રિલેશનશિપમાં આ છે રેડ ફ્લેગ, લગ્ન પહેલા જ કરી લો ચેક

- રિલેશનશિપમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે, જો તમે શરૂઆતમાં પ્રેમમાં આંધળા બનીને તેને નજરઅંદાજ કરશો તો ભવિષ્યમાં તકલીફ થશે
HD ન્યુઝ ડેસ્કઃ ‘પ્રેમ આંધળો હોય છે’… વિલિયમ શેક્સપિયરે ‘ધ મર્ચન્ટ ઑફ વેનિસ’માં સુંદર રીતે આનો ઉલ્લેખ કર્યો છે. કહેવાય છે કે વ્યક્તિ પ્રેમમાં હોય ત્યારે તેની લાખો ખામીઓ પણ દેખાતી નથી, પરંતુ ક્યારેક તેના કારણે તમારી સાથે દગો પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં સંબંધોને તપાસવા ખૂબ જ જરૂરી છે. નહિંતર, તમે ખોટા વ્યક્તિમાં તમારું ભવિષ્ય શોધતા રહેશો, જે પછીથી તમારા માટે સમસ્યારૂપ બની જશે.
આજકાલ, સોશિયલ મીડિયા પર સંબંધોમાં ‘ગ્રીન ફ્લેગ’ અથવા ‘રેડ ફ્લેગ’ જેવા શબ્દોની ખૂબ ચર્ચા થાય છે. આ શબ્દોનો અર્થ ઘણો ઊંડો છે અને તેને સમજીને તમે તમારા જીવનસાથી સાથેના સંબંધોને સુંદર બનાવી શકો છો. જો તમે પણ જેને પ્રેમ કરો છો તેની સાથે લગ્ન કરવા જઈ રહ્યા છો તો ચોક્કસપણે જાણો સંબંધમાં આ પાંચ રેડ ફ્લેગ વિશે.
રિલેશનશિપમાં રેડ ફ્લેગનો અર્થ શું છે?
સંબંધોમાં રેડ ફ્લેગ એ કોઈ વ્યક્તિમાં જોવા મળતા નકારાત્મક સંકેતો છે, જે સંબંધોના માર્ગમાં મુશ્કેલીઓ ઊભી કરે છે. તમારા જીવનસાથી સાથે છેતરપિંડી કરવી, હંમેશા જૂઠું બોલવું, ઈનસિક્યોરિટી થવી એ રેડ ફ્લેગ માનવામાં આવે છે. કેટલાક એવા રેડ ફ્લેગ છે જેની અવગણવા કરવી જોઈએ નહીં.
સંબંધોમાં આ પાંચ છે મુખ્ય રેડ ફ્લેગ
1. કન્ટ્રોલ કરવાની કોશિશ કરવી
જો તમારો પાર્ટનર તમારી પાસે દરેક કામ પોતાની રીતે કરાવવા માંગે છે. દરેક બાબતમાં પોતાની પસંદગી મૂકવાનો પ્રયત્ન કરે છે. જો તમને લાગે છે કે તે તમને કન્ટ્રોલ કરવાની કોશિશ કરે છે, તો તમારે તેના વિશે વાત કરવી જોઈએ.
2. પ્રતિબંધો લાદવા
ઘણા સંબંધોમાં પાર્ટનર સામે વાળી વ્યક્તિ પર ઘણા નિયંત્રણો લાદી દે છે, જેમ કે ઘરમાં કે બહાર કોની સાથે વાત કરવી, કોની સાથે નહીં, મિત્રો સાથે સમય પસાર કરવો જોઈએ કે નહીં. કોની સાથે બહાર જવું, કઈ વસ્તુ ખરીદવી, પૈસા ક્યાં વાપરવા. જો આવું વર્તન તમારી સાથે થઈ રહ્યું હોય તો તમારે સાવધાન રહેવાની જરૂર છે.
3. દરેક વાતમાં અપમાન
સારી રિલેશનશિપની સૌથી મોટી નિશાની એ છે કે એકબીજાનું સન્માન કરવું, પરંતુ જો કોઈ વ્યક્તિ તેના પાર્ટનરનું હંમેશા અપમાન કરે છે અથવા કોઈની પણ હાજરી જોયા વગર કંઈપણ મનમાં આવે તે બોલી દે છે તો તમારે તમારા સંબંધ વિશે વિચારવાની જરૂર છે.
4. હંમેશા ખરાબ વર્તન કરવું
જો તમારો પાર્ટનર હંમેશા તમારી સાથે ખરાબ વર્તન કરે છે, તો તેને સમજાવવાનો પ્રયાસ કરો. જો તે તમારી વાત સાથે સહમત નથી, તો તમારે તમારા સંબંધને સમજવાની જરૂર છે, કારણ કે આ એક રેડ ફ્લેગ છે, જે આગળ જતા તમારી રિલેશનશિપને ટોક્સિક બનાવી શકે છે.
5. યોગ્ય રીતે વાતચીત ન કરવી
હેલ્ધી રિલેશનશિપમાં કોમ્યુનિકેશન ખૂબ જ મહત્ત્વની બાબત છે. નોર્મલ હસી મજાક, કોઈ સિરિયસ ટોપિક પર વાત કરવી જરૂરી છે., પરંતુ જો કોમ્યુનિકેશન ગેપ થઈ રહ્યો હોય અને તમારી વાત સાંભળવા છતાં તમારો પાર્ટનર રિસ્પોન્સ ન આપે તો સમજો કે કંઈક તો ગરબડ છે.
આ પણ વાંચોઃ કૈટરિના-વિક્કીની વિદેશી ઉજવણી, આલિયા-રણબીરની રાહા સાથે મસ્તી, જાણો બોલિવૂડનું ક્રિસમસ સેલિબ્રેશન
આ પણ વાંચોઃ પાર્ટનર સાથે દિવસે દિવસે સંબંધ બગડતો જાય છે? રિલેશન સુધારવા કરો આ કામ