ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

પતિ-પત્ની વચ્ચે થતા ઝઘડાના આ છે મુખ્ય કારણો.. આજે જ કરો શોર્ટ આઉટ

  • પતિ-પત્ની વચ્ચે ઝઘડા થવા આમ તો સામાન્ય બાબત છે, પરંતુ આ માટે કયા કારણો જવાબદાર છે તેની તપાસ કરવી પણ જરૂરી છે. તો આજે જાણો તેના કારણો અને તેને સોલ્વ કરવાનો પ્રયાસ પણ કરો, 

પતિ-પત્ની પરસ્પરના ઝઘડાઓને લઈને પરેશાન રહે છે. હા ઝઘડાની સ્થિતિ દર વખતે સામાન્ય હોતી નથી. જો ઝઘડા ક્યારેક થાય તો ચાલી જાય, પરંતુ એજ વસ્તુ વારંવાર સંબંધોમાં આવે તો તે બોજ સમાન લાગવા લાગે છે. વ્યક્તિ હસીને તો આખી દુનિયા સામે વાત કરી લે છે, પરંતુ જેને પ્રેમ કરે છે અથવા જેની પર પોતાનો હક સમજે છે, તે વ્યક્તિ પાસેથી તેની અપેક્ષાઓ પણ વધી જાય છે અને એ વાત પરેશાન કરે છે. ઝઘડાનું કારણ પણ એજ બને છે. ક્યારેક નાની નાની વાતો પર દંપતીની વચ્ચે અણબનાવ થયા કરતા હોય છે. જાણો એવી કેટલીક બાબતો જે સૌથી વધુ ઝઘડાનું કારણ બને છે.

પતિ-પત્ની વચ્ચે થતા ઝઘડાના આ છે મુખ્ય કારણો.. આજે જ કરો શોર્ટ આઉટ hum dekhenge news

ફાયનાન્શિયલ બાબતો

આ વાત કદાચ અજીબ લાગી શકે, પરંતુ મોટાભાગના કપલ્સની વચ્ચે પૈસાને લઈને ફાઈટ થાય છે. આ ઝઘડા મની મેનેજમેન્ટ સાથે જોડાયેલા પણ હોઈ શકે છે અને મની ક્રાઈસિસ સાથે જોડાયેલા પણ હોઈ શકે છે. જે સ્ત્રીઓ અર્નિંગ નથી, તેને પોતાની જરૂરિયાત મુજબ પૈસા ન મળે અને ખર્ચ કરવાની ફ્રીડમ ન મળે તો તે કપલ્સમાં ઝઘડાનું કારણ બની શકે છે.

બેડરૂમ લાઈફને લઈને ઝઘડા

આ વાત માનવી મુશ્કેલ ભલે લાગે, પરંતુ એક રિસર્ચમાં સામે આવ્યું છે કે મોટાભાગના કપલ્સની વચ્ચે જે ખાસ મુદ્દાઓને લઈને ઝઘડા થાય છે તે બેડરૂમ લાઈફ પણ છે. તેનું કારણ એ છે કે તેઓ એકબીજાની પસંદ નાપંસદને સમજી શકતા નથી અને પાર્ટનરની ઈચ્છાનું ધ્યાન રાખતા નથી. પોતાની મરજી તેમની પર થોપી બેસાડે છે.

બાળકોને લઈને ઝઘડા

પેરેન્ટિંગ એ અઘરું કામ છે. માતા-પિતા બનવું જેટલું સરળ છે, તેટલું જ મુશ્કેલ છે બાળકનો ઉછેર કરવો. આજકાલ મોટાભાગની મહિલાઓ પ્રોફેશનલી પણ એક્ટિવ છે, તેથી ઘર અને બહાર બંનેના કામની જવાબદારી તેમના પર છે. તેથી, બાળકની સંપૂર્ણ જવાબદારી લેવી, તેની જરૂરિયાતોનું ધ્યાન રાખવું, તેના ભવિષ્ય માટેનું આયોજન કરવું, તેમની રોજિંદી માંગણીઓ, ભાવનાત્મક જરૂરિયાતો વગેરે એકલા હાથે પૂરી કરવી શક્ય નથી. આવી સ્થિતિમાં કપલની વચ્ચે ઝઘડા શરૂ થઈ જાય છે. જે મહિલાઓ ગૃહિણી છે તેમના માટે પણ ઘરના કામકાજની સાથે બાળકની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખવું સહેલું નથી. તેથી, બાળ ઉછેર એ દંપતીની લડાઈનો મહત્વનો મુદ્દો બની જાય છે.

પતિ-પત્ની વચ્ચે થતા ઝઘડાના આ છે મુખ્ય કારણો.. આજે જ કરો શોર્ટ આઉટ hum dekhenge news

દંપતીના ઝઘડાના ઉકેલ શું છે?

  • આ ત્રણ મુદ્દાઓ પર દંપતીની લડાઈનો શ્રેષ્ઠ ઉકેલ વાતચીત છે. જો તમે એકબીજા સાથે સરખી રીતે કોમ્યુનિકેટ કરશો અને તમારા દિલની વાતોને શેર કરશો તો ઘણા ઝઘડા થતા અટકી જશે.
  • પતિ-પત્નીએ ગુસ્સે થયા વિના ઠંડા મગજથી એકબીજાની વાત સાંભળવી જોઈએ અને એકબીજાની સમસ્યાને સમજવી જોઈએ.
  • બંને સાથે મળીને વચ્ચેનો રસ્તો કાઢે છે. જરૂરી નથી કે આ ઉપાય એક જ વારમાં મળી જાય. તેથી તમે અલગ અલગ સમયે તેના વિશે વાત કરો છો.
  • જો ઘણા પ્રયત્નો પછી પણ તમે સમજૂતી પર પહોંચી શકતા નથી, તો પછી એક કપલ કાઉન્સેલરની મદદ લો. તેઓ તમારા જીવન અને આ પડકારોને જોવાનો તમારો દ્રષ્ટિકોણ જ બદલી નાંખશે.
  • જ્યાં સુધી બેડરૂમ લાઈફને લગતી સમસ્યાઓનો સવાલ છે, તમારે તમારા પાર્ટનરની ભાવનાઓનું સન્માન કરવું પડશે. બંને એકબીજાની પસંદ-નાપસંદને સમજશો તો બધું સારું થઈ જશે.

આ પણ વાંચોઃ ક્રેડિટ કાર્ડ મર્યાદા વધારતી વખતે બેંકો કઈ બાબતો પર ધ્યાન આપે છે? ફાયદા શું છે?

Back to top button