ડિનર બાદ થોડુ ચાલવાના આ છે ગજબના ફાયદા
- આખો દિવસ સમય ન મળતો હોય તો ડિનર બાદ ચાલવુ હિતાવહ છે
- ડિનરના અડધા કલાક બાદ બ્રિસ્ક વોક હેલ્થ પ્રોબલેમમાંથી છુટકારો અપાવશે
- રાતે જમ્યા બાદ તરત જો તમે સુઇ જશો તો બ્લોટિંગ કે ગેસ જેવી સમસ્યાઓ થશે
વહેલા ઉઠવુ, એક્સર્સાઇઝ કરવી આરોગ્ય માટે ઉત્તમ છે, પરંતુ બહુ ઓછા લોકો છે જેની દિનચર્યા સવારે જલ્દી ઉઠવા અને રુટીનને ફોલો કરવા સક્ષમ છે. મોડી રાત સુધી જો ઓફિસનું કામ ચાલતુ હોય તો તમે રાતે વહેલા સુઇ શકતા નથી. લેડીઝને સવારે ઓફિસ માટેની તૈયારીઓના કારણે તે એક્સર્સાઇઝ માટે સમય ફાળવી શકતી નથી. જો તમને આખો દિવસ સમય ન મળતો હોય તો ડિનર બાદ ચાલવુ તમારા માટે સારુ છે. રાતે જમ્યા બાદ અડધો કલાકની વોક તમારા ઘણા હેલ્થ પ્રોબલેમને દુર કરશે.
ડિનર બાદ વોકના ફાયદા
જમ્યા બાદ આમ તો એક્સર્સાઇઝ કરવાની મનાઇ હોય છે, પરંતુ એક્સપર્ટ્સનું માનવુ છે કે ડિનરના અડધા કલાક બાદ બ્રિસ્ક વોક તમામ હેલ્થ પ્રોબલેમમાંથી છુટકારો અપાવે છે.
ડાઇજેશન ઇમ્પ્રુવ
રાતે જમ્યા બાદ તરત જો તમે સુઇ જશો તો બ્લોટિંગ કે ગેસ જેવી સમસ્યાઓ થશે, પરંતુ તેનાથી બચવા માટે તમે અડધો કલાકની વોક લો.
મેટાબોલિઝમ પર અસર
ડિનર બાદ વોક કરવાથી મેટાબોલિઝમ યોગ્ય રહે છે. આંતરડાની મુવમેન્ટ સારી રહે છે અને ડાઇજેશન સારુ થાય છે, કેલરી ઝડપથી બર્ન થાય છે.
ટોક્સિન્સ દુર થાય છે
ડિનર બાદ અડધો કલાક ચાલવાથી રોજના ટોક્સિન્સને શરીરમાંથી નીકળવામાં મદદ મળે છે. કોન્સ્ટિપેશનની સમસ્યા થતી નથી. ઇન્ટરનલ ઓર્ગન ક્લીન થઇ જાય છે.
જમવાના ક્રેવિંગથી છુટકારો
ઘણા બધા લોકો પેટ ભરેલુ હોવા છતા રાતે સ્નેક ખાય છે. રોજ વોક કરવાથી આ સમસ્યાથી છુટકારો મળે છે. રોજ 15 મિનિટ બ્રિસ્ક વોક મિડનાઇટ ક્રેવિંગ ઘટાડે છે.
ઉંઘ પણ આવી જશે
ઘણા લોકોને ઉંઘ ન આવવાનો પ્રોબલેમ હોય છે. તેમણે રોજ અડધો કલાક વોક કરવી જોઇએ. ડિનર બાદ વોક કરવાથી સારી ઉંઘ આવે છે. બ્લડ શુગર લેવલ પણ કન્ટ્રોલમાં રહે છે.
આ પણ વાંચોઃ હમ તુમસે ના કુછ કહે પાયેઃ આ કારણે પુરુષો વ્યક્ત કરી શકતા નથી ફિલિંગ્સ