેરીમાં માત્ર 33 કેલરી હોય છે. તેમાં પોલીફેનોલ્સ હોય છે, જે તમારા શરીરના ટિશ્યુને ડેમેજથી બચાવે છે , તે હાર્ટ એટેક સામે પણ રક્ષણ આપે છે.
લાલ શિમલા મિર્ચ
રેડ કેપ્સિકમ પોષકતત્વોનો સારો સ્ત્રોત છે. 100 ગ્રામ રેડ કેપ્સિકમમાં 31 કેલરી હોય છે. તેનું રોજ સેવન કરવામાં આવે તો તે તમારી વિટામીન સીની જરૂરિયાતને 200 ટકા પુરી કરી શકે છે.
કોર્ન
કોર્નનું સેવન બટર વગર કરવામાં આવે તો તે હેલ્ધી ઓપ્શન છે. એક કપ મકાઇમાં માત્ર 32 કેલરી હોય છે. તેને ઉકાળીને અથવા બાફીને તેમાં ચાટ મસાલો કે સંચર લીંબુ નાંખીને તમે ખાઇ શકો છો.
મશરૂમ
એક મધ્યમ આકારના મશરૂમમાં માત્ર ચાર કેલરી હોય છે. જો હવે તમે ડિનર માટે બહાર જઇ રહ્યા હો તો મશરુમ કરી ઓર્ડર કરવામાં સંકોચ ન કરતા, જોકે તે માખણ વગરની હોવી જોઇએ.
ગ્રીન ટી
ગ્રીન ટી હ્રદય રોગના જોખમને ઘટાડે છે. તે તમારા કેલરી સેવનને પણ નિયંત્રિત કરે છે. તમારે ખાંડ વાળી ચા પીવાની નથી. તેના બદલે તમારે ગ્રીન ટી પીવાની છે. તમે તેને ઠંડી કે ગરમ કોઇ પણ રીતે પી શકો છો.
દ્રાક્ષ
દ્રાક્ષ વિટામીન સીથી ભરપુર હોય છે. તે વજન ઘટાડવા માટે પરફેક્ટ ફુડ છે. તેમાં માત્ર 37 કેલરી હોય છે. તે કોલેસ્ટ્રોલ અને બીપીના સ્તરને પણ નિયંત્રિત કરે છે.
આ વસ્તુઓમાં પણ ઓછી હોય છે કેલરી
ખીરામાં 96 ટકા પાણીની માત્રા અને 22 કેલરી હોય છે. 100 ગ્રામ બાફેલા ફ્લાવરમાં માત્ર 25 કેલરી હોય છે. એક કપ બ્રોકોલીમાં માત્ર 34 કેલરી હોય છે.
આ પણ વાંચોઃ ‘પઠાણ’ એ રચ્યો ઇતિહાસ, 1000 કરોડની ક્લબમાં એન્ટ્રીઃ છતાં આ ફિલ્મોથી રહી પાછળ